Get The App

ગુણવત્તાયુક્ત જીવન માટે બિનઆયોજિત વિકાસ માનવ અસ્તિત્વ માટે જોખમકારક

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
ગુણવત્તાયુક્ત જીવન માટે બિનઆયોજિત વિકાસ માનવ અસ્તિત્વ માટે જોખમકારક 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જ્યારે બિનઆયોજીત વિકાસની વાત કરીએ તો તેમાં શહેરોના આડેધડ વિકાસની સાથે ઔદ્યોગિકરણને કારણે જે પ્રદુષણ થાય છે અને તેની સામે એવો દાવો કરવામાં આવે છે કે ઔદ્યોગિક રોકાણ થાય છે અને આટલી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે

- દેશના ૧૦ પ્રદુષિત શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ

ચાર્લ્સ ડાર્વીનના પ્રતિપાદિત Evolution of species and survival of fittest - 'ઉત્ક્રાંતિવાદ' સિધ્ધાંત માનવજીનની તબક્કાવાર પ્રગતિની સાથે પડકારોનો સામનો કરવાનો દિશાનિર્દેશ છે. વિશ્વમાં ૧૪મી સદીથી થયેલ બદલાવને 'નવજાગૃતિ' તરીકે ૧૪૫૩માં કોન્સન્ટીનોપલના પતન બાદ Fall of Constantinopalelu Renaissance તરીકે ઓળખવામાં આવે છે. અને તે બાદ ભૌગોલિક શોધખોળો અને વૈજ્ઞાનિક સંશોધનો - Geographical Discoveries - Scientific Inventions તરીકેના યુગને / સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળાથી વૈજ્ઞાનિક અભિગમ અને Rational  તર્કસંગત વિચારોને સ્થાન મળ્યું અને ઔદ્યગિક ક્રાન્તિની શરૂઆત થઈ માનવશક્તિને બદલે યંત્રવત (Man to Machine) બળના ઉપયોગના કારણે ભૌતિકવાદ (Materialism) અને ઉપભોગકતાનો સમાવેશ થયો. આ બધી જ બાબતો માનવજીવનની સુખાકારી તરીકે ગણવામાં આવે છે. ચોક્કસપણે માનવીની Lifestyleમાં બદલાવ આવ્યો, સુખસગવડો વધી. પરંતું ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસની પ્રક્રિયામાં કુદરતી સમતુલા (Natural Balance) ન જાળવવાના કારણે આજે જે વૈશ્વિક પ્રશ્નો જેવાં કે, તાપમાનમાં વધારો Global Warming, Climate Change હવામાનમાં ફેરફાર, પ્રદુષણ (Pollution) કુદરતી અને માનવસર્જીત આફતો વિગેરે બૃહદ પ્રશ્નો માનવજીવનને પ્રતિકુળ અસરકર્તા છે અને તેની અસર વિપરીત સ્વરૂપે થવા માંડી છે. વર્ષો પહેલાં Malthus દ્વારા જણાવવામાં આવેલ કે જો તમે કુદરતને સાથે રાખી સપ્રમાણ રાખી વિકાસની ગતિ ન રાખો તો કુદરત તેનો રાહ અપનાવશે. Nature will take its own course કારણકે કુદરતી સંશોધનો, જમીન, પાણી, હવા, ખોરાક જે માનવ અસ્તિત્વ માટે અગત્યનું છે તેનું અસાધારણ સ્વરૂપે શોષણ અને ગેરઉપયોગ કરવામાં આવે છે.

આ બધાજ પ્રશ્નો વૈશ્વિક કક્ષાએ મોટા ભાગના વિકસિત દેશો, વિકાશશીલ કે અલ્પવિકસિત દેશો કોઈને કોઈ સ્વરૂપે સામનો કરી રહ્યા છે. UNO - United Nations Organization’s જેવી સંસ્થાઓ કોઈકને કોઈક સ્વરૂપે દિશાનિર્દેશ આપે છે કે વૈશ્વિક કક્ષાએ સેમીનાર / સંધી / પ્રોટોકોલ્સ - Treaties વિગેરે માધ્યમોથી ઠરાવો / નિર્ણયો કરવામાં આવે પરંતું તેનો લક્ષ્યાંકો પ્રમાણે અમલ થતો નથી અને અમલવારી માટે કોઈ સાધન નથી. આપણા દેશ અને રાજ્યના પરિપ્રેક્ષ્યમાં આ વિષયો અંગે ચર્ચા કરીએ તો શહેરીકરણ / ઔદ્યોગિકરણ જે બિન આયોજીત સ્વરૂપે થયું છે તેના પરિણામ સ્વરૂપે પ્રતિકુળ અસરો પહોંચી છે. તાજેતરમાં દિલ્હીમાં જે અસાધારણ વરસાદ થવાથી પાણીના નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થયા, મુંબઈમાં પણ અતિવરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાના અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે મધ્યમ અને નાના શહેરોમાં પણ બિનઅયોજીત વિકાસ સાથે આડેધડ બાંધકામ અને દબાણોના કારણે કુદરતી રીતે જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી. આ બધાના પાયામાં શહેરીકરણની વ્યાપકતા સાથે પુર્વ આયોજનના અભાવે, બિનઅધિકૃત બાંધકામો, કુદરતી વહેણ (Natural Water Course) નદી તળાવોના Catchmentમાં રૂકાવટ, દબાણ અને Climate Changeના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાથી વરસાદી Patternમાં બદલાવ આવ્યો છે જેથી અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે અથવા તો વરસાદમાં અનિયમિતતા છે જ્યારે શહેરોમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટર, પાણી, રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ અપેક્ષિત ધોરણે પુરી પાડી શકાતી નથી ત્યારે વરસાદી પાણીના નિકાલ અંગે Storm Water ના નિકાલની વ્યવસ્થા હોતી નથી. તેનું પણ કારણ એ હતું કે મહાનગરપાલીકા / નગરપાલીકાની પ્રાથમિક જરૂરિયાતોમાં આનો સમાવેશ થતો ન હતો. As this is discretionany function અને કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ કોતર, ખાડી, વહેણ મારફત નદી / તળાવમાં થતો. આજે પણ શહેરમાં પસાર થતી નદીઓ તાપી, નર્મદા, મહિ, વિશ્વામિત્રી, સાબરમતી, આજીમાં ગટરના પાણી વહે છે અને અનધિકૃત દબાણો થવાથી કુદરીત સ્વરૂપે પાણી વહન થતા નથી અને શહેરોમાં અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે ત્યારે વરસાદી ગટરોના અભાવે અને વહન કરવાની ક્ષમતાના અભાવે નિકાલ થતો નથી. આ પરિસ્થિતિ દેશ અને રાજ્યના મોટાભાગના શહેરોની વિશ્વકક્ષાએ Resilience of City આફત મુક્ત શહેરો તેવા અભિગમ છે અને સંસ્થાકીય રીતે જોઈએ તો રાષ્ટ્રીય કક્ષાએ National Disaster Management Authority અને રાજ્યકક્ષાએ પણ State Disaster Management Authority છે. પરંતું આ બધામાં Multi-level Authority હોવાને કારણે એકબીજા ઉપર ઢોળવામાં આવે છે. દા.ત. પાયાની સુવિધાઓ આપવાની જવાબદારી મહાનગરપાલીકા / નગરપાલીકાની છે પરંતું તેમાં રાજ્યનું સિંચાઈ વિભાગ, મહેસુલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ આવે. જેથી Holistic Planning કરીને લાંબાગાળાના આયોજનના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવું જરૂરી છે. કારણકે આના અભાવે જનજીવન અસ્તવ્યસ્ત થાય તેની સાથે સ્થાનિક Infrastructureને Loss ઉપરાંત રોગચાળા અને અન્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે. 

