- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- મહિસાગર જીલ્લાનો નવીન જાહેર કરેલ કોઠંબા તાલુકો રાજાશાહી વખતમાં મહાલ તરીકે ઓળખાતો
- જીલ્લાના વડા તરીકે કલેક્ટર અને તાલુકાના વડા તરીકે મામલતદાર અને આ બંન્ને અધિકારીઓને મળેલી વહિવટી સાથે મેજીસ્ટ્રીયલ સતાઓ
પુર્વ લેખ સંદર્ભ :
આપણે આજ મહિનામાં આ કોલમના બે લેખોના માધ્યમથી શાસન વ્યવસ્થામાં મુંબઈ રાજ્ય, બ્રિટીશ શાસન વ્યવસ્થા, ગુજરાતની ૧/૫/૬૦થી રચના થયા બાદ જીલ્લા/તાલુકાની રચના અંગે વિસ્તૃત માહિતી રજુ કરી છે, તબક્કાવાર ક્રમમાં જીલ્લો, તાલુકો અને ગામ, રાજ્ય પછી વહિવટના ત્રણ એકમો છે. Three Tier Govt. - ત્રિસ્તરીય સરકાર - મહાત્મા ગાંધીના ગ્રામસ્વરાજની વિભાવનાને ભારતના બંધારણમાં રાજ્યના માર્ગદર્શક સિધ્ધાંતોમાં સમાવેશ કરેલ છે. ગાંધીજી જણાવતા કે ગામસ્વરાજ સિવાય દેશની સ્વતંત્રતા અધુરી છે. ૧૯૯૪માં બંધારણમાં ૭૩મા અને ૭૪મા બંધારણીય સુધારાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને કાનુની સ્થાન આપવામાં આવ્યું. (Urban Local Bodies / Gram Panchayat) અગાઉના લેખોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના બૃહદ ગુજરાતમાં સ્થાપના સમયે ૧૭ જીલ્લાઓ હતા. ૧લી જુન ૧૯૬૪માં સુરત જીલ્લામાંથી વલસાડની રચના કરેલ અને ૧લી ડિસેમ્બર ૧૯૬૪માં ગાંધીનગર જીલ્લાની - પાટનગર વિકસાવવાના ભાગરૂપે અમદાવાદમાંથી રચના કરેલ, ત્યારબાદ ક્રમશઃ ૧૯૯૭માં ત્રણ - આણંદ, પાટણ, પોરબંદર, ૨૦૦૭માં સુરતમાંથી તાપી જીલ્લો અને ૨૦૧૩માં - મહિસાગર, અરવલ્લી, ગીરસોમનાથ, દેવભુમી દ્વારકા, નવસારી, નર્મદા, બોટાદ સાત જીલ્લાઓની રચના કરેલ અને તાજેતરમાં ૨૦૨૫માં વાવ - જીલ્લાની બનાસકાંઠામાંથી રચના કરેલ છે. આજ સાથે તાલુકાઓની રચના - પુનઃ રચના સાથે કરવામાં આવેલ, અને તે મુજબ સબંધિત તાલુકાના ગામડાઓનો પણ સમાવેશ નવીન તાલુકાઓમાં કરવામાં આવેલ છે.
