ક્લાઈમેટ ચેન્જની ગતિને મંદ કરતી જુવાર, બાજરી અને ડાંગરની ખેતી
- એન્ટેના - વિવેક મહેતા
- સિસ્ટમ ઓફ રાઈસ ઇન્ટેન્સિફિકેશનની પદ્ધતિથી ડાંગરની ખેતીથી અંતર ઓછા મિથને ઓછા પ્રમાણમાં છૂટે છે
ક્લાઈમેટ ચેન્જ માટે વાતાવરણમાં ભળતો કાર્બન ડાયોક્સાઈડ જવાબદાર છે. વાહનોના ચાલવાથી, ઔદ્યોગિક એકમોના ચાલવાથી, કોલસા અને લિગ્નાઈટ જેવા પદાર્થોથી વીજળી પેદા કરવાને પરિણામે વાતાવરણમાં જંગી પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ભળે છે. ક્લાઈમેટ ચેન્જને પરિણામે એકાએક વરસાદ કે એકાએક દુકાળ પડવાની અથવા ઓચિંતી ઠંડી કે ગરમી વધી જવાની સમસ્યા થાય છે. તેની અસર હેઠળ પાક નિષ્ફળ જવાનું જોખમ વધે છે. તેથી ખેડૂતોએ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા પાક એટલે કે જુવાર, બાજરી, રાગી, કઠોળ અને ડાંગરનો પાક લેવાનું ચાલુ કરી દીધું છે. આ પાક વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાનું અને જમીનમાં ભેળવી દેવાનું કામ કરે છે. આ રીતે ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયાને પણ ધીમી પાડવામાં મદદરૂપ બને છે.
બીજું, જુવાર અને બાજરી કે પછી રાગીના છોડમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિપરીત વાતાવરણમાં પણ જુવાર, બાજરી ને રાગીનો છોડ તેનું અસ્તિત્વ ટકાવવાને સમર્થ છે. જંતુના હુમલા સામે રક્ષણ કરવાની ક્ષમતા પણ વધારે છે. ત્રણેય પાક માટે જંતુનાશકો કે રાસાયણિક ખાતર પણ વધુ જરૂર પડતી નથી. તેથી ખેતી કરવાનો ખર્ચ ઓછો આવે છે. બીજીતરફ તેનું બજાર મૂલ્ય ઊંચે જઈ રહ્યું હોવાથી ખેડૂતોને તેના થકી વધારાની આવક થાય છે.
સિસ્ટમ ઓફ રાઈસ ઇન્ટેન્સિફિકેશનની પદ્ધતિથી ડાંગરની ખેતી કરવાની પદ્ધતિમાં એક જ બીજ રોપવામાં આવે છે. બે બીજ વચ્ચે વધુ જગ્યા રાખવામાં આવે છે. તેમ જ ઓછા પાણીનો વપરાશ કરવામાં આવે છે.
પરિણામે ડાંગરમાંથી છૂટતો મિથને નોર્મલ કરતાં ઓછો છૂટે છે. આ રીતે ડાંગરની ખેતી કરવાથી ડાંગરની ઉપજમાં ૫૦ ટકાનો વધુ છે. ખેડૂતનો ખર્ચ ઓછો થાય છે અને આવકમાં વધારો થાય છે. ડાંગરની ખેતી કરવાની આ પદ્ધતિને સરકાર વધુ પ્રમોટ કરી રહી છે. તેને માટે જ સરકારે નેશનલ મિશન ફોર સસ્ટેઈનેબલ એગ્રીકલ્ચર ચાલુ કર્યું છે. ટૂંકમાં ઇન્નોવેટિવ ક્રોપ અને ટકાઉ ખેતી પદ્ધતિને અપવાવવાથી ખેડૂતોને અને વાતારવણ બંને માટે ફાયદાકારક સાબિત થશે. તેનાથી ક્લાઈમેટ ચેન્જની ગતિ પર બ્રેક લાગશે અને ખેડૂતોની આવકમાં વધશે.