- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- તાલુકાઓના સમતુલિત વિકાસ માટે નક્કર આયોજન અને અમલીકરણનું ચાલકબળ જરૂરી ગતાંકથી ચાલુ
આપણે લોકાભિમુખ માર્ગદર્શન કોલમના માધ્યમથી શ્રેણીબધ્ધ વિગતવાર લેખોથી બ્રિટીશ શાસન વ્યવસ્થા દરમ્યાન, રાજાશાહીના સમયગાળામાં, Dynasties, મોગલ, મરાઠાના સમયમાં રાજ્ય વહિવટમાં જીલ્લા / પરગણા - તહેસીલ / તાલુકાની રચના અને સમયાંતરે થયેલ પ્રાદેશિક ફેરફારો અંગે જાણકારી મેળવી, કોઈપણ શાસન વ્યવસ્થાનું સંચાલન કેન્દ્રીયકૃત (Centralized) સ્વરૂપે ચાલી શકતું નથી. જેને શાશનનો વિકેન્દ્રિત અભિગમ (Decentralized Administration) કહેવામાં આવે છે. ઋગવેદમાં પણ સભા અને સમિતિથી વહિવટ થતો હતો. આપણા ઘરનો વહિવટ પણ કર્તા તરીકે કોઈ જ્યેષ્ઠ વ્યક્તિથી પરંપરાગત Custom and Usage થાય છે. શાસન વ્યવસ્થાના સરકારના જે જુદા જુદા સ્વરૂપ છે તેમાં રાજાશાહી / Monarch અને લોકશાહી જે એરીસ્ટોટેલે વ્યાખ્યાતિ કરેલ, તે બધી સરકારોના સ્વરૂપ કરતાં શ્રેષ્ઠ છે. પરંતું તેની સફળતાનો આધાર લોકોની સક્રિયતા/ ભાગીદારી ઉપર છે.
કોઈપણ શાસન વ્યવસ્થાનો આધાર તેના શાસકો અને વહિવટકર્તાઓ ઉપર છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં મુંબઈ પ્રેસીડન્સીનો ગુજરાતનો વિસ્તાર, કાઠીયાવાડ - સૌરાષ્ટ્ર અને કચ્છ તે હાલનો ભૌગોલિક વિસ્તાર છે. રાજ્ય સરકારે સમયાંતરે જીલ્લા / તાલુકાઓની રચના કરેલ છે. આજના લેખમાં વહિવટી વ્યવસ્થામાં 'તાલુકાને' - વહિવટના અગત્યના એકમ તરીકે વર્ણન કરવાનું છે. છેલ્લે રાજ્યસરકારના મહેસુલ વિભાગે ૧૭ તાલુકાઓની રચના કરતાં હવે રાજ્યના ૩૦૮ તાલુકાઓનું સંખ્યાબળ થાય છે. વહિવટી વ્યવસ્થા પ્રમાણે તાલુકાના મુખ્ય અધિકારી વડા તરીકે મામલતદાર છે. (Head of the Taluka) જેને જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ની જોગવાઈ હેઠળ નિમણુંક કરવામાં આવે છે. જે એકમાત્ર અધિકારી છે કે, જે કાયદાકીય પીઠબળ સાથે નિમણુંક થાય છે. સાથોસાથ ક્રિમીનલ પ્રોસીઝર કોડ CRPC - ન્યાય સંહિતા હેઠળ એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કલમ-૨૦ હેઠળ સતાઓ ધરાવે છે. પરંતું કાયદાકીય જોગવાઈઓ મુજબ રાજ્યસરકારના નિયંત્રણ હેઠળ તેઓ જીલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટર (પ્રાન્ત)ના તાબાના (Subordinate) અધિકારી તરીકે ફરજ બજાવે છે. જમીન મહેસુલ અધિનિયમ તેમજ અન્ય કાયદાઓમાં