- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- જમીન મહેસૂલના ચુકવણા માટે ઓન લાઈન પધ્ધતિ અમલમાં મુકવી રાજ્યના હિતમાં સાબિત થશે
જમીન મહેસુલ અધિનિયમ - ૧૮૭૯ અંગ્રેજ શાશન વ્યવસ્થા દરમ્યાન ઘડવામાં આવેલ અને તેમાં જમીનના નિયમન સાથે રાજ્યની મુખ્ય આવક તરીકે જમીન મહેસુલ વસુલ કરવાનો મુળભુત ઉદ્દેશ છે. અંગ્રેજોએ સૌ પ્રથમ ૧૭૫૭ના પ્લાસીના યુધ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની ગ્રાન્ટ કરાવેલ. દિવાની એટલે Right to Collect Land Revenue જે તે સમયે અંગ્રેજોએ વ્યાપારની સાથે જમીન મહેસુલ મુખ્ય આવકના સ્તોત્ર તરીકે વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવેલ રાજાશાહીના સમયગાળામાં પણTo Collect the revenue and administrator the stateનો અભિગમ હતો. અંગ્રેજોના મુંબઈ પ્રાન્તમાં હાલના મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, વિદર્ભ અને કર્ણાટક, મધ્યપ્રદેશના અમુક ભાગનો સમાવેશ થતો હતો જમીન મહેસુલ નક્કી કરવા માટે પાયાની કાર્યવાહી Survey and Settlement મોજણી અને જમાબંધી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા માટે જમીન મહેસુલ અધિનિયમમાં કાયદાકીય જોગવાઈની સાથે સેટલમેન્ટ મેન્યુઅલ અંગ્રેજ અમલદાર એન્ડરસન દ્વારા આપણી ભુ-સંપતિ (Land Resource) ધ્યાનમાં લઈ જમીનની પ્રત સાથે જમીનનો આકાર એટલે કે મહેસુલ નક્કી કરવાના માપદંડ નક્કી કરવામાં આવેલ છે અને તે સાથે Revenue Account Manual - RAM મહેસુલ જમાબંધી તરીકે ઓળખાતું મેન્યુઅલ છે અને જેને ગામવાર ૧ થી ૧૮ ગામ નમુના તરીકે ઓળખાતા મહેસુલી ગામના વહિવટ માટે આદર્શ વ્યવસ્થા છે.
સર્વે સેટલમેન્ટ થયા બાદ ગામનો નમુનો નં-૧ કે જેને કાયમી ખરડા તરીકે ઓળખાય છે. જેમાં સર્વે નંબર પ્રમાણે જમીનનું ક્ષેત્રફળ અને સર્વે નંબરનો આકાર દર્શાવવામાં આવે છે અને તે આધારે નમુનો નં.-૭ (હાલ) ૧૨ નંબર (પ્હાણીપત્રક) અલગ કરેલ છે જેમાં સબંધિત કબજેદારનું નામ - ક્ષેત્રફળ અને આકાર દર્શાવવામાં આવે છે. આમ કોની પાસેથી કેટલું જમીન મહેસુલ નક્કી કરવામાં આવે છે. (from whom and how much land revenue to be collected) તે નક્કી કરતું વ્યવસ્થાતંત્ર છે. ગામનો નમુનો નં.-૨ જેને કાયમી ઉપજ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને તે આધારે ગામના તલાટીએ વાર્ષિક માંગણું (Annual Demand) નક્કી કરીને સબંધિત ખાતેદાર પાસેથી વસુલાત કરવાની છે. ગામના નમુના નં.-૧ કાયમી ખરડામાં ખેતીવિષયક જમીન અને તેનો આકાર દર્શાવવામાં આવેલ હોય છે. જ્યારે ખેતી વિષયક સદર (Head) થી બિનખેતી વિષયક હેતુ માટે જમીન ફેરવવામાં આવે ત્યારે કલેક્ટર દ્વારા કલમ-૬૫ની બિનખેતીની પરવાનગી આપતી વખતે બિનખેતી ધારો રૂપાંતરિત ધારા સહિત વસુલ કરવામાં આવે છે અને ગામવાર નક્કી કરેલ આકાર પ્રમાણે વસુલ કરવાનું નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જમીન મહેસુલ માફી આપી હોય તે સિવાય તમામ જમીન મહેસુલને પાત્ર છે. Liable for Land Revenue આમ દર વર્ષે મહેસુલી તલાટી - મંત્રી તરીકે કાયમી ઉપજ તરીકે નમુનો નં.-૨ અદ્યતન કરી વસુલાત કરવાની છે.