જ્યારે બિનઆયોજીત વિકાસની વાત કરીએ તો તેમાં શહેરોના આડેધડ વિકાસની સાથે ઔદ્યોગિકરણને કારણે જે પ્રદુષણ થાય છે અને તેની સામે એવો દાવો કરવામાં આવે છે કે ઔદ્યોગિક રોકાણ થાય છે અને આટલી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. પરંતું આપણા ગુજરાતની જ વાત કરીએ તો સુરતનો હજીરા પટ્ટો, ભરૂચમાં અંકલેશ્વર, દહેજ, ઝગડીયા, વલસાડમાં વાપી, વડોદરામાં નંદેસરી, રણોલી - પી.સી.સી. કોમ્પલેક્ષ, અમદાવાદના વટવા, ઓઢવ, સાણંદ, ચાંગોદર, રાજકોટના આજી તેમજ સુરતનો સચીન, પાંડેસરા, કડોદરા, ઉધના જેવા ભાગોમાં જ્યાં કેમીકલ્સ કે અન્ય ઝેરી પ્રદુષણ યુક્ત ઉદ્યોગ આવેલ છે તેમાં ધોરણસરના Treatmentના અભાવે પર્યાવરણને મોટું નુકસાન થયું છે. આ અંગે અવારનવાર નામાંકિત Agencies દ્વારા Air Quality અને Livability Index ના આંકડાઓ આપવામાં આવે છે. તાજેતરમાં લાન્સેટ જનરલમાં જે આંકડાઓ આપવામાં આવ્યા છે તે મુજબ દેશના ૧૦ શહેરોમાં દૈનિક મોતમાં સાત ટકાનું કારણ પ્રદુષણ બતાવવામાં આવ્યું છે. જેમાં દિલ્હી સૌથી આગળ છે. આમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. આ પ્રદુષણના કારણે અસંખ્ય લોકો અસ્થમાં અને ગંભીર પ્રકારની બિમારીથી પીડાય છે. આ પ્રદુષણમાં વાહન અને ઔદ્યોગિક પ્રદુષણનો પણ સમાવેશ થાય છે. આ બધી સ્થિતિ જોતાં તારણ ઉપર આવી શકાયકે ભુતાન, ન્યુઝીલેન્ડ જેવા દેશો પર્યાવરણ અને Happinessના ભોગે તેઓનો વિકાસ નથી જોઈતો કે જે માનવીના જીવનને જોખમાવે ગુજરાતના એક વાયબ્રન્ટ સમિટમાં ભુતાનના વડાપ્રધાને તેમના પ્રવચનમાં સ્પષ્ટ જણાવેલ કે ભુતાનનું Development Lies in the Happiness of People આપણે વિશ્વની મહાસત્તા આર્થિક  ૃદ્રષ્ટિએ બનવાની દિશામાં પગલાં લઈ રહ્યા છીએ. પરંતું એ એવા ક્ષેત્રો ન હોવા જોઈએ કે જેનાથી પર્યાવરણને નુકશાન થાય અને એવો બિનઆયોજીત વિકાસ ન થાય કે જેનાથી માનવજીવનની ગુણવતાને અસર કરે, આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા છે કે ૨૦૭૦ સુધીમાં આપણે‘O’ Carbon Emission કરીશું. પરંતું તેનું તબક્કાવાર અયોજન સાથે અમલીકરણ જરૂરી છે. આમ વિકાસની દોટની પ્રક્રિયામાં માનવજીવનની ગુણવતાને કેન્દ્રમાં રાખવામાં આવે તે જરૂરી છે.