Get The App

ખેતીની જમીન બિનખેતીમાં (NA) ફેરવવા જમીન મહેસુલના ઉદ્દેશ વિરૂધ્ધ હાઉ (Hype)

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ખેતીની જમીન બિનખેતીમાં (NA) ફેરવવા જમીન મહેસુલના ઉદ્દેશ વિરૂધ્ધ હાઉ (Hype) 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- બિનખેતીની પરવાનગી ફક્ત જમીન મહેસુલ કરવાની ઔપચારીકતા

- હાલ હક્કપત્રકનું અને જમીન મહેસુલનું તમામ રેકર્ડ કૉમ્પ્યુટરાઈઝ કરી, Online ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે

ગુજરાત રાજ્યમાં બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન મુંબઈ પ્રાન્ત (Bombay Province) માટે ઘડાયેલ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ આજે પણ અમલમાં છે. 

આ કાયદાનો મૂળભુત ઉદ્દેશ જમીનના વ્યવસ્થાપન સાથે જમીન મહેસુલ વસુલ કરવાની પાયાની વ્યવસ્થા અને જમીન ઉપરના કબજેદારોના હક્કની જાળવણી (Record of Rights) અને કોની પાસેથી કેટલું જમીન મહેસુલ વસુલ કરવું તે માટેની જમીન મહેસુલ અધિનિયમમાં જોગવાઈ છે. આ કાયદામાં પ્રકરણ-૧૦ જેને Record of Rights હક્કના પત્રક તરીકે ઓળખાય છે તે ૧૯૦૭માં ઉમેરવામાં આવેલ અને તે પણ વેચાણ, તબદીલ, બોજો, વારસાઈ, વહેચાણ થાય એટલે કે કબજેદારના હક્કમાં ફેરફાર થાય તેની નોંધ કરવાની છે અને હક્કપત્રકમાં જે નોંધ પ્રમાણિત થાય તેની અસર નમુના નં-૭માં એટલા માટે આપવાની છે કે, જમીન મહેસુલ કોની પાસેથી વસુલ કરવાનું છે અને હક્કપત્રકમાં જે ફેરફાર થાય છે તેમાં પાયાનો સિધ્ધાંત એ છે કે, વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી તે વ્યવહાર માન્ય રાખવાનો છે. 

Cardinal Principle is “Unless Contrary Proved” - એટલે કે હક્કપત્રકની નોંધોની Presumptive Value ફક્ત Fiscal Purpose - માન્યતા આધારીત નાણાંકીય જમીન મહેસુલ પુરતી સિમિત છે. જ્યારે જમીનના હક્ક / માલીકીપણા અંગે વિવાદ ઉભો થાય તો નક્કી કરી આપવાની સતા ફક્ત સીવીલ કોર્ટને છે અને તે ચુકાદા મુજબ હક્કપત્રકમાં ફેરફાર થાય છે. 

આમ આ પુર્વભુમિકા આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જમીન મહેસુલ કાયદો, જમીનના નિયમન સાથે મુખ્યત્વે જમીન મહેસુલ વસુલ કરવાનો છે કારણ કે જે તે સમયે રાજ્યનું મુખ્ય આવકનું સાધન જમીન મહેસુલ હતું અને તે આવક ઉપર રાજ્યનું શાસન ચાલતું હતું.

હવે આજના લેખનો મુખ્ય વિષય છે ખેતીની જમીન બિનખેતીમાં ફેરફાર કરવાના હાઉ (Hype) અને તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લાના મહેસુલી તંત્ર કલેક્ટર સહિત જે ગેરરીતીમાં E.D. Enforcement Director દ્વારા કાર્યવાહી થઈ ત્યારે જમીન મહેસુલ કાયદામાં બિનખેતી પરવાનગીને જે કાયદાના ઉદ્દેશ વિરૂધ્ધ અને જમીન ધારકના કાયદેસરના હક્કના અથવા પરવાનગીમાં ભ્રષ્ટાચારનું મુખ્ય માધ્યમ બનાવી દીધું છે.

 તે પરત્વે જાહેર જનતાને અને સબંધકર્તાઓનું ધ્યાન દોરવું / માહિતગાર કરવા વાંચકો તરફથી મોટાપાયે રજુઆતો આવતાં જનહિતમાં બિનખેતીની જોગવાઈઓ અંગે વર્ણન કરું છું.

જમીન મહેસુલ અધિનિયમની કલમ-૬૫માં ખેતીની જમીનનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનો થાય ત્યારે કલેક્ટરની પરવાનગી લેવાની જોગવાઈ છે. આ પરવાનગીનો મુળ ઉદ્દેશ ખેતીની જમીન માટેનો જે આકાર Assessment જમીન મહેસુલ નક્કી કરવામાં આવ્યું હોય તેના બદલે બિનખેતીધારો - NA Assessment અને તેના ઉપર વિશેષ ધારો - Conversion Tax નક્કી કરવાની જોગવાઈ છે. 

