- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ખેડૂત ખાતાવહીને 'Revenue Title'નો દસ્તાવેજ તરીકે માન્ય રાખવાની કાયદાકીય જોગવાઈ જરૂરી
- જમીન / મિલ્કતના વ્યવસ્થાપન માટે જમીન મહેસુલ મુળભુત કાયદાનું સ્ત્રોત છે
જમીન / મિલ્કતના વ્યવસ્થાપન માટે જમીન મહેસુલ મુળભુત કાયદાનું સ્ત્રોત છે. પાયાની દ્રષ્ટિએ જમીન મહેસુલ ઉઘરાવવા માટેનું વ્યવસ્થાતંત્ર અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાનના અમલમાં લાવવામાં આવેલ. ત્યારબાદ ૧૯૦૮માં આ કાયદામાં પ્રકરણ-૧૦એ જે હાલ આ કાયદાનું મુખ્ય હાર્દ છે તે Record of Rights હક્કપત્રકના નિયમો છે. આમ તો આ વ્યવસ્થાને પણ ફેરફારનું રજીસ્ટર Mutation Register યાને ગામનો નમુનો નં-૬ તરીકે મહત્વ ધરાવે છે.
જેથી કોઈપણ જમીન મિલ્કતમાં વેચાણ, તબદીલી, વહેંચણી, વારસાઈ, બોજો વિગેરેની કાર્યવાહી થાય ત્યારે તેની નોંધણી કરવામાં આવે છે અને આ નોંધોની Presumptive Value માન્યતા આધારિત મુલ્ય વધુ સ્પષ્ટ કરવામાં આવે તો આ વ્યવહારો વિરુધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી માન્ય રાખવામાં આવે છે.Unless Contrary Proved અને કોઈપણ વાદ વિવાદ થાય તો સીવીલ કોર્ટને હક્ક પ્રસ્થાપિત કરી આપવાની સતા છે.
અને તે આધારે હક્કપત્રકમાં ફેરફાર થાય છે. હવે જે હક્કપત્રકમાં નોંધ કરવામાં આવે છે. ખાસ કરીને વેચાણ / ખરીદી / વહેંચણી વિગેરેના કિસ્સામાં. ત્યારે નોંધ પ્રમાણિત અધિકારીએ ખાત્રી કરવાની છે કે ખેતીની જમીન ખરીદનાર ખેડુત ખાતેદાર છે કે કેમ અને ગુજરાતમાં ગણોતધારાની કલમ-૬૩ હેઠળ કોઈપણ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની મંજુરી સિવાય ખેતીની જમીન ખરીદી શકતો નથી. રાજ્ય સરકારે ખેડુત ખાતેદાર માટે જમીન ખરીદતી વખતે અથવા તો ખેતીની જમીન બિનખેતીમાં ફેરવતી વખતે અથવા તો નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવાના પ્રસંગે ૧૯૫૧થી હક્કપત્રકની નોંધો અને હવે છેલ્લા ૨૫ વર્ષની નોંધોની ખરાઈ કરવાની સુચનાઓ આપી છે.
પરંતું આની પાછળનો મુળભુત હેતુ જમીન ધારક ખેતીની જમીન ધરાવવા માટે પાત્રતા ધરાવે છે અને તે માટે અગાઉના વ્યવહારો Revenue Titleની ચકાસવાના ભાગરૂપે કરવામાં આવે છે. અગાઉ ખેડુત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ પણ કરવામાં આવેલ પરંતુ તે મેળવવામાં અનેક ગેરરીતીઓ થતી હોવાનું ધ્યાને આવતાં હવે તેના આગ્રહના બદલે જુદી રીતે ચકાસણી ખરાઈ કરવાના પરિપત્રો મહેસુલ વિભાગ દ્વારા તા. ૮/૪/૨૦૨૫થી કરવામાં આવેલ છે અને આ કરવામાં રાજ્યસરકાર સરળીકરણ કર્યાનું જાહેર કરે છે અને સરકારે શા માટે જ્યારે ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવાના તબક્કે અથવા જમીન નવીશરતની પરવાનગીના તબક્કે આ ચકાસણી કરવાનો આગ્રહ કરે છે.
ખરેખર તો મહેસુલ વિભાગની આ નિરંતર પ્રક્રિયા છે. અગાઉ હક્કપત્રકની RTS ટીમ હતી અને તે દરેક મહેસુલી ગામોની નોંધોની ચકાસણી કરતી, જેથી ગેરકાયદેસર નોંધો પ્રમાણિત કરવામાં નિયંત્રણ રહેતુ અને આજે પણ વેચાણ વ્યવહારના તબક્કે કાયદેસરતાની ચકાસણી કરવી અનિવાર્ય છે પરંતું એક યા બીજા કારણોસર અગાઉની નોંધોનો આધાર લઈ બિનખેડુત વ્યક્તિઓની નોંધો મંજુર થાય છે અને જ્યારે વિલંબિત સ્વરૂપે નોંધ રીવીઝનમાં લેવામાં આવે ત્યારે સમય મર્યાદાના મુદ્દા ઉપર હાઈકોર્ટ જુદા નિર્ણયો આપે છે.
