Get The App

અલગ-અલગ ઈનામી સતાપ્રકારની જમીનોના બિનઅઘિકૃત કલમ હક્ક નિયમબધ્ધ કરવાની જોગવાઈઓ

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
અલગ-અલગ ઈનામી સતાપ્રકારની જમીનોના બિનઅઘિકૃત કલમ હક્ક નિયમબધ્ધ કરવાની જોગવાઈઓ 1 - image

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- ઈનામ નાબુદી ધારા પહેલાંના તમામ જમીનધારકોને “Deemed Occupant” જાહેર કરવા જરૂરી

- જે કિસ્સામાં મૂળ ઈનામી કબજેદાર પાસેથી તબદીલી કે વેચાણ થઈ છે તે કિસ્સામાં ૨૦% જંત્રીનો નિર્ણય યથાયોગ્ય લાગે છે

રાજાશાહી / જમીનદારી શાસન વ્યવસ્થામાં, જમીન ઉપરનો સંપુર્ણ હક્ક રાજાઓ પાસે હતો, આજે પણ જમીન આઝાદી મળ્યા બાદ બંધારણમાં 'જમીન' એ રાજ્યની સુચિમાં એટલે કે રાજ્યનો વિષય છે. 

જે તે સમયે શાસનકર્તાઓ દ્વારા જમીન સેવાના ભાગરૂપે કે નજરાણા સ્વરૂપે  ઈનામ તરીકે જમીન આપવામાં આવતી, જેમાં પસાયતા, ચાકરીયાત, દેવસ્થાન વિગેરે અને જુદા જુદા રજવાડાઓમાં જુદા જુદા પ્રકારે ઓળખાતી,  મોટાભાગની આ જમીનો ઈનામ સ્વરૂપે આપવામાં આવતી એટલે મહેસુલ માફીથી પણ આપવામાં આવતી, જમીન મહેસુલ મેન્યુઅલ (RAM) માં જે ગામના વહિવટના ૧થી ૧૮ નમુનાઓ છે. 

તેમાં નમુનો નં.-૩, ઈનામી જમીનનો છે. જેમાં ઈનામ સ્વરૂપે આપેલ જમીનનો ઉલ્લેખ કરી નિભાવવામાં આવતો. આઝાદી મળ્યા બાદ જમીન સુધારણાના ભાગરૂપે જમીન ઉપરના માલીકી હક્ક આપવાના ભાગરૂપે ઈનામ નાબુદી કાયદાઓ લાવવામાં આવ્યા, તે સાથે કબજા હક્ક આપવાના ભાગરૂપે નિયત પટ્ટની રકમ ટોકન સ્વરૂપે લેવાની હતી અને દરેક જમીન મહેસુલને પાત્ર Liable for Land Revenue ગણવાની હતી.

મૂળભુત સ્વરૂપે Inam Abolition Act - ૧૯૬૯ કાયદો ઘડવામાં આવ્યો અને આ કાયદા પહેલાં જે જુદા જુદા ઈનામો હતા, તે નાબુદ કરવામાં આવ્યા, તે સાથે જમીન ઉપરના કબજેદારોને માલીકી હક્ક સાથે તે જમીન જુની શરતની ગણવાની હતી અને ત્યાર બાદ જો જમીન આપવામાં આવી હોય તો તે નવી શરતના નિયંત્રણો ગણવાના હતા. 

પરંતુ તે શરત જ્યારે જમીન ઉપરના કબજાહક્ક આપવામાં આવે ત્યારે નક્કી કરવાના હતા. રાજ્ય સરકારે નિયુક્ત કરેલ સમિતિએ જુદા જુદા સતા પ્રકારની જમીનોના સતા પ્રકાર અંગે જે ભલામણો કરેલ તે આધારે જુદા જુદા ઈનામ હેઠળની જમીનો અંગે ૨૮/૮/૨૦૨૩ના ૯ પરિપત્રો કરેલ અને તેમાં મોટાભાગે સમાન પ્રકારની જોગવાઈઓ હતી. 

પરંતું કલેક્ટરશ્રીને તેમાં તપાસના અંતે અગાઉ જે ૨૦૧૭માં પરિપત્ર કરેલ તેની જોગવાઈઓ ધ્યાનમાં લેવા ઉક્ત પરિપત્રોમાં શરત રાખેલ એટલે Pick and Choose સ્વરૂપે કાર્યવાહી થયેલ અને નવી શરત / જુની શરતનો સતા પ્રકાર ગણવા અંગે વિવેકાધીન સતા રાખવામાં આવેલ, મોટા ભાગે આ ઈનામી હેઠળના જમીન ધારકો પેઢી દર પેઢીથી કબજામાં હોવાથી અને જમીન ખેડતા હેવાથી આ જમીન પટ્ટની રકમ ભરપાઈ કરાવીને કાયમી કબજા હક્ક મેળવવાની દરકાર કરેલ નથી. 

ખરેખર તો આ બધા ઈનામદારોને Deemed કબજેદાર ગણી કબજા હક્ક આપી, જમીન મહેસુલને પાત્ર ગણવાની હતી. 