ગુજરાતમાં અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન બે ડીવીઝનલ કમિશનર હતા, વડોદરા અને રાજકોટ પાછળથી અમદાવાદ ઉપસ્થિત કરવામાં આવેલ. ૧૯૬૪માં ગુજરાતમાંથી ડીવીઝનલ કમિશનરની જગ્યાઓ રદ કરી મહેસુલી અપીલ / રીવીઝનની સતાઓ સચિવ (અપીલ) મહેસુલ વિભાગને આપવામાં આવી. સૌથી રસપ્રદ બાબત એ છે કે જે જાહેરમાં અને બહુમતી લોકો, શાસકોને ખબર નથી તે એ છે કે, એક તબક્કે ગુજરાત ૧/૫/૬૦થી અલગ કરવાનું હતુ ત્યારે નવીન રાજ્યનું પાટનગર વડોદરા રાખવાનો વિચાર હતો. કારણકે ગુજરાતનું આઝાદી પહેલાનું સૌથી મોટું રાજ્ય વડોદરા હતું અને ગાયકવાડ સરકારની સૌથી મોટી કચેરીઓ હતી અને વડોદરા રાજ્યના દિવાન તરીકે ડૉ. જીવરાજ મહેતા હતા, એટલે સુચન પણ કરવામાં આવેલ, પરંતુ જ્યારે મરાઠી રાજ્ય મહારાષ્ટ્રમાંથી જુદા પડયા હોય અને વડોદરામાં બહુમતી મરાઠી ભાષી લોકોની વસ્તી હોવાને કારણે નવીન રાજ્યની રાજધાની અમદાવાદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો અને પાછળથી ૧૯૬૪માં ગાંધીનગરને પાટનગર તરીકે જાહેર કરવામાં આવ્યું અને ૧૯૬૭માં ગાંધીનગર પાટનગર તરીકે કાર્યાન્વિત થયું. વડોદરામાં રાજ્ય કક્ષાની ખાતાના વડાની ઘણી કચેરીઓ વર્ષો સુધી હતી, જેમાં ગુજરાત વિદ્યુતબોર્ડ (GEB) જે હાલ પણ વિભાજન થતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ (GUVNL) છે, ગુજરાત માધ્યમિક બોર્ડ, મુખ્ય વનસંરક્ષક, ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, ડાયરેક્ટર સ્ટેટ ગાર્ડન, GEDA – Gujarat Energy Development Agency, સરકારી પ્રેસ, સ્ટેટ મ્યુઝીયમ, રાજ્ય ગ્રંથપાલ, આમ અનેક વિધ કચેરીઓ વડોદરા ખાતે વર્ષો સુધી રહી. હવે ગુજરાત ઉર્જાવિકાસ નિગમ સિવાય તમામ કચેરીઓનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થયેલ છે. પરંતું આજે પણ સરકાર હસ્તકના નિગમો વડોદરામાં મુખ્યત્વે છે. જેમાં GSFC, GIPCL, GACL, Ex. IPCL (Reliance) ભારત સરકારનાIOCL, ONGC, Indian Railway, Air force, Army, EME, ગતી શક્તિ યુનિવર્ર્સિટી, વિગેરેના મુખ્ય મથક વડોદરા છે તેનું મુખ્ય કારણ વડોદરાના સર સયાજીરાવની કલ્યાણકારી રાજ્ય શાસન વ્યવસ્થા અને વડોદરા રાજ્યમાંથી ભારતના બંધારણમાં રાજ્યના માર્ગદર્શક સિધ્ધાંતો (Directives Principles of State Policy) અપનાવવામાં આવ્યા છે તે વડોદરા રાજ્યની વહિવટી વ્યવસ્થામાંથી લેવામાં આવ્યા છે અને તેનું પણ એક કારણ એ છે કે સયાજીરાવે ડૉ. આંબેડકરને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપેલ અને વિદેશ ભણવા માટેની પણ ખાસ સહાય આપેલ, આ તમામ બાબતો હાલના અધિકારીગણ અને લોકશાહી શાસન વ્યવસ્થાથી ચુંટાતા જાહેર પ્રતિનિધીઓ માટે પણ અગત્યની છે. આમ ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ થયું ત્યારે વડોદરાને પાટનગર તરીકે જાહેર કરવાનું વિચારણા હેઠળ હતું જેમાં પાછળથી ફેરફાર થયેલ તે ઉક્ત હકિકતથી સ્પષ્ટ થાય છે.