ઉપર્યુક્ત પુર્વભુમિકા એટલા માટે આપવામાં આવી કે છેવટે હક્કપત્રકની નોંધો કે બિનખેતીમાં ફેરવવા કે નવીશરતની જમીનોની પરવાનગી વખતે મહેસુલી ટાઈટલની ખરાઈ કરવાની છે અને તે પણ ખેતીની જમીનનો ધારક ખરેખર ખેડુત ખાતેદાર છે કે કેમ, અગાઉ મહેસુલ વિભાગ દ્વારા રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ અંતર્ગત વાર્ષિક ખેડુત ખાતેદાર પાસેથી જમીન મહેસુલ ઉઘરાવવાના ભાગરૂપે ખેડુત ખાતાવહી આપેલ અને તેમાં જુની પધ્ધતિ પ્રમાણે ખાતેદારે ધારણ કરેલ ૮અ મુજબની જમીન, વસુલ કરવા પાત્ર મહેસુલની રકમ હતી અને આ ખેડુત ખાતાવહી મામલતદાર દ્વારા આપવામાં આવતી અને દર વર્ષે તલાટી તેમાં નોંધ કરી આપતા.
આમ આ ખાતાવહી જે તે સમયે મહેસુલ ઉઘરાવવા માટેનો એક દસ્તાવેજી પુરાવો હતો. અમો જ્યારે ચોર્યાસી પ્રાન્ત સુરત હતા ત્યારે સેટલમેન્ટ કમિશનરના અધિકારીઓ સાથે નવીન ખેડુત ખાતાવહીનો નમુનો ઘડેલ અને રાજ્યસરકારને આ ખેડુત ખાતાવહીને કાયદાનું સ્વરૂપ આપીને ખેડુત ખાતેદાર મહેસુલી તંત્રનો ઓસીયાળો (ઘીૅીહગીહા) ન બને તે માટે સુચન કરેલ અને તે આધારે રાજ્યસરકારે જમીન મહેસુલ અધિનિયમમાં હક્કપત્રકના પ્રકરણ-૧૦'ક' પછી ૧૦'ખ' ખેડુત ખાતાવહીનું પ્રકરણ ઉમેરીને કલમ-૧૩૫એલથી એસ. ઉમેરીને ખેડુત ખાતાવહીને કાયદેસરના દસ્તાવેજનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે મુજબ ખેતીની જમીનનો ધારકનું જમીનનું ક્ષેત્રફળ (ર્લ્લનગૈહય) અને આ ખાતાવહીમાં જ્યારે કોઈપણ જમીનની તબદીલી કે ફેરફાર થાય તો તલાટીએ આ ખાતાવહીમાં નોંધ કરી આપવાની છે એટલે ખાતેદારે ઉતારા લેવાની ભાંજગઢ ન રહે અને આ દસ્તાવેજને દારપણાના દાખલા તરીકે (Solvency Certificate) પણ માન્ય રાખવાની જોગવાઈ કરેલ છે.
સાથોસાથ દર વર્ષે તલાટીએ દરેક ખેડુત ખાતેદારને ૭ટ૧૨ના ઉતારાની નકલ વિનામુલ્યે આપવાની જોગવાઈ કરેલ છે. આમ 'ખેડુત ખાતાવહીને' ખેડુત ખાતેદાર તરીકેનો કાયદેસરનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમાં હવે તલાટીને બદલે ઈ-ધરા મામલતદાર કચેરીમાં જે ફેરફાર થાય છે તેની નોંધ મહેસુલી તલાટી મારફત કરાવવી જોઈએ, જેથી રાજ્યસરકારના મહેસુલ વિભાગે તા. ૮/૪/૨૦૨૫ના ઠરાવથીRight to Revenue Title ylu Legal Occupancy Certificate મેળવવાની જે કાર્યપધ્ધતિ નક્કી કરી છે તે એક વહિવટી પ્રક્રિયા કરવામાં આવી છે. અને તેમાં ખેડુત ખાતેદારે અરજી કરવાની છે Process fee ભરવાની છે જ્યારે રાજ્યસરકારે ખેડુત ખાતાવહીને જમીન મહેસુલ અધિનિયમમાં પ્રકરણ-૧૦'ખ' ઉમેરીને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
તે સાચા ખેડુત ખાતેદારોને રાજ્યસરકારે સ્વમેળે આપવી જોઈએ જેથી ખેડુત ખાતેદારને મહેસુલી કચેરીઓમાં ઓશીયાળા થઈને કાયદેસરના ખાતેદાર હોવા છતાં મહેસુલી ટાઈટલના ખરાપણા અંગે ધક્કા ખાવા ન પડે.
હાલનો ખેડુત ખાતાવહીનો નમુનો છે અને જે જમીન મહેસુલ અધિનિયમમાં પ્રકરણ૧૦'ખ' માં કાયદાકીય જોગવાઈ કરી છે તેમાં 'ખેડુત ખાતાવહીને જમીન મહેસુલ ટાઈટલ અને કાયદેસરનો ખેતીની જમીનનો ધારક' તરીકેની જોગવાઈ ઉમેરવામાં આવે તો મહેસુલ વિભાગે ૮/૪/૨૦૨૫ના વહિવટી હુકમથી Revenue Title એક પ્રક્રિયાના ભાગરૂપે લેવાની જોગવાઈ કરી છે તે ઉક્ત કાયદાકીય ફેરફાર કરવાથી તમામ પ્રક્રિયાઓ જેવી કે, વેચાણ, તબદીલી, વારસાઈ, વહેંચણી, ખેતીની જમીનનું બિનખેતીમાં ફેરફાર, RERAની મંજુરી, નવીશરતની જમીન જુની શરતમાં ફેરવવી, ખેડુતને લોન લેવાની બાબતમાં, દારપણા અંગે જેવી તમામ બાબતોથી 'Revenue Titleની' મળવાથી તમામ પ્રક્રિયાનું સરળીકરણ થશે.