તાજેતરમાં મહેસુલ વિભાગના તા. ૨/૨/૨૦૨૬ના ઠરાવ ક્રમાંક- આર.ડી.એમ.એસ.એમ.ઈ ફાઈલ / ૨૦૨૪ / ૬૯૫૯ / છ. અન્વયે વિવિધ ઈનામી જમીનોના અનઅધિકૃત કબજા હક્ક નિયમબધ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઠરાવના આમુખમાં દર્શાવ્યું છે તેમ ઉપર વર્ણવેલ જેવી સ્થિતિ હોવાને કારણે મૂળ ઈનામદાર અને તેના વારસો ઈનામી જમીનો ઉપરનો વર્ષો જુનો બિનવિક્ષેપિત (ેંહૈહાીિિેૅાીગ) કબજો હોવાને કારણે તે સ્વમેળે આગળ આવીને રીગ્રાન્ટ કરાવેલ નથી અને આ પ્રક્રિયા હું ફક્ત ઔપચારિક માનું છું.

 ખરેખરતો મામલતદારે સ્વમેળે જેમ જમીન ખેતી ટુ ખેતી જુની શરતમાં ફેરવવાનો હુકમ કરવામાં આવે છે તેમ આવી ઈનામી જમીનો સ્વમેળે રીગ્રાન્ટ કરવાના હુકમો કોઈપણ પટ્ટની રકમ લીધા સિવાય કરી દેવાની જરૂર છે. 

સરકારે જે ઠરાવ કર્યો છે તેમાં મૂળ કબજેદારને રીગ્રાન્ટ કરવા માટે પણ ૨૦% જંત્રીની રકમ ભરપાઈ કરવાની જોગવાઈ કરી છે. ખરેખર તો મૂળ ઈનામી કબજેદાર કે વારસોને નામે સીધે સીધા રીગ્રાન્ટ કરવાની કાર્યવાહી કરવાની છે જેમાં ૨૦% જંત્રીની રકમ વસુલ કરવાની જોગવાઈ રાખવાની જરૂર નથી.

જ્યારે જે કિસ્સામાં મૂળ ઈનામી કબજેદાર પાસેથી તબદીલી કે વેચાણ થઈ છે તે કિસ્સામાં ૨૦% જંત્રીનો નિર્ણય યથાયોગ્ય લાગે છે. પરંતું તેમાં પણ ઈનામી નાબુદી ધારો-૧૯૬૯ પહેલાં જો કબજેદાર હોય તો આમેય જમીન જુની શરતની ગણવાપાત્ર છે. 

પરંતું વિરોધાભાસ ઉક્ત ઠરાવમાં એ છે કે, અગાઉના ૨૮/૮/૨૦૨૩ના પરિપત્રમાંની પેરા-૧ સિવાયની અન્ય શરતો ચાલુ રહેવાનું ૨/૨/૨૬ના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે. એટલ કે અગાઉના પરિપત્રના છેલ્લા પેરામાં તેના અગાઉ કરેલ ૨૦૧૭ના પરિપત્રની જોગવાઈઓ અવલોકનમાં લઈ જમીન જુની શરતની કે નવી શરતની તે નિર્ણય લેવાનો છે. 

એટલે કે ઈનામી જમીનોના સતાપ્રકાર કે નિયમબધ્ધ કરવાની જોગવાઈઓનું સરળીકરણ કરવાને બદલે જે ઈનામી જમીનોના કાયમી કબજા ધારક તરીકે હકદાર છે તેમને આટલા વર્ષો બાદ કબજા હક્ક આપી શકાયા નથી. 

સૌથી સરળ રસ્તો એ છે કે જેટલા ઈનામદારો છે તેઓની યાદી ૈંહચસ છર્મર્નૈૌહ છબા પ્રમાણે ગામના નમુના નં-૩માં ઉપલબ્ધ છે તે આધારે ફક્ત  ઘીીસીગ ર્ંબબેૅચહા તરીકે કબજા હક્ક આપતો હુકમ કરી દેવો જોઈએ આ તબક્કે આટલા વર્ષો બાદ તેમની પાસેથી કોઈ પટ્ટ કે ૨૦% જંત્રીની રકમ પણ વસુલ કરવાપાત્ર નથી. ફક્ત જમીન મહેસુલનો આકાર નક્કી કરી વસુલ કરવાનો છે જે કિસ્સાઓમાં કબજા હક્ક મેળવ્ય સિવાય જે જમીનોનું વેચાણ / તબદીલી થયેલ હોય તે કિસ્સાઓમાં સરકારે નક્કી કરેલ ૨૦% જંત્રીની રકમ વસુલી લઈ નિયમબધ્ધ થાય પરંતું તેમાં પણ જેમ ખેતીની જમીન જુની શરતમાં ફેરફાર કરવાની જે જોગવાઈઓ છે તે લાગુ કરી દેવામાં આવે તો વધુ સરળતા થશે. 

આમ ૨/૨/૨૬ના ઠરાવનું સાચા અર્થમાં અમલીકરણ કરવું હોય તો ઉક્ત સુચવેલ બાબતો અપનાવવામાં આવશે તો વિસંગતતાઓ ઓછી થશે અને ઈનામધારકોને જેતે સમયે જે ઉદ્દેશથી વિભાવનાથી જમીન આપી છે તે સાર્થક થશે.