- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડિવિઝનલ કમિશનરની જગ્યાઓ ઉપસ્થિત કરવી જરૂરી
- ગુજરાતમાં ૧૯૬૪માં રાજ્યમાં ડીવીઝનલ કમિશનર હતા અને તે તેમના કાર્યક્ષેત્ર હેઠળના કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઉપર નિયંત્રણ ધરાવતા હતા
ગતાંકથી ચાલુ ઃ-
આપણે શ્રેણીબધ્ધ તબક્કાવાર લોકાભિમુખ કોલમના માધ્યમથી ગુજરાતમાં 'તાલુકો' વહિવટના એકમ તરીકે Govt. service delivery system સરકારી સેવાઓ માટેની વ્યવસ્થા તરીકે કેટલું મહત્વ ધરાવે છે તેની વિસ્તૃત સમજ વાંચકો સમક્ષ રજુ કરી છે. જેને તમામ વર્ગો તરફથી (All Stake Holders) વિશાળ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે. આપણે ગત લેખમાં ખાસ કરીને તાલુકામાં પંચાયત વહિવટ અને તાલુકાઓના અસમતુલિત વિકાસ અંગે આલેખન કરવામાં આવેલા હવે તાલુકો પ્રજાની આકાંક્ષા અને અપેક્ષાઓ પુરી કરવામાં માળખાકીય સુધારા, સત્તાનું વિકેન્દ્રિકરણ ઘીનીયર્ચૌહ ર્ક ર્ૅુીજિ, તેમજ તાલુકાની મુખ્ય પ્રવાહની મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને અને અન્ય કઈ સરકારી સેવાઓ તાલુકા કક્ષાએ આપી શકાય તે અંગે જાણકારી મેળવીએ અગાઉ જણાવ્યું તેમ સરકારે 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો'નો અભિગમ સ્વીકાર્યો છે. સરકારે અગાઉ જે પ્રાન્ત અધિકારી અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટનું કાર્યક્ષેત્ર સરેરાશ પાંચ કે છ તાલુકા હતા, તેને બદલે હવે ફક્ત બે તાલુકાના પ્રાન્ત અધિકારી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ વ્યારા પ્રાન્તમાં સાત તાલુકા હતા, અમો પ્રાન્ત અધિકારી પાલનપુર હતા ત્યારે પાંચ તાલુકા અમારા કાર્યક્ષેત્ર હેઠળ હતા, અમો ચોરાસી પ્રાન્ત સુરત હતા ત્યારે તે સુરત સીટી પ્રાન્ત હતો ફક્ત પલસાણા તાલુકો તેમા હતો. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા બે તાલુકાના પ્રાન્ત ડે. કલેક્ટર નિમવાનો આશય, તાલુકા કક્ષાએ સરકારના તમામ વિભાગોનું અસરકારક સંકલન અમલીકરણ થાય તે છે. જેમાં તાલુકા સંકલન અને આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે અને તેવા જ પ્રકારની અન્ય સમિતિઓના અધ્યક્ષ તરીકે તાલુકા કક્ષાએ ડે. કલેક્ટર કક્ષાના અધિકારી ઉપલબ્ધ થાય. ગુજરાતમાં મહેસુલી કચેરીઓ સિવાય અન્ય કચેરીઓનું જીેર્મગિૈહર્ચૌહ તાબા હસ્તક રહેવાને બદલે ફીિૌબચન સબંધિત વિભાગનું નિયંત્રણ છે. દા.ત. કાર્યપાલક ઈજનેર / નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, પાણીપુરવઠા વિભાગ, આરોગ્ય, શિક્ષણ તમામ કચેરીઓના અધિકારી, સુપ્રિટેન્ડીંગ એન્જીનીયર, ચીફ એન્જીનીયર કે સચિવના નિયંત્રણ હેઠળ છે અને અન્ય રાજ્યોમાં જેમ કલેક્ટર જીલ્લાના વહિવટી વડા તરીકે સરકારના અન્ય વિભાગો તેમના નિયંત્રણ હેઠળ છે તેવું નથી. ફક્ત જીલ્લા સંકલન સમિતિના વડા તરીકે અધ્યક્ષ છે.
વહિવટી નિયંત્રણ નથી. એક સમયે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને એસપીના ખાનગી એહવાલ સીઆર લખવાની સતા હતી અને પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બદલી કરવાની સતાઓ હતી. આ બધું ફીિૌબચન સીધા વહિવટી વિભાગની લ્લૈીચચિબિરઅ આઈજી / ડીજીપીને સતાઓ છે. એટલે જે અસરકારકતા હોવી જોઈએ તે નથી.
