મિક્સ્ડ અને કોમ્પોઝીટ સપ્લાય બાબતે પરિપત્ર
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદો આકરો બનાવવાનો અને પછી વારંવાર સરકાર પરિપત્રો આપીને સ્પષ્ટતાઓ કરશે. વેરાના દર બાબતનો વિવાદ ખૂબ જ મોટો છે જ્યારે એક કરતા વધુ માલ કે સેવા કે બન્નેનો સપ્લાય એક સાથે કરવામાં આવે. GST કાયદા હેઠળ કોમ્પોઝીટ સપ્લાય અને મિકસ્ડ સપ્લાય બાબતે વ્યાખ્યા આપવામાં આવી છે.
તેને અનુસંધાનમાં જ્યારે કોઈ સપ્લાયના વ્યવહારમાં કેવી શરત છે તેને પ્રમાણે સપ્લાયનો પ્રકાર ગણવામાં આવશે અને તે પ્રમાણે સપ્લાય ઉપર વેરાનો દર લાગશે. આ બાબતે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. ક્રમાંક ૨૦૧/૧૩/૨૦૨૩- GST તારીખ ૧.૮.૨૦૨૩ જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.
કલમ ૨(૩૦)
કોમ્પોઝીટ સપ્લાયની વ્યાખ્યા કલમ ૨(૩૦)માં આપવામાં આવી છે જેના પ્રમાણે કોમ્પોઝીટ સપ્લાય તેને ગણાશે જે સપ્લાય ટેક્ષેબલ વ્યક્તિ કોઈ રેસિપિયન્ટને આપે છે જેમાં માલ અથવા સેવા અથવા બન્ને અથવા માલ કે સેવા બન્નેનો કોઈ પણ કોમ્બીનેશન હોય અને તે નેચરલી બન્ડલ્ડ હોય અને સામાન્ય રીતે એક બીજા સાથે જોડાણમાં સપ્લાય ગણાશે અને માલનો જે દર હશે તે દર તમામ બીલની રકમ ઉપર લાગશે.
કલમ ૨(૭૪)
મિકસ્ડ સપ્લાય એટલે બે અથવા તેથી વધુ માલ અથવા સેવા અથવા બન્ને અને તમામ સપ્લાયનો અવેજ પણ એક છે અને તે કોમ્પોઝીટ સપ્લાય નથી.
પરિપત્રની ચોખવટ
પરિપત્ર દ્વારા સરકારે સિનેમા હોલમાં અપાતા ખાણી-પીણી બાબતે ચોખવટ કરી છે કે સિનેમા હોલમાં આવનાર ગ્રાહક જે ખાવાનુ ખરીદીને લે છે તેની ઉપર સિનેમા હોલની ટિકિટ પ્રમામે GST નો દર લાગે કે તે રેસ્ટોરન્ટ સર્વિસ ગણાય કે કેમ પેરા ૩.૧માં રેસ્ટોરન્ટ સર્વિસ કોને કહેવાય તેનુ વર્ણન કર્યું છે અને સરકારના મતે ખાવાના સ્થળ (eating joint) નો ખૂબ વિશાળ વ્યાપ ગણાય તેમ પ્રસ્થાપિત કર્યું છે. પરિપત્રમાં આવા વ્યવહારને રેસ્ટોરન્ટ સર્વિસ તરીકે ઓળખવા માટે એમ ખુલાસો કર્યો છે કે આ તમામ ખાણી-પીણીની સેવા લેવી વૈકલ્પિક હોય છે અને સિનેમા એક્સિીબીશનની સેવા ઉપર આધારીત નથી.
તેવા જ કિસ્સામાં રેસ્ટોરન્ટ સર્વિસ ગણાશે. જે કિસ્સામાં સિનેમા ટિકિટ અને ખાવાનુ ભેગુ વેચાશે તો આ વ્યવહાર ઉપર સિનેમા ટિકિટ ઉપર લાગતો દર ગણાશે.