Get The App

ખાંડ બજારમાં તહેવારો ટાંણે માગમાં વૃદ્ધિ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
ખાંડ બજારમાં તહેવારો ટાંણે માગમાં વૃદ્ધિ 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

- સપ્ટેમ્બર માટે ખાંડનો મુક્ત વેંચાણનો ક્વોટા 23 લાખ 50 હજાર ટનનો સરકારે છૂટ્ટો કર્યો

દેશમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં પ્રવાહો પલટાતા જોવા મળ્યા છે. તહેવારેોની મોસમના આરંભ વચ્ચે ખાંડ બજારમાં તાજેતરમાં બલ્ક વપરાશકારોની માગમાં વૃદ્ધી થઈ હોવાના નિર્દેશો મળ્યા હતા. તાજેતરમાં જોકે દેશમાં તહેવારો સાથે વ્યાપક વરસાદ પણ જોવા મળ્યો હતો અને તેની અસર ખાંડ બજારમાં માગ પર દેખાઈ હતી. દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક ઓગસ્ટના અંતે આશરે ૬૯ લાખ ટનનો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિના માટે સરકારે ખાંડ મિલો માટે મુક્ત વેંચાણનો ખાંડનો ક્વોટા ૨૩ લાખ ૫૦ હજાર ટનનો  છૂટ્ટો કરવાનો નિર્ણય કર્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા.  તહેવારોની માગ જોતાં આ વર્ષે સપ્ટેમ્બર અંતે જ્યારે ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ પૂરી થશે એ વખતે દેશમાં ખાંડનો સિલ્લક સ્ટોક આશરે ૪૬ લાખ ટન રહેવાની શક્યતા આ સૂત્રો બતાવી રહ્યા હતા. જો કે ખાંડ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ્ કસરતા ઈન્ડિયન સુગર એન્ડ બાયોએનર્જી મેન્યુફેકરર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ મોસમના અંતે ખાંડનો આવો સિલ્લક સ્ટોક આશરે બાવન લાખ ટન રહેવાનો અંદાજ બાતાવાયો છે. આમ સરકારના અંદાજ તથા ખાંડ ઉદ્યોગના અંદાજ વચ્ચે ૬ લાખ ટનનો તફાવત સિલ્લક સ્ટોકના અંદાજમાં જોવા મળ્યો છે. સરકારના અંદાજ મુજબ ઓગસ્ટ અંતે સ્ટોક ૬૮ લાખ ૯૪ હજાર ટનનો રહ્યો છે તથા સપ્ટેમ્બર અંતે આ આંકડો ૪૬ લાખ ૪૪ હજાર ટનનો સરકારે અંદાજ્યો છે. દરમિયાન, ગયા વર્ષે સરકારે ઓકટોબર તથા નવેમ્બરમાં ખાંડનો મુક્ત વેંચાણનો કુલ ક્વોટા ૪૭ લાખ ૫૦ હજાર ટનનો  આપ્યો હતો. 

દેશમાં ખાંડની નવી મોસમ ઓકટોબરના આરંભથી શરૂ થવાની છે. ગયા વર્ષે નવી મોસમના પ્રથમ બે મહિનામાં ઓકટોબર તથા નવેમ્બરમાં ખાંડ  મ લિોએ આશરે ૨૭ લાખ ૯૦ હજાર ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું તેની સામે આ વર્ષે ઓકટોબર તથા નવેમ્બરમાં આવું ઉત્પાદન વધુ થવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.  આ વર્ષે શેરડીની યીલ્ડ તથા જ્યુસ રિકવરી વધુ થવાની શક્યતા બતાવાઈ રહી છે.

દરમિયાન, ૨૦૧૭-૧૮ની મોસમના અંતે ખાંડનો સિલ્લક સ્ટોક ૩૯ લાખ ૪૧ હજાર ટનનો નોંધાયો હતો અને ત્યાર પછીની બધી મોસમમાં આવો સિલ્લક સ્ટોક કદી ૫૦ લાખ ટનથી ઓછો રહ્યો નથી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર અંતે દેશમાં ખાંડની  મોસમ પુરી થઈ એ વખતે સિલ્લક સ્ટોક આશરે ૭૯ લાખ ટનનો નોંધાયો હતો.

 ૨૦૨૪-૨૫ના વર્ષમાં દેશમાં ખાંડનું ઉત્પાદન ઘટી ૨૬૧ લાખ ટન નોંધાયો હતો તથા તેની સામે ખાંડનો વૈશ્વિક વપરાશ ૨૭૫ લાખ ૫૦ હજાર ટનનો નોંધાયો હતો. ૨૦૨૪ના અંતે સ્ટોક મોટો સિલ્લક રહેતાં દેશમાં ૨૦૨૪-૨૫ની મોસમમાં ખાંડની પુરવઠાની સ્થિતિ જળવાઈ રહી હતી. દરમિયાન, આ વર્ષે ખરીફ મોસમમાં તાજેતરમાં મળેલા આંકડા મુજબ શેરડીના વાવેતર હેઠળનો કુલ વિસ્તાર વધી ૫૭ લાખ ૩૧ હજાર લહેકટર્સમાં નોંધાયો છે જે પાછલા વર્ષે આ ગાળામાં આશરે ૫૫ લાખ ૬૮ હજાર હેકટર્સમાં થયો હતો.

દરમિયાન, તાજેતરમાં મળેલા સમાચાર મુજબ ઈથેનોલ સપ્લાય વર્ષ ૨૦૨૫-૨૬ (નવેમ્બરથી ઓકટોબર) માટે ઈથેનોલના ઉત્પાદન માટે ફીડસ્ટોકનો કેટલો જથ્થો વાપરવો તે નક્કી કરવાની છૂટ સરકારે ખાંડ મિલોને આપી છે. આના પગલે મિલો સુગર કેન જ્યુસનો વધુ જથ્થો ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી શકશે એવી ગણતરી ખાંડ ઉદ્યોગના સૂત્રો બતાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૫-૨૬ની આગામી નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન વધુ થવાની શક્યતા વચ્ચે સરકારે તાજેતરમાં આવો નિર્ણય કર્યાના વાવડ મળ્યા હતા ફુડ મિનિસ્ટ્રીના  જણાવ્યા મુજબ હવે સુગર કેન જ્યુસ, સુગર સિરપ, બી-હેવી યોલાસીસ તથા સી-હેવી યોલાસીસ વિ.માંથી ઈથેનોલનું  ઉત્પાદન કોઈ પણ પ્રકારના અંકુશો વગર કરી શકશે.