જુદાજુદા કાયદાઓ હેઠળ રચાયેલા નિયમનકારી સતામંડળમાં ગ્રાહકોની જાગૃતિ અનિવાર્ય
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- પ્રવર્તમાન સમયમાં “Water Regulatory Commission” કાર્યરત કરવાની જરૂરિયાત
- ઓપ્ટીક ફાઇબરને કારણે મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી સંદેશા વ્યવહારમાં/ડિજીટાઇઝેશનમાં ક્રાંન્તિ આવી છે
Regulatory Authority - નિયમનકારી સતામંડળનો અભિગમ મોટાભાગે ગ્રાહકોને સેવા પુરી પાડતી સંસ્થાઓ (Utilities) સક્ષમ સ્વરૂપે અને વિશ્વનીયતાથી સેવાઓ પુરી પાડવામાં આવે તે માટેનો છે. આર્થિક ઉદારીકરણ, વૈશ્વીકરણ, ખાનગીકરણ (Economic Liberalisation) ના યુગમાં Regulatory Regime લાવવાનો આશય સરકારનો નિયંત્રણમાંથી સ્વતંત્ર સ્વરૂપે નિર્ણય લેવા માટેની સ્વાયતતા - આદર્શ દાખલો લેવો હોયતો દેશના ઈલેક્ટ્રીસીટી બોર્ડ મોટા પાયે ખોટ કરતા અને તેને કારણે વીજ ઉત્પાદન કે વીજ પુરવઠો અપેક્ષિત સ્વરૂપે પુરો પાડી શકતો ન હતો.
બીજું કે વીજદર નક્કી કરવાનું Mechanism (Determination of Tariff) પારદર્શક ન હતું બલ્કે રાજ્ય સરકારની મંજુરી સિવાય વીજદરમાં વધારો કરી શકતો ન હતો અને મોટા ભાગે Cost to serve નો અભિગમ અથવા તો વીજળી મફતમાં આપવામાં આવે તો તેના સાપેક્ષમાં બોર્ડને રાજ્ય સરકારે સબસીડી સમયસર આપવી જોઈએ અથવા ન આપવાના અભિગમને કારણે દેશના વિદ્યુતબોર્ડ મોટા પાયે ખોટ કરતા ૧૯૧૦ના ઈલેક્ટ્રીસીટી એક્ટમાં ૩% નફો કરવા માટેનું ધોરણ હતું પરંતુ વિદ્યુતબોર્ડના કાર્યક્ષમ વહિવટના અભાવે અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે વિદ્યુતબોર્ડની ખોટમાં દિનપ્રતિદિન વધારો થતો ગયો સાથોસાથ Transmission and Distribution Loss પણ વધારે હોવાથી બોર્ડની આર્થિક સ્થિતિ નબળી હોવાની સાથોસાથ ગુણનાત્મક વિજપુરવઠો પુરો પાડી શકાતો ન હતો, ગુજરાત સિવાયના અમુક રાજ્યોમાં તો વર્ષો સુધી ગામોનું વિજળીકરણ પણ થયેલ ન હતું સમગ્ર દેશ માટે વીજળી ક્ષેત્ર મહત્વનું અને અગત્યની યુટીલીટી હોવાને કારણે દ્રષ્ટાંત સ્વરૂપે ઉલ્લેખ કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા વિદ્યુત બોર્ડોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતાં સૌ-પ્રથમ ૧૯૯૮માં દરેક રાજ્યોમાં Electricity Regulatory Commission (GERC) વિદ્યુત નિયમનકારી નિયંત્રકની રચના કરવાનો કાયદો ઘડવામાં આવેલ અને તે અનુસાર ગુજરાત જેવા રાજ્યમાં અગ્રતાના ધોરણો રચના કરવામાં આવેલ, આ કરવાનો મુળભુત ઉદ્દેશ વીજદર નક્કી કરવાનું કામ Regulatory Commission ને સ્વતંત્રપણે આપવામાં આવ્યું અને બિનરાજકીય ધોરણે દર નક્કી કરવામાં આવે તે મુળભુત આશય છે.
સાથોસાથ કમિશનમાં જે અધ્યક્ષ અને સભ્યોની નિમણુક કરવામાં આવે તેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના પરામર્શથી કરવાની છે જેથી યોગ્ય સ્વરૂપે પ્રોફેશનલ્સની નિમણુક થાય. બીજું કે દરેક વીજ વિતરણ કંપનીઓએ અને વીજ ઉત્પાદન, વીજ પ્રવહન કંપનીઓએ તેમની વાર્ષિક Revenue Requirement સાથે દર વર્ષે ટેરીફ પીટીશન રેગ્યુલેટરી કમિશન સમક્ષ કરવાની હોય છે. જેમાં વીજ કંપનીઓની કાર્યક્ષમતા અને વાર્ષિક વીજલોસ (AT&C) કેટલો ઘટાડો કરવામાં આવશે અને O&M કેટલો ખર્ચ અને કાર્યક્ષમતાના ધોરણો Performance Parameter) સાથે અરજી કર્યા બાદ કમિશન જાહેર નોટીસ આપી જાહેર જનતાને જે વાધા સુચનો હોય તે રજુ કરવાની તક આપવામાં આવે છે અને વીજ ગ્રાહકો અને ગ્રાહક સબંધી સંસ્થાઓને પણ સાંભળવાની તક આપવામાં આવે છે. આમ વીજ કંપની દરખાસ્ત અન્વયે વીજદર જે નક્કી કરવામાં આવે છે તેમાં પારદર્શક સ્વરૂપે ગ્રાહકો જેટલી જાગૃતતા દાખવે તેટલી વીજદર નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે. ૨૦૦૩ના વીજ કાયદા મુજબ દરેક ગ્રાહકોને Reliable and Uninterrupted Power with Competitive rate આપવાની જોગવાઈ છે. ગુજરાતના વીજક્ષેત્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગામડામાં જ્યોતિગ્રામના માધ્યમથી 24x7 કલાક વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે અને ગુજરાતનું વીજક્ષેત્ર કંપનીકરણ થયા બાદ ખોટ કરતું નથી. અમો જ્યારે વીજ વિતરણ કંપનીના (UGVCL/DGVCL) મેનેજીંગ ડીરેક્ટર હતા ત્યારે સમગ્ર દેશમાં A+ વીજવીતરણ કંપની તરીકે ઊર્જા મંત્રાલયના એવોર્ડ મળ્યા છે. જાણકારી મુજબ મોટાભાગે દર વર્ષે ગુજરાતની વીજ કંપનીઓ દેશની અન્ય વીજ કંપનીઓ કરતાં અગ્રેસર રહે છે. જે ધોરણ Sustainability સ્વરૂપે જાળવવું જરૂરી છે.
