- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
(ગતાંકથી ચાલુ)
ગુજરાતના ઊર્જાક્ષેત્રમાં કાયદાકીય, માળખાકીય અને જ્યોતિગ્રામના અમલીકરણની પુર્વભુમિકાનું વર્ણન કરવામાં આવેલ, કોઈ પણ વાણિજ્યવિષયક સેવાના (Commercial Utility) Turn around કર્યા બાદ Sustain સાતત્ય જાળવવું જરૂરી છે. દા.ત. ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે Communication ક્ષેત્રમાં જેમ STD/PCOના માધ્યમથી સમગ્ર દેશના ખુણામાં સેવાઓ પુરી પાડેલ, તે ભારતીય સંચાર નિગમ BSNL માળખાકીય ક્ષેત્ર મુજબ હોવા છતાં સ્પર્ધાત્મક ધોરણે Satellite Communicationમાં ગ્રાહકોને જે ગુણવતાના ધોરણે સેવા પુરી પાડવી જોઈએ તે પુરી પાડી શકેલ નથી. ભારતની Public Undertaking નોઆ આદર્શ નમુનો છે. કારણકે એક જમાનામાં વિદ્યુત બોર્ડ પણ ઈજારાશાહી ધોરણે Monopolised Service Sector ગણાતું અને લાયસન્સ રાજનો અભિગમ હતો. હવે ૧૯૯૨ બાદ Generation વીજ ઉત્પાદન ખાનગી ક્ષેત્રમાં થાય છે. તે જ ધોરણે વીજપ્રવહન Transmission અને વીજવીતરણ Distribution પણ ખાનગી ક્ષેત્રમાં લાયસન્સી એરીયા અપાય છે અને ૨૦૦૩ના ઈલેક્ટ્રીસીટી એક્ટનો મુળભુત હેતુ પણ ઉર્જા ક્ષેત્રમાં હરિફાઈનું તત્વ (Competition) લાવવું અને છેવટે ગ્રાહકોને ગુણવતાયુક્ત અને બિનવિપેક્ષિત Quality, Reliable and uninterrupted વીજ પુરવઠા સાથે Affordable and Economical Power આપવો તે મુખ્ય બાબત છે. હવે વીજ ગ્રાહકોની સક્રિયતા અને ભાગીદારી અગત્યની છે. કારણકે વીજદર નક્કી કરવાની જવાબદારી વિદ્યુત નિયમન પંચ પાસે છે. (Electricity Regulatory Commission) અને તેમાં દરેક વીજ કંપનીઓનું વાર્ષિક Revenue અને કાર્યદક્ષતા ધ્યાનમાં લઈ અને સાથોસાથ વીજવ્યય અને ખોટ જેનું માપન હવે AT&C Loss – Aggregate Technical and Commercial Lossને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
હવે જ્યોતિગ્રામની અસરો અંગે ચર્ચા કરીએ તો મૂળભુત આ યોજના ગામતળ (Gavtaon) એટલેકે મહેસુલી / પંચાયતની પરિભાષા પ્રમાણે ગામમાં રહેતાં રહેણાંક વિસ્તાર અને ગામ તળની વિવિધ પ્રવૃત્તિઓ માટે જ્યોતિગ્રામ ફીડરથી 27x4 કલાક વીજપુરવઠો પુરો પાડવાની વિભાવના હતી અને જેજીવાય ફીડર ઉપર ૧૫ ટકાથી ખોટ વધારે (વીજવ્યય) થાય તો સબંધિત ગામનો વીજપુરવઠો નિયંત્રિત કરવાની જોગવાઈ હતી. કારણકે રાજ્યમાં અમુક વય્રૂ JGY Feeder ઉપર ૮૦% થી વધારે દા.ત. બાવળાનો કાંઠ વિસ્તાર, વીરમગામના માંડલ વિસ્તારના ગામો, સુરતના કાંઠા વિસ્તારના ગામો, જામનગરનો બેડી વિસ્તાર વિગેરે. હવે તબક્કાવાર વીજીલન્સ પ્રવૃત્તિ, જીયુવી એનએલના અલગ પોલીસ સ્ટેશન, ટેકનોલોજીના માધ્યમથી દા.ત. Quality meters, Armoured Service Cable, MMB / Sealing, Feeder wise monitoring થી ગુજરાતના જે જીવાય ફીડર ઉપર અમુક ફીડરોને બાદ કરતાં ૧૨ટકાના પ્રમાણમાં ખોટ છે. પરંતું મુળભુત રીતે જેજીવાય યોજનાથી ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થતાં ગામડાઓની વસ્તીમાંથી સ્થળાંતરમાં ઘટાડો, સ્થાનિક વ્યવસાય, ડેરી ઉદ્યોગ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુવિધા, શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટરનું સંચાલન, ગ્રામ પંચાયતની ઓનલાઈન સુવિધાઓ, ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ વિગેરેમાં અને વ્યાવસાયિક રીતે મુખ્ય ચાર રસ્તાઓ, ગામડાઓમાં મીની મોલ /શોપિંગ સેન્ટરોમાં 24 x 7 વીજળીને કારણે આમુલ બદલાવ આવ્યો છે.