ગુજરાતમાં તાલુકાઓની વહિવટી વ્યવસ્થા પણ અંગ્રેજ શાસન વ્યવસ્થાને તેની સંસ્થાનવાદ, (Colonial) સામ્રાજ્યવાદ (Imperialism) Economic Exploitation આર્થિક શોષણ નિતીની ટીકાઓ કરતા હોય, પરંતું નિયમનકારી વહિવટ અને શાશન / વહિવટની વ્યવસ્થા આપવાનું કામ અંગ્રેજોએ સ્થાપિત કરેલ સંસ્થાકીય માળખામાં ફેરફાર કરી શકેલ નથી, અને તેમાં જીલ્લાના વડા તરીકે કલેક્ટર અને તાલુકાના વડા તરીકે મામલતદાર અને આ બંન્ને અધિકારીઓને વહિવટી સાથે મેજીસ્ટ્રીયલ સતાઓ આપેલ, ૧૯૭૩થી ક્રિમીનલ પ્રોસીજર કોડમાં સુધારો કરવાથી અને બંધારણમાં માર્ગદર્શક સિધ્ધાંતોમાં જણાવ્યા અનુસાર Separation of Executive From Judiciary. કારોબારીને ન્યાયતંત્રથી અલગ કરવાના સિધ્ધાંત અનુસાર આઝાદી મળ્યાના ઘણા વર્ષો સુધી કલેક્ટર અને જીલ્લા સેસન્સ જ્ડજ અને મામલતદારને Second Class Magistrate તરીકે ન્યાયિક સતાઓ હતી. હાલ મોટાભાગની સતાઓ Judiciary પાસે છે. પરંતુ નિયમનકારી Regulating Powers આજે પણ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ / નાયબ / મદદનીશ કલેક્ટર અને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ (SDM) અને મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ફોજદારી કાયદાઓ હેઠળ સતાઓ છે અને આ સતાઓ અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમ્યાન પણ સતાના Checks અને Balanceના સિધ્ધાંતો મુજબ Police Raj ન ચાલે એટલે Magisterial સતાઓ છે અને આ સતાઓ નિયમનકારી, કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે છે. તાલુકાના વડા તરીકે મામલતદાર મૂળતો ફારસી શબ્દ છે. અન્ય રાજ્યોમાં તેહસીલદાર તરીકે ઓળખવવામાં આવે છે. મામલતદારોનો સાદો અર્થ મામલો સુલઝાવે પ્રશ્નનો નિકાલ લાવે તે મામલતદાર - એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે તાલુકાના વિસ્તારમાં સુલેહશાંન્તિ જાળવવા, તેઓને Bond જામીન લેવાની સતાઓ છે. રીઢા ગુનેગાર સામે પણ કાર્યવાહી કરી શકે છે. તાલુકા મામલતદારને - મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ સમરી ટ્રાયલની સતાઓ છે. રસ્તાની અડચણો અને કુદરતી પાણીના અવરોધ દુર કરવાની અસરકારક સતાઓ છે. ગુજરાતમાં ૨૦૧૩ સુધી અમુક તાલુકાથી નાના મહાલ તરીકે ઓળખાતા દા.ત. જાંબુંઘોડા, લોધીકા, કોટડા સાંગાણી વિગેરે પાછળથી તમામ મહાલને પુર્ણ કક્ષાના તાલુકાઓ જાહેર કરેલ છે.
ગુજરાતમાં ૧૯૯૭ સુધી ૧૮૫ તાલુકાઓ રહ્યા હતા. તે વધીને હાલ ૩૦૮ તાલુકાઓ થયા છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહેસાણા ખાતે યોજાયેલ ચિંતન શિબીરમાં 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકાનો' (ATVT) અભિગમ શરૂ કરવામાં આવેલ. આ ચિંતન શિબીરમાં - 'મેં નહી હમ' - It is not I but Weનું ટીમ ગુજરાત તરીકે અમોએ સુત્ર આપેલ, જે આજે પણ ઉપયોગ થાય છે. પરંતુ સાચા અર્થમાં તાલુકાનું શાસન વ્યવસ્થામાં પ્રજાની આંકાક્ષાઓ પુરી કરવામાં શું અભિગમ અપનાવવાની જરૂર છે તે આગામી લેખમાં વર્ણન કરીશું. ક્રમશઃ


