Get The App

ભારતના ચોખા નિકાસકારો મુંઝવણમાં

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના ચોખા નિકાસકારો મુંઝવણમાં 1 - image


- ઊભી બજારે - દિલીપ શાહ

- અમેરિકાના બદલે હવે અન્ય દેશો તરફ ચોખાની નિકાસ હવે ભારતે વધારવી  પડશે એવી સ્થિતિ સર્જાઈ રહ્યાના નિર્દેશો

દેશમાં તથા દરિયાપારના અનાજ બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. અમેરિકાના પ્ર્મુખની આકરી ચટેરીફ નીતિના કારણે પ્રવાહો પલ્ટાતા રહ્યા છે. અમેરિકાથી મળતા સમાચાર મુજબ ત્યાં રહેતાં ભારતીયો અત્યાર સુધી ભારતના ચોખાનો વપરાશ કરતા હકા પરંતુ હવે અમેરિકાના પ્રમુખે ભારત માટે ટેરીફ વધારી દેતાં અમેરિકામાં વસતા ભારતીયો માટે ભારતના ચોખાનો વપરાશ કરવો હોયચ તો ઉંચા દામ ચૂકવવાનો વારો આવ્યો હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જો કે આવા ઉંચા ભાવ ચૂકવવાના હોય તો અમેરિકામાં વસતા ભારતીયોએ પાકિસ્તાનથી અમેરિકામાં આયાતી થતાં ચોખાનો વપરાશ કરવો પડે એવી સ્થિતિ સર્જાયાના વાવજવ્ળ્યા હતા. દરિયાપારના નિર્દેેશો મુજબ ૨૭ ઓગસ્ટથી આવવી સ્થિતિ સર્જાવાની શક્યતા ઊભી થઈ છે.

ભારતથી દર વર્ષે અમેરિકા ખાતે વાર્ષિક સરેરાશ ૨ લાખ ૫૦ હજાર ટન ચોખાની નિકાસ થાય છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આકરી ટેરીફ નીતિના કારણે જોકે હવે સિનારીયો બદલાવાની શક્યતા સર્જાઈ છે. ભારતથી  ચોખાની નિકાસ જે થાય છે. એ પૈકી ૪૦ ટકાની નિકાસ વિશેષરૂપે સોના મસુરી ચોખાની કરવામાં આવે છે એવું અનાજ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. આવા સોના મસુરી ચોખા ભારતમાં મુખ્યત્વે આંધ્ર પ્રદેશ તથા તેલંગણા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. દરમિયાન, ભારતથી અમેરિકામાં નિકાસ થતા વિવિધ કુલ ચોખા પૈકી આશરે ૬૦ ટકા ચોખા બાસમતી ચોખા હોય છે. ભારતમાં આવા બાસમતી ચોખાનું ઉત્પાદન વિશેષરૂપે પંજાબ, હરિયાણા, ઉત્તર-પ્રદેશ સહિતના ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં થાય છે. ભારતના સોના મસૂરી ચોખા જે અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવે છે એના વિશ્વ બજારમાં ભાવ ટનના આશરે ૯૦૦થી ૧૦૦૦ ટન આસપાસ રહ્યા છે જ્યારે ભારતથી અમેરિકા ખાતે નિકાસ થતા બાસમતી ચોખાના ભાવ ટનના આશરે ૧૨૦૦થી ૧૩૦૦ ડોલર આસપાસ રહ્યા છે. અમેરિકામાં વસતા ભારતીયો રોજબરોજના વપરાશમાં સોના-મસૂરી ચોખાનો વપરાશ કરે છે જ્યારે વિવિધ પ્રસંગો માટે બનતી બિરયાનીમાં ભારતના બાસમતી ચોખાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે ટ્રમ્પની ટેરીફ નીતિના પગલે સમીકરણો બદલાવાની શક્યતા સર્જાઈ છે. જો કે કરન્સી બજારમાં ડોલર વધશે અને રૂપિયો તૂટશે તો ભારતના નિકાસકારોને  તેટલા પ્રમાણમાં વિશ્વ બજારમાં ભાવનો એડવાન્ટેજ મળશે એવી ગણતરી પણ જાણકારો બતાવની રહ્યા હતા. જો કે ભારતની કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૮ની નજીક પહોંચી ગયા હતા તે ત્યારબાદ પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં તાજેતરમાં ફુગાવો નિયંત્રણમાં આવ્યો છે તથા ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની  શક્યતા વધી છે અને આવવા સંજોગોમાં વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારતના ચોખા બજારના  નિકાસકારોની નજર હવે કરન્સી બજારો પર પણ રહી છે. દરમિયાન, ભારતમાં ચોખાનો પુરવઠો વધ્યો છે. સરકાર પાસે ચોખાનો  સ્ટોક વધી તાજેતરમાં આશરે ૬૦૦ લાખ ટનનો નોંધાયો છે. આવા સ્ટોકનો જે ટારગેટ સરકારે નક્કી કર્યો હતો તેની સરખામણીએ આવો સ્ટોક હકીકતમાં  આશરે ચાર ગણો ઊંચો રહ્યો હોવાનું અનાજ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.આના પગલે દેશના અનાજ બજારોમાં ચોખાના ભાવમાં સુસ્તાઈ દેખાઈ છે. વિશ્વ બજારમાં વિયેતનામમાં ભાવ ઘટયા છે. ત્યાંથી જો કે ચીન તરફ ચોખાની નિકાસ વધવાની શક્યતા વિશ્વ બજારમાં ચર્ચાઈ રહી છે. ભારતના ચોખા નિકાસકારોની  નજર આના પર પણ રહી છે. થાઈલેન્ડમાં ચોખાની સપ્લાય વધ્યાના વાવડ પણ મળ્યા હતા. જો કે બંગલાદેશમાં ચોખાના ભાવ તાજેતરમાં ઊંચા ગયા છે. દરમિયાન, ભારતમાંથી અમેરિકા તરફ બાસમતી ચોખાની નિકાસ આ વર્ષે એપ્રિલથીી  જુલાઈ દરમિયાનના ગાળામાં આશરે ૧૨થી ૧૩ ટકા જેટલી ઘટી છે. ભારતમાંથી અમેરિકા તરફ આવી નિકાસ ગયા વર્ષે આ ગાળામાં આશરે ૯૦ હજાર ટન જેટલી થઈ હતી તે આ વર્ષે ઘટી આશરે ૭૮ હજાર ટન જેટલી થયાના અહેવાલ હતા.

Tags :