હવે જેમ જણાવ્યું તેમ જેજીવાય યોજના ગામતળમાં વીજળી પુરી પાડવાની યોજના હતી અને છે. પરંતું ગામતળ સિવાય જે કુટુંમ્બો ખેતરમાં રહેતા હોય, ગામતળ સિવાય બિનખેતી કરીને વસાહતો ઉભી થઈ હોય, આ ઉપરાંત અન્ય ધંધા રોજગાર હોય ત્યાં ખેત વિષયક ફીડર ઉપર થ્રીફેઝ આઠ કલાક સિમિત વિજપુરવઠો પુરો પાડવામાં આવતો. અમો જ્યારે ઉત્તર ગુજરાત વીજકંપનીના મેનેજીંગ ડીરેક્ટર હતા ત્યારે ગામડાઓના ખેડુતો ખેતરોમાં રહેતા, તેમને જો એગ્રીકલ્ચર કનેક્શન હોયતો મર્યાદિત પોઈન્ટ આપવામાં આવતો. આ અંગે ઉત્તર વીજકંપનીના ઈજનેરોએ SDT – Special Design Transformer પ્રાયોગિક ધોરણે તૈયાર કર્યું જેનાથી સબસ્ટેશનમાં SDT Install કરવાથી ખેતરમાં રહેતા રહીશો માટે પણ આઠ કલાક થ્રી ફેઝ વીજળી બાદ સતત જીૈહયની ઁરચજી વીજળી પુરવઠો મળે તેવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આમ રાજ્યનો કોઈપણ વ્યક્તિ વીજળીની સુવિધા વિનાનો ન રહે તે અભિગમ રહ્યો છે. અમો જ્યારે દક્ષિણ ગુજરાત વીજકંપનીના મેનેજીંગ ડીરેક્ટર હતા ત્યારે એવો નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો કે પોલ્ટ્રી ફાર્મ, ડેરી ઉદ્યોગ વિગેરે ખેતવિષયક સંલગ્ન વ્યવસાયમાં ભળેલો પણ આવે તેવું અર્થઘટન કરીને ખાસ કિસ્સામાં જ્યોતિગ્રામ યોજનામાંથી વીજજોડાણ યોજનામાંથી વીજ કનેક્શન આપવાનો નિર્ણય લીધેલ, રાજ્યમાં બિનખેતી વિષયક વ્યવસાયનો વ્યાપ વધુ હોવાથી અને જેજીવાય ફક્ત ગામતળ સુધી સિમિત હતી, એટલે રાજ્યસરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના ૨૪ જાન્યુઆરી ૨૦૧૭માં એક સર્વગ્રાહી નીતિ ઠરાવ ક્રમાંક જીયુવી-૨૦૧૬/૩૮૮૫ થી ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ નીતિ નક્કી કરવામાં આવી છે. તેમાં સૌ પ્રથમ તો ગામતળ બહાર જો ૧૦ કુટુંમ્બોની વસ્તી હોય તો જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજપુરવઠો આપવો તે જ રીતે ખેતીવિષયક જમીન હોય પરંતું ખેતવિષયક ઉપયોગ થતો ન હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓ /છાત્રાલયો / ઔદ્યોગિક / વાણિજ્ય વિષયક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દા.ત. ર્ર્ખગ ઁર્બિીજજૈહય ેંહૈા, ર્ભનગ ર્જીાચિયી, ડેરી ફાર્મિંંગ, ઝીંગા ફાર્મ, ગૌ-શાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, ચીલીંગ પ્લાન્ટ, મેંગો રાઈપનીંગ આવા તમામ ખેતપેદાશો / કૃષિ વિષયક ઉદ્યોગોને સરકારે જેજીવાય ફીડર ઉપરથી વીજપુરવઠો વીજપુરવઠો પુરો પાડવાનો નિર્ણય કરેલ છે. ફક્ત જુદા જુદા વ્યવસાય માટે શરત એ છે કે દરેક ગ્રાહકે વીજપુરવઠાની લાઈન ટ્રાન્સફોર્મર તેમજ તમામ આનુસાંગિક ખર્ચ તેઓએ ભોગવવાનો થાય અને આ માટે રાજ્ય સરકારે તા. ૨૪-૧-૨૦૧૭ના ઠરાવથી માપદંડો નક્કી કરેલ છે. આમ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો હાલ પર્યાપ્ત સંખ્યામાં માંગના સાપેક્ષમાં વીજપુરવઠો ઉપલબ્ધ હોવાથી કૃષિ વિષયક હેતુ સિવાય ચોવીસ કલાક સાતત્યપુર્ણ પુરો પાડી શકાય છે. આમ ગુજરાતના વિકાસમાં અને નાગરિકોના જીવનધોરણ સુધારવામાં જ્યોતિગ્રામ યોજનાનો સિંહફાળો છે. જો કે દેશના અન્ય રાજ્યોના સાપેક્ષમાં નાગરિકોનું વીજબીલ ચુકવવામાં પણ ઁચઐહય ભેનોિી છે અને વીજવીતરણ કંપનીઓ અને જનરેશન અને ટ્રાન્સમીશન કંપનીઓની નાણાંકીય સ્થિતિ દેશના અન્ય રાજ્યો કરતાં ઘણી સારી છે જે સંસ્થાકીય, માળખાગત બાબતો ઉભી કરવામાં આવી તેને આભારી છે.