આમ આ પ્રક્રિયા ફક્ત ઔપચારિકતા છે અને ખેતીવિષયક મહેસુલના બદલે બિનખેતી વિષયક મહેસુલ વસુલ કરવા માટેની ફક્ત જોગવાઈઓ હોવા છતાં આ પ્રક્રિયાનો મોટો હાઉ પેદા કરવામાં આવ્યો છે. એક તબક્કે કલમ-૬૫ હેઠળ બિનખેતીની પરવાનગી કલેક્ટરની લેવામાં ન આવી હોય તો પણ કલમ-૬૬ હેઠળ બિનખેતીનું કૃત્ય નિયમબધ્ધ કરવાની જોગવાઈ છે અને તે પણ આકાર એટલે કે જમીન મહેસુલના આકારના ૨૦ પટ્ટ - શછ ચજજીજજસીહાની રકમ લઈને જો બાંધકામના નિયમો પ્રમાણે બાંધકામ પ્રમાણે હોય તો નિયમબધ્ધ કરવાની જોગવાઈ છે. આમ મ્ર્હચ-કૈગી કબજેદાર હોય જમીન નવી શરતના નિયંત્રણોવાળી ન હોય. હાલ ય્ઘભઇના નિયમો મુજબ બાંધકામ હોયતો એક તબક્કે કલમ-૬૫ હેઠળની બિનખેતીની પરવાનગી લેવામાં ન આવી હોય તો પણ બિનખેતીનું કૃત્ય કલમ-૬૬.૬૭ હેઠળની જોગવાઈઓ મુજબ નિયમબધ્ધ કરી શકાય છે.

જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ ઘડાયો ત્યારે બ્રિટીશ શાસન વ્યવસ્થામાં આ કાયદાની જોગવાઈઓના અમલીકરણ માટે તમામ સતાઓ કલેક્ટર પાસે હતી. જેમ જેમ વિકાસની પ્રક્રિયા / શહેરીકરણનો વ્યાપ થતાં તેમજ ઔદ્યોગિક / રહેણાંક / વ્યાપારિક હેતુ માટે બિનખેતીના હેતુ માટે જમીનોના ઉપયોગમાં વ્યાપ વધતાં આયોજીત વિકાસ થાય તે માટે ગુજરાત જેવા રાજ્યમાં મહાનગરપાલીકા / નગરપાલીકા / શહેરી વિકાસ / વિસ્તાર વિકાસ મંડળો - ટાઉન પ્લાનીંગ એક્ટ-૧૯૭૬ તેમજ તે હસ્તક બાંધકામ માટે સમગ્ર રાજ્ય માટે ર્ભસર્સહ - ય્ઘભઇ બનાવવામાં આવ્યા છે અને તે મુજબ ટાઉન પ્લાનીંગ અધિકારીએ બાંધકામના નકશા મંજુર કરવા માટે સતાઓ આપવામાં આવી છે. 

એટલે કે હવે કલેક્ટર દ્વારા બાંધકામના નકશા મંજુર કરવાની જરૂરિયાત નથી. પરંતું રાજ્ય સરકારના મહેસુલ વિભાગે વહિવટમાં કહેવાતા સરળીકરણના ઉદ્દેશ સાથે બિનખેતીની અને નવી શરતની કલેક્ટરની મંજુરી ઓન-લાઈન કરવામાં આવી છે અને તે સાથે જે દસ્તાવેજો રજુ કરવાના છે તે ર્ંહનૈહી ેંૅર્નચગ કરવાના છે અને કલેક્ટર દ્વારા જમીનનું ટાઈટલ ્ૈાની ફીિૈકઅ કરવાના ભાગરૂપે-૧૯૫૧થી તબક્કાવાર હક્કપત્રકની નોંધો નમુના નં-૭, હદમાપણી વિગેરે બાબતોની ખરાઈ કરવા માટેના માર્ગદર્શક પરિપત્રો છે. 

તાજેતરમાં મહેસુલ વિભાગે સરળીકરણ કરવાના ભાગરૂપે છેલ્લા પચ્ચીસ વર્ષના દસ્તાવેજોની ખરાઈ કરવા માટે અસંદિગ્ધ સુચનાઓ આપી છે. પરંતું આ પરિપત્રમાં જે વિવેકાધીન બાબતો જણાવી છે તેના લીધે મહેસુલી અધિકારીઓ દ્વારા મનફાવે તેમ જમીન અંગેના ટાઈટલ વેરીફીકેશન કરવામાં આવી રહ્યું છે. 

હાલ હક્કપત્રકનું અને જમીન મહેસુલનું તમામ રેકર્ડ કૉમ્પ્યુટરાઈઝ કરી, ર્ંહનૈહી ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. તેમ છતાં અરજદારો પાસે માંગવામાં આવે છે. મહેસુલી અધિકારીઓએ જે ઘણા વર્ષો પહેલાં હક્કપત્રકની નોંધ પ્રમાણિત કરવામાં આવી હોય તેમ છતાં લાંબાગાળા બાદ પણ નોંધ રીવીઝનમાં લેવાની હોવાથી અથવા ખેડુત અને બિનખેડુતના મુદ્દા ઉપર બિનખેતીની અરજીઓ નામંજુર કરવામાં આવે છે.

 સરકાર જણાવે છે કે ઈચજી ર્ક ર્ઘૈહય મ્ેજૈહીજજ અથવા તો સરળીકરણના પરિપત્રો બહાર પાડવામાં આવે છે. પરંતું વાસ્તવિક સ્વરૂપે બિનખેતીની પરવાનગી કાયદાની જોગવાઈ ફક્ત ઔપચારિકતા હોવાનું અને મુળભુત ઉદ્દેશ જમીન મહેસુલ વસુલ કરવાની જોગવાઈથી વિપરિત સ્વરૂપે હાઉ પેદા કર્યો છે બિનખેતીની પરવાનગીના વિવિધ પાસાં અને શા માટે આ જોગવાઈ અપ્રસ્તુત છે અને પ્રજાહિતમાં શું કરવાપાત્ર છે તે આગામી લેખમાં વિવરણ કરીશું.

ક્રમશઃ