વિદ્યુત ક્ષેત્રનું Regulatory Mechanism તરીકે દ્રષ્ટાંત એટલા માટે આપવામાં આવ્યું કે સમગ્ર દેશમાં મહતમ વસ્તીને અને સામાજીક અને આર્થિક દ્રષ્ટિએ સ્પર્શતી બાબત છે. આજ રીતે મોટાભાગની વસ્તીને સ્પર્શતા બે ક્ષેત્રો છે, જેમાં Telecom Regulatory Authority and GAS Regulatory Authority છે. એક જમાનામાં ટેલીફોનની સેવાઓ લેવી તે ગૌરવપ્રદ અને Status Symbol ગણાતું અને તે માટે P&T કે BSNL Monopoly વિભાગ ગણાતો Communication ક્ષેત્રમાં Satellite માધ્યમથી ક્રાંન્તિ આવતાં Mobile Communication / Optic Fiber ને કારણે મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી સંદેશા વ્યવહારમાં / Digitalization માં ક્રાંન્તિ આવી છે. પરંતુ Mobile Operatorsbtk Spectrumlt Modeથી અધિકારો મેળવવામાં બિનતંદુરસ્ત હરિફાઈને કારણે Mobile સેવામાં ઘણીવાર વિક્ષેપો આવે છે, જેના કારણમાં Mobile Operators દ્વારા જે સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જોઈએ તે થતું નથી. Telecom Regulatory Authority Grievance Redressal Mechanism fu Determination of Tariff માં જેટલી પારદર્શકતા હોવી જોઈએ તેટલી નથી અને તેના કારણે ગ્રાહકોને મોબાઈલ કે ઈન્ટરનેટ સેવા જે Dedicated સ્વરૂપે મળવી જોઈએ તે મળતી નથી. ભારત સરકારે Digitizationlu Mission ModeÚ લેવામાં આવેલ છે ત્યારે તમામStake Holdersને દેશના દરેક ભાગમાં કાર્યક્ષમ રીતે Network / Connectivity મળે તે માટે કામગીરી કરવી જરૂરી છે અને તે માટે સરકારી તંત્ર સાથે ગ્રાહકોની પણ એટલી જાગૃતતા જરૂરી છે.
વિજળી, ટેલીફોન બાદ જો વધુમાં વધુ વસ્તીનું Coverage હોય તો તે ગેસનું છે જેમાં Domestic Gas / Vehicle / Commercial Gasનો સમાવેશ થાય છે, આ ક્ષેત્રને નિયમન કરવા માટે એક જમાનામાં GAIL - Gas Authority of India Ltd હતું અને આજે પણ છે. પરંતુ હવે જે Private Players ને પણ જ્યારે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ગ્રાહકોને વ્યાજબી ભાવે (Domestic Subsidy) મળે તે અગત્યનું છે.
આ બધી Utility સાથે સૌથી અગત્યની આવશ્યક સેવા હોય તો પીવાનું પાણી છે. જે રાજ્યની જવાબદારીમાં આવે છે. ખરેખર તો ૨૧મી સદીમાં Water is giving to Scarce Commodity હાલ જેમ વીજક્ષેત્રમાં યોગ્ય વીજદર ન હોવાને કારણે જે સ્થિતિ સર્જાયેલ તે પાણીમાં પણ મોટાભાગે મ્યુનિસીપાલીટીઓ / કોર્પોરેશનના ગ્રામપંચાયતો જે પાણી પુરવઠો પુરો પાડે છે તે કોઈપણ Utility માટે સેવાનું ક્ષેત્ર ગણવામાં આવે છે, પરંતુ Cost to serve (પડતર કિંમત)ના સિધ્ધાંત અનુસાર પાણીના દર પણ વસુલ કરવા જોઈએ. ભારત સરકારે Water Regulatory Commission - પીવાના પાણી સાથે અન્ય ઉપયોગ માટે પણ કમિશન રચવા જણાવેલ છે. પરંતુ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે કાર્યરત નથી. તમામ Utilityની સેવાઓ ગ્રાહકો / ઉપભોક્તા તરીકેની સક્રિયતા ઉપર નિર્ભર છે.