લોકાભિમુખ માર્ગદર્શન કોલમને સમગ્ર રાજ્ય અને મુંબઈ સહિતના વાંચકો દ્વારા અવારનવાર પ્રતિભાવો મળે છે અને મોટો વાચક વર્ગ છે. છેલ્લા બે આર્ટીકલ બિનખેતીની પરવાનગી અને જમીન મહેસુલ વસુલ કરવાનો ઉદ્દેશ, સરળીકરણ સાથે સરળ ભાષામાં આલેખન કરેલ છે. આ આર્ટીકલના સંદર્ભમાં સનદી સેવાના પૂર્વ કલેક્ટર પોરબંદર એમ.બી. પરમાર દ્વારા તેઓનો અંગત કેસ સુરત જીલ્લાના માંડવી તાલુકામાં તેઓની જમીન આવેલ છે જેમાં ૨૦૧૫થી તેઓ જમીન મહેસુલ ભરવા તૈયાર હોવા છતાં, સબંધિત ગામના તલાટી જે કાયમી ધોરણે મહેસુલ વસુલ કરવાપાત્ર છે અને ખાતેદાર ભરવા તૈયાર છે પરંતુ વસુલ કરવાવાળો નથી, તલાટીને ખબર નથી તેવી બાબતનો ઉલ્લેખ કરી રાજ્યના વિશાળ હિતમાં આ અંગે આર્ટીકલ કાયદાકીય જોગવાઈઓ સાથે આલેખન કરવાનું જણાવતાં વિવરણ કરવામાં આવે છે. આપણે જમીન મહેસુલ વસુલ કરવાની જવાબદારીનો ક્રમશઃ ઘટનાક્રમ જોઈએ તો રાજ્યમાં પંચાયતી રાજ ૧-૪-૧૯૬૩થી અમલમાં આવ્યું તે પહેલાં RAM - Revenue Act Manuel પ્રમાણે Village Accountant તરીકે તલાટીને જમીન મહેસુલ ઉઘરાવવાનું થતું હતું પંચાયતી રાજ અમલમાં આવતાં તલાટી કમ મંત્રીને ગામનું જમીન મહેસુલના હિસાબો આખરી કરવા માટે તલાટી એક એક પૈસાનો કાયમી ઉપજ તરીકે મેળ ન પડે અને તાલુકા કક્ષાએ મંજુર ન થાય ત્યાં સુધી ગંભીરતા હતી. આજકાલ રાજ્યની આવક સ્રોત GST/ સ્ટેમ્પડયુટી અને અન્ય આવકના સ્ત્રોતને કારણે રાજ્યને કાયમી ઉપજ તરીકે વસુલ કરવાપાત્ર જમીન મહેસુલ ઉઘરાવવાની જરાય ગંભીરતા નથી. કારણકે મહેસુલી તલાટીઓની ભરતી કરવામાં આવી છે. પરંતુ જમીન મહેસુલ વસુલ કરવાનું તલાટી કમ મંત્રી પાસે ચાલુ રહેતાં ગ્રામપંચાયતના કામમાં તલાટી મંત્રી વ્યસ્ત હોવાથી અને જીલ્લાના અધિકારીઓનું કે રાજ્યને આ બાબતમાં મહેસુલ વિભાગ કે કલેક્ટર Conference માં આ અંગે કોઈ ચિંતા નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, સીટી સર્વે વિસ્તારોમાં કાયમી ઉપજ અદ્યતન કરવાની જવાબદારી સબંધિત વિસ્તારના સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની છે અને તેમના તાબા હેઠળના મેઈન્ટેનન્સ સર્વેયર દ્વારા જેટલી મિલ્કતો છે તેનું જમીન મહેસુલ અદ્યતન કરી, સબંધિત વિસ્તારના તલાટીને મોકલવાનું છે. પરંતુ આ કાર્યવાહી થતી નથી. વધુમાં શહેરોમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ અમલમાં આવતાં તે મુજબ રેકર્ડ લખાવવું જોઈએ તે થયેલ નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર પરિવર્તનીય વિસ્તાર Transition Area તરીકે શહેરની આવેલ લગોલગ વિસ્તરોમાં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે મિલ્કત કાર્ડ આપી બિનખેતી પરવાનગી આધારે જમીન મહેસુલ વસુલ કરવા કાયમી ઉપજ પત્રક તૈયાર કરવાનું થાય છે. રાજ્ય સરકારે જ્યારે ૨૦૦૪ થી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન કરેલ છે અને Online ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને સરકારના મહેસુલ વિભાગે હવે તો ગામની મિલ્કતોને પણ મિલ્કત કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ રાજ્ય સરકાર અનેક વિધ પગલાં લીધા છે તેવો દાવો કરે છે પરતું શહેરો અને વિકસિત વિસ્તરોમાં જ્યાં જમીનોના બિનખેતી ઉપયોગ હેતુસર કરવામાં આવેલ છે. પરતું સબંધિત ખાતેદારો, પ્લોટ ધારકો, મિલ્કત ધારકો જમીન મહેસુલ બિનખેતીધારો ભરવા તૈયાર છે પરતું તે વસુલ કરવાનું વ્યવસ્થાતંત્ર અપેક્ષિત ધોરણે ઉપલબ્ધ નથી.
ભારત સરકારના પ્રધાનમંત્રી Digitalisation/Online સેવાઓ ઉપર જ્યારે ભાર મૂકે છે ત્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં અને જ્યારે રાજ્યને અબજો રૂપિયાની આવક ખાત્રી પુર્વક મળવા પાત્ર છે. તેમાં ઝુંબેશ સ્વરૂપે કાયમી ઉપજ તરીકે નમુના નં.-૨ અદ્યતન કરી, કોમ્પ્યુટરાઈઝ કરી demand online મુકવામાં આવે તો લોકો online payment કરશે અને આ સતાઓ હાલ પણ તલાટી કમ મંત્રી ગ્રામપંચાયત પાસે છે. તેના બદલે Designated Authority of Land Revenue નક્કી કરવામાં આવશે તો રાજ્યને અબજો રૂપિયાની કાયમી ધોરણે આવકનું સાધન ઉપલબ્ધ થશે.