ગુજરાતના કૃષિક્ષેત્રમાં જ્યોતિગ્રામ યોજનાના અમલ સાથે કૃષિ વીજ જોડાણો ધારકોને આઠ કલાક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પુરો પાડવાનો નિર્ણય લીધેલ તેનું કારણ રાજ્યના ભૌગોલિક વિસ્તારમાં ભુગર્ભ જળ (ેંહગીયિર્િેહગ ઉચાીિ) ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને ખેડુતોની સરેરાશ જમીનનું ર્લ્લનગૈહય પોષણક્ષમ વિસ્તાર મહત્તમ આઠ કલાક ગણવામાં આવે તો પાકને પર્યાપ્ત હોવાનું તારણ હતું વધુમાં રાજ્યએ માઈક્રો ઈરીગેશન પધ્ધતિથી પાલી ખેત વિષયક હેતુમાટે ઉપયોગ કરવામાં આવે તો આઠ કલાકનો વીજપુરવઠો પર્યાપ્ત હોવાનું જણાવેલ આ વ્યવસ્થા જે તે રાજ્યની પાવર ઉપલબ્ધિના આધારે નક્કી કરવામાં આવેલ, અમોએ રાજ્ય સરકારને ભલામણ કરતાં રાજ્ય સરકારે કૃષિવિદ્યુત યોજના દાખલ કરી અને એગ્રીકલ્ચર ફીડરને જીાિીહયારીહ કરવાથી આઠ કલાક સાતત્યપુર્ણ પુરવઠો મળી રહે તે છે. તમામ ફીડર આ યોજના હેઠળ આવરી લેવામાં આવે તે જરૂરી છે.
સરકારે સુર્યોદય યોજના દાખલ કરી છે અને તે આધારે આગામી વર્ષ સુધીમાં તમામ ફીડર સુર્યોદય યોજના હેઠળ સમાવી લેવામાં આવશે. પરંતું રાજ્યસરકારે અને વીજ કંપનીઓએ હવે જ્યારે વીજપુરવઠો પર્યાપ્ત છે અને કૃષિ વિષયક વીજપુરવઠાનું જે જીબરીગેનૈહય કરવામાં આવે છે. તેમાં સમગ્ર રાજ્યમાં પાક આધારિત વીજપુરવઠો જેટલા સમય માટે જોઈએ તેટલા પુરતો આપી શકાય તે પ્રકારનું ન્ર્ચગ સ્ચહચયીસીહા જેમ જ્યોતિગ્રામ યોજનામાં કરવામાં આવ્યું તેમ કરી શકાય, ફક્ત કૃષિ વિભાગ, સિંચાઈ વિભાગ, ઊર્જા વિભાગની કંપનીઓએ સંયુક્ત પણે તમામ ફીડરોને પાક આધારિત ભર્િૅ ઁચાાીહિ પ્રમાણે વીજપુરવઠો નક્કી કરવામાં આવે તો ખેડુતોને તેમની જરૂરીયાત મુજબનો પર્યાપ્ત વીજપુરવઠો પુરો પાડી શકાય. દા.ત. બાવળા માતરમાં ડાંગરની સીઝનમાં જરૂરીયાત હોય ત્યારે ખેડબ્રહ્મા, દાંતા, વિજયનગર જેવા વિસ્તારોમાં વીજ પુરવઠાની ઓછી જરૂરીયાત હોય આમ આ વ્યવસ્થા કરવાથી કૃષિક્ષેત્રે પણ પર્યાપ્ત વીજપુરવઠો પુરો પાડી શકાશે.


