Get The App

અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Sep 19th, 2021

GS TEAM

Google News
Google News
અગરબત્તી ધૂપ વિશે વિસ્તૃત જાણકારી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

- વિશાળ ભારતના લોકો ધર્મ-ધ્યાન પ્રત્યે પણ વિશાળ દીલ ધરાવે છે. ભારત સંતોની ભૂમિ છે. હિન્દુ ધર્મમાં ભૂમિને દેવી માનવામાં આવે છે.

વહેલી સવારનાસૂર્યવંદના સાથે દરેક હિન્દુધર્મી પોતપોતાની રીતે દેવી દેવતાની પૂજા અર્ચનામાં જોડાઈ જતાં હોય છે. હિન્દુધર્મમાં પ્રભાતનો સમય દેવી-દેવતાની પૂજા અર્ચનાથી શરૂ થતો હોય છે. પૂજા અર્ચનાના સમયે ધૂપ-અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. આ અગરબત્તીથી પ્રસરતી સુગંધની અસરથી પૂજામાં એકાગ્રતાનો અનુભવ થાય છે અને વાતાવરણ ભક્તિમય બને છે.

અગરબત્તી એ એક એવી વસ્તુ છે કે તે પોતે બળે છે. અને તેની માદક સુગંધ ઘર, મંદિર સુધી પ્રસરાવે છે. અગરબત્તી એક કુટિર ઉદ્યોગ છે. પરંતુ તેની માંગ દેશ-વિદેશ સુધી રહેલ છે. અગરબત્તીનો મુખ્ય ઉદ્યોગ સાઉથ ઇન્ડિયામાં ફાલ્યોફુલ્યો છે. કારણ કે અગરબત્તી બનાવવા માટે જે પ્રકારની કાંડીની જરૂર પડે છે. તે કાંડીનું કુદરતી ઉત્પાદન વધારે પડતું સાઉથ ઇન્ડીયામાં થાય છે.છતાં પણ આ ઉદ્યોગ દેશના દરેક સ્ટેટમાં વત્તા ઓછા પ્રમાણમાં પ્રસરેલ છે અને અગરબત્તીની કાંચીકાંડી દેશના બીજા સ્ટેટમાં સાઉથમાંથી જ આવે છે. ત્યારબાદ આ કાંડીને પ્રોસેસ કરવામાં આવે છે. કાંડી પ્રોસેસમાં કાંડી ઉપર ફ્રેગ્રેન્સ અને પરફ્યુમ્સ ચડાવવામાં આવે છે. ત્યારબાદ પેકીંગ કરી વેચાણ માટે મોકલવામાં આવે છે.

અગરબત્તી કમ્પાઉન્ડ: અગરબતી બનાવવા માટે અચૂક પરફ્યુમ્સનો ડાયરેક્ટ ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે મોગરા, ચંદન, ચમેલી, જસ્મીન, રોઝ, કેવડા, લેવેન્ડર પ્રકારના હોય છે. બીજા સુપર ક્વોલિટીમાં ઇન્ટીમેન્ટ, પાતરા, એલોન, યાર્ડલી, કરિશ્મા જેવા પરફ્યુમ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

અગરબતી કમ્પાઉન્ડમાં સારીક્વોલિટીના પરફ્યુમ્સ એક કે બે કે તેનાથી વધારેની મેળવણી કરી ટેસ્ટ ડેવલોપ કરવામાં આવે છે. તેને અગરબત્તી કમ્પાઉન્ડ કહેવાય છે. આ પ્રકારના કમ્પાઉન્ડને ડાયલ્યુટ કરવા માટે પ્રોપાઇલીન ગ્લાયકોલ, ઇમલસીફાયર, આલકોહોલ જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્લાસ્ટી સાઇઝર: અગરબત્તી બનાવવા માટે પ્લાસ્ટીસાઇઝર તરીકે ડાય ઇથાઈલ પેલેટ, ડાયઓક્ટાઇલ થેલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટી સાઇઝસ સાથે પરફ્યુમ્સ કમ્પાઉન્ડ, ફ્રેગ્રેસ મસ્ક, મસ્કઝાઇલીન, યારાયારા જેવા ફ્રેગ્રેસ સાથેવાઇટ ઓઇલમાં મેળવવામાં આવે છે.

 ત્યારબાદ આ રીતે બનેલ કમ્પાઉન્ડમાં અગરબત્તીને ભીજવવામાં આવે છે. જેથી આ અગરબત્તી કમ્પાઉન્ડને એબ્સોર્બ કરે છે. પછીથી કાંડીને સૂકવીને પેકીંગ કરી લેવામાં આવે છે. જેથી અગરબત્તી તૈયાર થાય છે.

ન્યુ ટેકનોલોજી ઇન અગરબત્તી: સુપર એબસોર્બન્ટ પોલી એક્રાઇલીક એસિડ બેઝઅગરબતી પરફ્યુમ્સ એબસોર્બન કેપેસીટી ધરાવે છે. તેના કારણે આ અગરબત્તી ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે. સાથે પોલી એક્રાઇલીક એસિડ હાઈજીનીક પ્રોપર્ટી ધરાવે છે. તેના કારણે માખી, મચ્છર, કે જીવાત દૂર ભાગે છે.

વોટર બેઝ અગરબતી: વોટર સોલ્યુબલ પોલી એક્રાઇલીક એસિડ, વોટર સોલ્યુબલ પરફ્યુમ્સ, અને પાણીનો ઉપયોગ કરી વોટર બેઝ અગરબતી બનાવી શકાય છે.

ગુગળ ધૂપ: ર્ભસસૈૅર્રચિ સેહિચ આ એક જાતની વનસ્પતિમાંથી ઉત્પન્ન થતો ગુંદર જ છે. જે ગરમીને કારણે પિગળીને બહાર આવે છે. તેને ગુગળ કહેવાય છે. તેનો ધૂપ તરીકે તેમજ આર્યુવેદ મેડીસીન તરીકે ઉપયોગમાં લેવાય છે.

લાઈસન્સ: આ ઉદ્યોગ એક કુટિર ઉદ્યોગ હોય, લાઈસન્સ ઓથોરીટીઝની જરૂરત રહેતી નથી.

Tags :