Get The App

રવિ મોસમમાં યુરીઆની અછત હળવી થવાની શક્યતા

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
રવિ મોસમમાં યુરીઆની અછત હળવી થવાની શક્યતા 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- ચીન તથા સાઉદી અરેબિયા ખાતેથી સપ્લાય વધવાની આશા

ભારત કૃષી પ્રધાન દેશ ગણાય છે તથા ભારતના અર્થતંત્ર પર કૃષી ક્ષેત્રના વિકાસનો ખાસ્સો આઘાર રહ્યો છે. જોકે ભારતમાં કૃષી ક્ષેત્રે સિંચાઈ યોજનાઓનો વ્યાપ હજી ધીમો રહ્યો છે અને ખેડૂતોનો આધાર વરસાદ પર વધુ રહ્યો છે. આ વર્ષે દેશમાં વરસાદ અપેક્ષા કરતાં વધુ પડયો છે તથા હજી પણ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ થતો રહ્યાના વાવડ મળ્યા છે. ભારતમાં તાજેતરમાં ખરીફ પાકની મોસમ પુરી થઈ છે તથા હવે રવિ પાકની મોસમ પર કૃષી બજારોના ખેલાડીઓની નજરરહી છે. તાજેતરમાં સરકારે વિવિધ કૃષી ચીજોના ટેકાના ભાવ પણ વધાર્યા છે તથા હવે ખાતર-ફર્ટીલાઈઝર બજાર તથા ઉદ્યોગની નજર પણ રવિ પાકની મોસમ પર રહી છે. દરમિયાન, ભારતમાં આ ક્ષેત્રે યુરીઆની માગ સામે પુરવઠો ઓછો જોવા મળતાં ઘણા રાજ્યોમાં યુરીઆનો પુરવઠો મેળવવા ખેડૂતોને રાહ જોવી પડે એવી સ્થિતિ પણ દેખાઈ છે. દક્ષિણમાં તેલંગણા રાજ્યમાં યુરીઆની અછત વિશેષ દેખાઈ છે. વરસાદ સંતોષજનક થતાં તથા ડાંગરના વાવેતરનો વિસ્તાર વધતાં યુરીઆની માગમાં વિશેષ વૃદ્ધી થઈ હોવાનું તેલંગણાના કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું. ભારતમાં ૧૯૬૦માં હરિયાળી ક્રાંતિ શરૂ થઈ એ અગાઉ દેશમાં કૃષી ક્ષેત્રે કેમિકલ ફર્ટીલાઈઝરનો વપરાશ ઓછો થતો હતો તથા હેકટરદીઠ સરેરાશ બે કિલો કેમિકલ ફર્ટીલાઈઝરનો વપરાશ થતો હતો એ વખતે ખેડૂતો મોટાભાગે ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરતા હતા જો કે ત્યારબાદ હરિયાળી ક્રાંતિ શરૂ થતાં તથા વધુ પેદાશ આપતી ઘઉં તથા ચોખાની જાતો વિકસાવવામાં આવતાં તેમ જ સિંચાઈ યોજનાઓ વધતાં તથા ફર્ટીલાઈઝર ક્ષેત્રે સબસીડીઓ શરૂ થતાં એ પછીના ગાળામાં યુરીઆની માગમાં  ખાસ્સી વૃદ્ધી જોવા મળી હતી.  ૧૯૭૦માં આવી માગ વાર્ષિક ૨૦ લાખ ટન રહેતી હતી તે વધતી રહી ૨૦૧૦-૧૧માં  ૧૬૦ લાખ ટન તથા હવે વધી ૨૧૦ લાખ ટનના મથાળે પહોંચી છે.  વૈશ્વિક સ્તરે યુરીઆના વપરાશમાં ભારતનો નંબર વિવિધ દેશોમાં બીજા ક્રમાંકે આવે છે. સરકાર દ્વારા વિવિધ કૃષી  ચીજોની ટેકાના ભાવોએ ખરીદી વધતાં ખેડૂતો ખેતીમાં યુરીઆનો વપરાશ વધુ કરતા થયા હતા.  ડાંગરની ખેતીમાં યુરીઆનો વપરાશ વધ્યો છે.

દરમિયાન, ખેડૂતો દ્વારા નાઈટ્રોજનનો વપરાશ જરૂરિયાત કરતાં વધુ થતો હોવાનું પણ કૃષી તજજ્ઞાોએ જણાવ્યું હતું.  નાઈટ્રોજન આધારીત ફર્ટીલાઈઝર્સનો વપરાશ વધ્યો છે તથા તેની સરખામણીએ ફોસ્ફેટસ પોટાશ તથા ઓર્ગેનિક ખાતરોની માગમાં વૃદ્ધી ઓછી થતાં દેશમાં ખાતરોના વપરાશમાં પણ ખાસ્સી અસમતુલા સર્જાઈ છે. જો કે સરકાર ડાંગર-ચોખાના બદલે અન્ય કૃષી ચીજોની ખરીદી ટેકાના ભાવોએ વધારશે તો યુરીઆનો બિનજરૂરી વપરાશ ઘટાડી શકાશે એવી ગણતરી કૃષી તજજ્ઞાો બતાવી રહ્યા હતા.

દરમિયાન, કૃષી ક્ષેત્રે યુરીઆની અછત તેલંગણા ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ તથા પંજાબ રાજ્યમાં પણ તાજેતરમાં દેખાઈ હતી. સાઉથ-વેસ્ટ મોન્સૂન આ વર્ષે વ્યાપક થતાં કૃષી ક્ષેત્રે યુરીઆનો વપરાશ વધ્યો છે. ચીન દ્વારા નિકાસ અંકુશોની અસર પણ યુરીઆની બજાર પર દેખાઈ છે. ખરીફ મોસમમાં યુરીઆની અછત જોવા મળ્યા પછી હવે રવિ મોસમમાં પણ યુરીઆની અછત દેખાઈ રહી હોવાનું કૃષી ક્ષેત્રના ખેલાડીઓએ જણાવ્યું હચું.  જોકે રવિ મોસમમાં ઘઉં, સરસવ-મસ્ટર્ડ, ચણા, મસૂર વિ. પાકો વિશેષ લેવામાં આવે છે અને આ પાકોના ગ્રોથમાં ચીએપી ખાતરોનો વપરાશ વધુ થતો હોવાથી નાઈટ્રોજન પર આધારીત યુરીઆની માગ કદાચ રવનિ મોસમમાં ઓથછી રહેવાનો અંદાજ પણ કૃષી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. ભારતમાં ૨૦૨૪-૨૫માં વિવિધ ફર્ટીલાઈઝર્સની કુલ માગ રેકોર્ડ વધી આશરે ૭૦૭ લાખ ટનના મથાળે પહોંચી છે. યુરીયાના ઉત્પાદન ક્ષેત્રે નવી ક્ષમતાઓ વધી રહી છે. આસામમાં આ ક્ષેત્રે રૂ.૧૦ હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરાયાના વાવડ પણ મળ્યા છે. દરમિયાન, ચીન કાતેથી યુરીયા તથા ડાયએમોનિયમ ફોસ્ફેટ-ડીએપીનો પુરવટો ભારતમાં ફરી આવતો થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  સાઉથી અરેબિયાથી સપમ આવો જથ્થો વધુ આવવાની ગણતરી કૃષી બજારોમાં બતાવાઈ રહી છે.