વધુમાં અગાઉ પેટા વિભાગના ડે. કલેક્ટર / આસીસ્ટન્ટ કલેક્ટરને (પ્રાન્ત)ને જમીન મહેસુલ કાયદા અન્વયે હક્કપત્રકની નોંધો જો કાયદાથી વિરૂધ્ધ પ્રમાણિત કરવામાં આવી હોય તો પ્રાન્ત અધિકારી કલમ ૧૦૮(૬) હેઠળ ર્જીેર્ર્સા સ્વમેળે રીવીઝનમાં લેતા હતા અને જમીન મહેસુલ અધિનિયમની કલમની જોગવાઈઓ પ્રમાણે પેટાવિભાગના પ્રાન્ત અધિકારી કલેક્ટરની સતાઓ જે વિષય અનામત રાખ્યો હોય તે સિવાય તમામ સતાઓ વાપરી શકે છે. ૧૯૮૯થી ખોટા અર્થઘટનને કારણે મહેસુલી હક્કપત્રકની નોંધો, હુકમો સ્વમેળે ર્જીેર્ર્સા ઇીપૈર્જૈહમાં લેવાતી સતા ફક્ત કલેક્ટર પાસે હોવાના કારણે કલેક્ટરને સમયસર કાર્યવાહી કરવાનો સમય નથી. જેથી અગાઉ જેમ સતાઓ ડે. કલેક્ટર ભોગવતા હતા તેમ તાત્કાલીક અસરથી સરકારે કાયદો સુધારીને પણ સતાઓ સુપ્રત કરવી જોઈએ. આજ રીતે ડે. કલેક્ટરને જમીન મહેસુલ અધિનિયમની કલમ-૩૭ હેઠળ સાર્વજનિક હેતુ અને ખાસ કરીને ગામતળ નીમ કરવા, સ્મશાન વિગેરે નીમ કરવાની સતાઓ હતી, તે તબદીલ કરવી જોઈએ.
સાથોસાથ જમીન મહેસુલ નિયમોના વહિવટી હુકમ નં.-૩ અન્વયે અન્ય સરકારી વિભાગોને જાહેર હેતુ માટે જમીન તબદીલ કરવાની સતાઓ જે હાલ કલેક્ટર પાસે છે તેને બદલે પ્રાન્ત અધિકારીને સુપ્રત કરવી જોઈએ. આ કરવાથી પાણી પુરવઠા, રસ્તા, આરોગ્ય કેન્દ્રો, સબસ્ટેશનો, નગરપાલીકા / મહાનગર પાલીકાઓને સાર્વજનિક હેતુ માટે ઝડપથી જમીનો ઉપલબ્ધ થશે. આજ રીતે ગણોતધારા હેઠળ નાયબ કલેક્ટર જમીન સુધારા કલેક્ટર કચેરીમાં કલમ-૭૪/૭૬ હેઠળ રીવીઝન / અપીલના અધિકારો છે તે પ્રાન્ત અધિકારી આમ તો ભોગવી શકે છે તેમને તબદીલ કરવાથી નિર્ણયોમાં ઝડપ આવશે. ગુજરાતમાં ૧૯૬૪માં રાજ્યમાં ડીવીઝનલ કમિશનર હતા અને તે તેમના કાર્યક્ષેત્ર હેઠળના કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઉપર નિયંત્રણ ધરાવતા હતા, કલેક્ટરના હુકમો વિરૂધ્ધ ડીવીઝનલ કમિશનર સમક્ષ રીવીઝન / અપીલ થતી હતી, તે રદ કરવાથી હાલ સચિવ અપીલ્સ મહેસુલ વિભાગ, અમદાવાદ આ સતાઓ ભોગવે છે તેના બદલે રાજ્યના મુખ્ય ચાર ભાગો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ આમ ચાર ડીવીઝનલ કમિશનરની જગ્યાઓ ઉપસ્થિત કરવામાં આવે તો, કલેક્ટર ઉપરનું નિયંત્રણ, અપીલીય કેસો અને સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ અસરકારક થાય. ડીવીઝનલ કમીશનર સચિવ કક્ષાના અધિકારી હોવા જોઈએ જેથી સરકારની તમામ સતાઓ અને પ્રતિનિધી તરીકે હાલ જે તમામ દરખાસ્તો સરકાર કક્ષાએ જાય છે તેના બદલે ઘીનીયર્ચૌહ ર્ક ઁર્ુીજિ આપીને અમલીકરણ કરાવી શકાય તેજ રીતે ડીવીઝન હસ્તકના તમામ જીલ્લા / તાલુકાઓની વિકાસલક્ષી દરખાસ્તો અને તમામ વિભાગોનું નિયંત્રણ તેમના હસ્તક હોવું જોઈએ અને દર ત્રણ માસે મુખ્ય સચિવ કક્ષાએ સમિક્ષા થાય તો હાલ જે સચિવાલય / ખાતાના વડા કક્ષાએ બધી મંજુરીઓ મેળવવામાં સમય જાય છે તેમાં ઘટાડો થાય. ડીવીઝનલ કમિશનરની જગ્યાઓ આપણે મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને મહારાષ્ટ્ર રાજ્ય છે તેમાં છે.
આપણા અન્ય પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છે અને તમામ ઉત્તર અને પુર્વ અને દક્ષિણના રાજ્યોમાં પણ છે. હાલ જે સચિવ અપીલ્સ હસ્તક ચાર સચિવ કક્ષાની જગ્યાઓ છે તે રદ કરીને ડીવીઝનલ કમિશનર કરવાથી વહિવટમાં ચોક્કસપણે નિર્ણયો અને અમલીકરણમાં ધાર્યા પરિણામો મેળવી શકાય. તાલુકા કક્ષાના અધિકારીઓને પ્રજાને સ્પર્શતા મુદ્દાઓની / મંજુરીઓની સતાઓ આપી શકાય તેના ઉપર પ્રાન્ત અધિકારી, કલેક્ટર, જીલ્લાવિકાસ અધિકારીનું અસરકારક સુપરવીઝન / ઈન્સપેક્શન કરવાથી અસરકારકતા પણ વધશે.
(ક્રમશઃ)