મામલતદારની ફરજો સ્પષ્ટ કરવામાં આવી છે. કારણકે સરકારના કાયદા અને નિતીનિયમોનું પાલન કરવાની જવાબદારી તાલુકા કક્ષાએ મામલતદારની છે. આઝાદી / સ્વતંત્રતા મળી ત્યાં સુધી કલ્યાણકારી રાજ્યનો અભિગમ ન હતો પરંતું નિયમનકારી Regulating અભિગમ હતો. ૧૯૫૧માં Community Development Program ભારત સરકારે બ્લોક કક્ષાએ શરૂ કરવાનો અભિગમ શરૂ કર્યો, જે કોઈ મોટો તાલુકો હોય તો એકથી વધારે પણ બ્લોક હતા. ભારતના બંધારણમાં માર્ગદર્શક સિધ્ધાંતો મુજબ ગ્રામપંચાયતોની સ્વશાસનની સંસ્થાઓ શરૂ કરવાનો દિશા નિર્દેશ હતો, તેના ભાગરૂપે દેશમાં સૌ પ્રથમ ૧૯૫૬માં પંચાયતી રાજ શરૂ કરવાનો શ્રેય રાજસ્થાનને જાય છે. ગુજરાતમાં બળવંતરાય મહેતાની પંચાયતી રાજ સમિતિની ભલામણો અનુસાર ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ ઘડવામાં આવ્યો અને તે અંતર્ગત ત્રિસ્તરીય પંચાયતી રાજ જીલ્લા, તાલુકા અને ગામ અમલમાં આવ્યું. તે પહેલા અંગ્રેજો સમયનો Bombay Local Self Government Act - ૧૯૨૦ હેઠળ જીલ્લા લોકલ બોર્ડ કાર્યરત હતા, જે પંચાયતી રાજ અમલમાં આવતા તેમાં Merge - ભેળવવામાં આવ્યા અને તે મુજબ તાલુકા પંચાયતના વડાને તાલુકા વિકાસ અધિકારી તરીકે ઓળખવામાં આવે છે આમ ૧૯૬૧થી તાલુકા વિકાસ અધિકારી - પંચાયત અને વિકાસની કામગીરી માટે પ્રસ્થાપિત થયા. આમ ગુજરાતમાં તાલુકા કક્ષાએ મહેસુલી અને નિયમનકારી કામગીરી માટે મામલતદાર તાલુકાના વડા તરીકે અને વિકાસની કામગીરી માટે મામલતદાર તાલુકાના વડા તરીકે અને વિકાસની કામગીરી માટે તાલુકા વિકાસ અધિકારી. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તેમજ નિયમનકારી વ્યવસ્થા માટે તાલુકા કક્ષાનું પોલીસ સ્ટેશન જે હવે મોટા ભાગે પોલીસ ઈન્સ્પેક્ટરના વડપણ હેઠળ સંચાલન થાય છે. આ મુખ્યત્વે તાલુકા કક્ષાની કચેરીઓ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિભાગની તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત હોય છે.
ઉપર જણાવ્યું તેમ ત્રિસ્તરીય શાશન વ્યવસ્થામાં તાલુકો મહત્વનું સ્થાન ધરાવે છે. અગાઉ મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરામાં સીટી મામલતદારની જગ્યાઓ હતી જેને મુખ્યત્વે મેજીસ્ટ્રીયલ અને વસુલાતની કામગીરી હતી. પરંતું તાજેતરમાં છેલ્લા દસ વર્ષથી મોટા શહેરોમાં ભૌગોલિક વિસ્તાર પ્રમાણે સીટી મામલતદારની જગ્યાઓ ઉપસ્થિત કરી સીટી તાલુકાના દરજ્જા આપવામાં આવ્યા છે.
