...ચિપ્સ વીનાનું AI .
ઇન્ડિયાના એક સ્ટાર્ટઅપ ઝીરોહ લેબે આઇઆઇટી મદ્રાસ સાથે મળીને કોમ્પેક્ટ AI સિસ્ટમ બનાવીને મોંઘા જીપીયુના બદલે સામાન્ય સીપીયુનો ઉપયોગ કરીને એઆઇ મોડલ બનાવી શકાય તેવું સંશોધન કર્યું છે. ઇન્ટેલ અને એએમડી જેવી કંપનીઓએ તેનું ટેસ્ટીંગ કરેલું છે. આ નવી સિસ્ટમના કારણે ડેવલોપર્સને તે પરવડશે અને નવા સંશોધનોને ચાન્સ પણ મળશે. જેના કારણે નવા એઆઇ પ્રોજેક્ટ માટે એનવિડીયા જેવી કંપની પાસેથી ચીપ્સ ખરીદવી નહીં પડે.
30મીથી GPT-4 ની જગ્યાએ GPT-4o
30 એપ્રિલથી OpenAI ના GPT-4 જગ્યાએ GPT-4o આવી રહ્યું છે. માઇક્રોસોફ્ટના ટેકાવાળા જીપીટી ફોરના ફેરફાર બાબતે ગઇકાલના અપડેટમાં જણાવ્યું હતું. ટૂંકમાં ડેવલોપર્સ માટે OpenAI જીપીટી 40 સાથે સંકળાયેલું બની જશે. GPT-4o માં કેટલાક નવા ફેરફાર જેવાંકે પ્રોબલેમ સોલ્વીંગ જેવી સિસ્ટમનો ઉમેરો પણ હશે.
થોરીયમ આધારીત રીયેક્ટર
થોરીયમ ફ્યૂઅલ આધારીત સ્મેાલ મોડયુલર રીએક્ટર બનાવવા મહારાષ્ટ્રની સરકારે રશિયાની રોઝાટોમ કંપની સાથે એમઓયુ કર્યા છે. મુખ્યપ્રધાન ફડનવીસે મેક ઇન મહારાષ્ટ્રનો કોન્સેપ્ટ આગળ વધાર્યો છે. મહાજીનકો,રોઝાટોમ એનર્જી, મિત્રા અને ગ્લોબલ ટેકનોલોજી સાથે રહીને પ્રોજેક્ટ કરશે. મુખ્યપ્રધાને કહ્યું છેકે ભારત સરકારે અમલીકરણ વખતે સલામતીના તમામ પગલાં લેશે.