- ઊભી બજારે - દિલીપ શાહ
- દક્ષિણ ભારતના વિવિધ ઉત્પાદક વિસ્તારોમાં વ્યાપક વરસાદના કારણે છોડવાઓ પર જીવાત લાગી
ભારતમાં વર્ષોથી પરંપરાગત પીણા તરીકે ચાનો વપરાશ દક્ષિણ-ભારતના વિવિધ રાજ્યો પુરતો સિમિત રહ્યો છે. જોકે તાજેતરના વર્ષોમાં હવે આ વિષયક સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. હવે દતેશના મોટા શહેરો તથા નાના અને મધ્યમ કદના નગરોમાં ખાસ કરીને યુવા વર્ગમાં કોફીનો વપરાશ વધતો જોવા મળ્યો હોવાનું કોફી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, કોફી બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. કોફીની ૨૦૨૫-૨૬ની આગામી મોસમમાં દેશમાં કોફીની પેદાશ ઘટવાની ભીતિ જાણકારો તાજેતરમાં બતાવાતા જોવા મળ્યા છે. દેશમાં કોફીની પેદાશ ઘટવાની ભીતિ જાણકારો તાજેતરમાં બતાવાતા જોવા મળ્યા છે. દેશમાં કોફીની નવી મોસમ ઓકટોબરથી શરૂ થાય છે. દેશમાં કોફી ઉત્પાદક વિવિધ રાજ્યોમાં આ વર્ષે વધુ પડતા વરસાદના પગલે કોફીના છોડવાઓ પરથી કોફીના બેરીઝ પડી જવાનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત કોફીના છોડવાઓ પર રુટ-રોટ પ્રકારની જીવાતનોઉપદ્રવ પણ વધ્યો હોવાના વાવડ દક્ષિણ ભારત ખાતેથી મળ્યા છે.
કર્ણાટકમાં કોફીનું ઉત્પાદન વિશેષ થાય છે. કર્ણાટકમાં ચીકમગલુર, કોડાગુ અને હસન જિલ્લામાં વ્યાપક વરસાદના પગલે કોફીના છોડવાઓને જીવાત લાગ્યાના સમાચાર મળ્યા છે. આના પગલે આ જિલ્લાઓમાં અરેબીકા કોફી તથા રોબસ્ટા કોફીના નવા પાકને અસર પડવાની શક્યતા કોફી બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સરકાર હસ્તકના કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ કોફી ઉગાડતા ઘણા વિસ્તારોમાં વ્યાપક વરસાદ તથા એકધારા વાદળીયા હવામાનના પગલે ઘણા સમયથી સુરજના દર્શન પણ થયા નથી! સ કોફીના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે તથા આગળ ઉપર ટૂંકમાં આ વિશે ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતા આ સૂત્રે બતાવી રહ્યા હતા. પાછલા વર્ષે દેશમાં કોફીનું કુલ ઉત્પાદન ૩ લાખ ૬૫ હજાર ટન આસપાસ નોંધાયુૅં હતું જે પૈકી અરેબિકા કોફીનું ઉત્પાદન આશરે ૭૫ હજાર ટન તથા રોબસલ્ટા કોફીનું ઉત્પાદન આશરે ૨ લાખ ૯૦ હજાર ટનનું નોંધાયું હતું. યુપીએસઆઈની કોફી કમિટિના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે એકધારા સતત વરસાદના પગલે કોફીના છોડવાઓના રક્ષણ માટે જંતુનાશક દવાઓ છાંટવાની પ્રક્રિયા યોગ્ય પ્રમાણમાં થઈ શકી નથી અને તેના કારણે કોફીૂના પાકને જીવાત લાગુ પડી છે. કર્ણાટક પ્લાન્ટર્સ એસોસીએશનના સૂત્રોના જણાવ્યા મુજબ કોફીના પાકને જીવાત લાગવા ઉપરાંત કોફીના છોડવાઓ પરથી કોફીના બેરીઝ પડી જવાના બનાવો પણ વધ્યા છે. પવન પણ જોરથી ફુંકાયો હતો. ઘણા ઉત્પાદક વિસ્તારોમાં તો પાકને ૪૦થી ૫૦ ટકા સુધીનું નુકસાન થવાની ભીતિ કોફી સ્ટોરના અમુક તજજ્ઞાો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના કૃષી વિભાગના જણાવ્યા મુજબ ભબારતમાં ૨૦૨૫-૨૬ના વર્ષમાં કોફીનું ઉત્પાદન આશરે ૬૦ લાખ ૫૦ હજાર ગુણી (૬૦ કિલોની) થવાની શક્યતા હાલ ઝમાય છે. આ પૈકી અરેબિકા કોફીનુું ઉત્પાદન આશરે ૧૩ લાખ ૫૦ હજાર ગુણી તથા રોબસ્ટા કોફીનું ઉત્પાદન આશરે ૪૭ લાખ ગુણમી થવાની શક્યતા બતાવાઈ રહી છે.
દરમિયાન, વિશ્વ બજારમાં તાજેતરમાં અરેબિકા કોફીના ભાવ વધી ૩ મહિનાની ટોચે પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. બ્રાઝીલમાં તાજેતરમાં ઠંડીનું સપ્રમાણ વધ્યું છે તથા તેના પગલે ત્યાં કોફીના નવા પાક પર અસર પડવાની શક્ય.તા સર્જાઈ છે. અરેબિકા કોફીના ભાવ વિશ્વ બજારમાં ઓગસ્ટના આરંભથી અત્યાર સુધીના ગાળામાં આશરે ૨૮થી ૩૦ ટકા વધી ગયા હોવાનું વૈશ્વિક જાણકારો જણાવી રહ્યા હતા.
બ્રાઝીલમાં કોફીનો પાક આશરે ૪ લાખ ૧૨ હજાર ગુણી (૬૦ કિલોની) ઓછો આવવાની શક્યતા ત્યાંના જાણકારો બતાવી રહ્યા હતા. રોબસ્ટા કોફીના વૈશ્વિક ભાવ વધી ટનના ૪૬૦૦ ડોલરની સપાટી કુદાવી ગયાના સમાચાર મળ્યા હતા. ભારતમાં કોફીની વાર્ષિક માગ આશરે ૧૪થી ૧૫ લાખ ગુણી અંદાજાઈ રહી છે.