હવે સૌથી અગત્યની બાબત ઉપર સૌના ધ્યાન ઉપર લાવવી છે કે, કલ્યાણ રાજ્યની સ્થાપના કરવામાં રાજ્યના તમામ તાલુકાઓમાં નિયમનકારી વ્યવસ્થામાં (Regulatory Function) સમાનતા છે. પરંતું રાજ્યના અમુક તાલુકાઓમાં વિકાસની અસમાનતા છે જેમાં વિકાસના ફળ અપેક્ષિત ધોરણે પહોંચેલ નથી. જેને સમતુલિત વિકાસ ગણાય. દા.ત. અમદાવાદથી વાપી અને અમદાવાદથી રાજકોટને Golden Corridor ગણાય છે. કે જે મોટા શહેરો સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને બાજુ છે. જ્યારે અંબાજીથી શરૂ કરીને ડાંગ સુધીનો પુર્વીય પટ્ટી આદિવાસી અનુ. જનજાતીની વસ્તી ધરાવતા વિસ્તારો છે. ગુજરાતની ફરતે ૧૬૦૦ કિ.મી. દરિયો - ઉંમરગામથી -ઓખા સુધીનો છે. કચ્છના ભૌગોલિક વિસ્તાર રાજ્યના કોઈપણ જીલ્લા કરતાં વધારે છે. આ પરિપ્રેક્ષ્યમાં અગાઉ રાજ્ય સરકારે રીઝર્વ બેન્કના માજી ગવર્નર આઈ. જી. પટેલને તાલુકાઓનું પછાતપણું નક્કી કરી વિકાસની ભલામણો માટે નિયુક્ત કરેલા, તે આધારે કેટલા વર્ષો સુધી પછાતપણું Identify થયું પરંતું અપેક્ષિત ધોરણે કામ ન થયું. પાછળથી કાલગી સમિતિ બનાવવામાં આવી, તેઓએ પણ રાજ્યના ૩૨ જેટલા અતિપછાત તાલુકાઓ Identify કર્યા પરંતું હજુ સુધી રાજ્યના અમુક અસમતુલિત તાલકાઓનો વિકાસ અપેક્ષિત ધોરણે થયેલ નથી તે હકિકત છે. અત્યારે વિકાસની પ્રક્રિયામાં Human Development Index – HDIને એક Indicator તરીકે માનવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શિક્ષણ અને આરોગ્યના મુખ્યત્વે માપદંડો છે. પરંતું સર્વગ્રાહી વિકાસ - Integrated Developmentનો અભિગમ નથી. પ્રવર્તમાન નિતીનિર્ધારકો અને વહવિટકર્તાઓએ સમતુલિત વિકાસની વાતો કરવામાં આવે પરંતું વિકાસના ઝોકનું ચાલકબળ રાજકીય ઈચ્છાશક્તિ ઉપર જાય છે. વહિવટકર્તા / અમલદારોની ફરજ રાજ્યના શાસકોનું ધ્યાન દોરવાની ફરજ છે કે, રાજ્યના કુદરતી સંશાધનો અને નાણાંકીય વહેંચણી વિકાસની પ્રક્રિયાના ફળ છેવાડાના વ્યક્તિને મળે “Unto the last” તે પ્રકારનું આયોજન કરવા અંગુલીનિર્દેશ કરું છું. જેને દ્રષ્ટાંત સ્વરૂપે જણાવું તો - બહેંચરાજી મંડાલનો મહેસાણા જીલ્લાના વિસ્તારનો વિકાસ ફક્ત રાજકીય ઈચ્છા શક્તિથી થયો છે. જેમાં આપણે જોઈએ તો દેશની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની Multinational Automobile કંપનીઓને કારણે Automobile Hub બન્યું છે. કચ્છમાં ભુકંપ બાદ ભારત અને રાજ્ય સરકારની ઈચ્છાશક્તિને કારણે કચ્છનો અદભુત વિકાસ થયો છે. જ્યારે આજે પણ આજ પ્રકારનું વિકાસનું ચાલકબળ બનાસકાંઠા, અરવલ્લી, હિંમતનગર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, તાપી, ડાંગ થયું નથી. ગુજરાતમાં શહેરીકરણનો વ્યાપ કેન્દ્રિયકૃત વિકાસ (Centralized Development)ના પરિપ્રેક્ષ્યમાં સીટી સર્વે, ટાઉનપ્લાનીંગને તાલુકાના મહેસુલી કાર્યોમાં લોકહિતમાં Integrate સંકલિત કરવાની જરૂર છે. તે સાથે તાલુકાને વિકેન્દ્રિત આયોજન અને વિકાસમાં તેના સ્થાન અંગે આગામી લેખમાં વર્ણન કરીશું. (ક્રમશઃ)


