Get The App

ફળો તથા શાકભાજીના વાવેતર તથા ઉત્પાદનમાં વૃદ્ધિ

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ફળો તથા શાકભાજીના વાવેતર તથા ઉત્પાદનમાં વૃદ્ધિ 1 - image

- ઊભી બજારે - દિલીપ શાહ

દેશમાં વિવિધ ફળો તથા વિવિધ શાકભાજીઓનું ગણાતા હોર્ટીકલ્ચર ક્ષેત્ર તરીકે ઓળખાતા ક્ષેત્રમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જાઈ એ પૂર્વે આપણે ઘઉં તથા ચોખા સહિત વિવિધ કૃષી ચીજોની આયાત કરતા હતા તથા એ વખતે આયાત પર આધાર વધુ રહ્યો હતો. જો કે ત્યારબાદ હરિયાળી ક્રાંતિના આગમન પછી ઘરઆંગણે ઘઉં-ચોખાના ઉત્પાદનમાં વ્યાપક વૃદ્ધી વિશેષરૂપે પંજાબ તથા હરિયાણા તરફ થતા આયાત પર આધાર ઘટતાં હવે આપણે આયાતના બદલે નિકાસ કરતા થયા છીએ, ભારત સરકાર તાજેતરમાં ઘરઆંગણે વિવિધ કઠોળ તથા વિવિધ તેલિબિંયાનું  ઉત્પાદન વધારવા તથા આયાત પર આધાર ઘટાડવા સ્પેશિયલ મિશનની રચના પણ કરી છે. એકંદરે હવે દેશમાં કૃષી ક્ષેત્રે સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. ફળો તથા શાકભાજીના ઉત્પાદનમાં દેશમાં હોર્ટીકલ્ચરનો વ્યાપ પણ વધતો જોવા મળ્યો છે. દેશમાં ૨૦૨૪-૨૫ના વર્ષમાં વિવિધ ફળો તથા શાકભાજીના ઉત્પાદનમાં પણ વૃદ્ધી થઈ છે તથા આવું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીએ આશરે ૪થી ૫ ટકા વધી ૩૬૯૦થી ૩૬૯૧ લાખ ટનની સપાટીએ પહોંચી ગયાનું આ ક્ષેત્રના જાણકારો જણાવી રહ્યા હતા. ફળો તથા શાકભાજીની ખેતી હેઠળના વિસ્તારમાં વૃદ્ધી થઈ રહી છે. તાજેતરમાં ગુજરાતમાં કચ્છ ખાતે પાણીનો પ્રવાહ વધતા તથા વરસાદની નિયમિતતા વધતાં ડ્રેગન ફ્રૂટ, દાડમ, સંતરા-મોસબં,ી ખારેક, પેરુવિ. વિવિધ કૃષી ચીજોના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધી થઈ છે તથા આ ચીજોની હવે કચ્છમાંથી નિકાસ પણ થવા માંડી છે. કચ્છમાં તાજેતરના વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનમાં પણ ખાસ્સી પ્રગતી જોવા મળી છે. દેશમાં વિવિધ ફળો તથછા શાકભાજીનું ઉત્પાદન ૨૦૨૩-૨૪માં આશરે૩૫૪૭થી ૩૫૪૮ લાખ ટન જેટલું થયું હતું તે ૨૦૨૪-૨૫માં વદી ૩૭૦૦ લાખ ટન નજીક પહોંચી ગયું છે. ઉત્પાદનમાં વૃદ્ધી જોતાં ટૂંકમાં આ આંકડો આગળ ઉપર ૪૦૦૦ લાખ ટનને આંબી જવાની શક્યતા આ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા હતા.

વિવિધ ફળો તથા શાકભાજીના વાવેતર હેઠળનો વિસ્તાર ૨૯૦૮ લાખ હેકટર્સથી વધી ૨૯૪૮થી ૨૯૪૯ લાખ હેકટર્સ સુધી પહોંચી ગયો છે તથા ટૂંકમાં આ આંકડો ૩૦૦૦ લાખ હેકટર્સની સપાટી પાર કરી જશે એવી ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. દરમિયાન, વિવિધ ફળોનું ઉત્પાદન આશરે ૫થી ૬ ટકા વધી ૧૧૮૭થી ૧૧૮૮ લાખ ટન નોંધાયું છે તથા કેળા, કેરી, આંબા, કલીંગર, ફણસ, પપૈયા, પેરુ વિ. ફળોના ઉત્પાદનમાં વિશેષ વૃદ્ધી જોવા મળી છે. દરમિયાન,  વિવિધ શાકભાજીનું ઉત્પાદન આશરે ૪થી ૫ ટકા વધી ૨૧૫૬થીૂ ૨૧૫૭ લાખ ટન નોંધાયું છે તથા વિશેેષરૂપે કાંદા તથા બટાટાના ઉત્પાદનમાં ખાસ્સી વૃદ્ધી આ ગાળામાં જોવા મળી છે.

કાંદાનું  સઉત્પાદન આશરે ૨૬થી ૨૭ ટકા વધી ૩૦૭થી ૩૦૮લાખ ટન થયું છે જ્યારે બટાટાનું ઉત્પાદન આશરે બે ટકા વધી ૫૮૧ થી ૫૮૨ લાખ ટન નોંધાયું છે. ટોમેટાનું ઉત્પાદન વધી ૧૯૪થી ૧૯૫ લાખ ટનને આંબી ગયું છે. દવામાં વપરાતા તથા સુગંધી દ્રવ્યોમાં વપરાતા છોડવાઓનું ઉત્પાદન વધી ૭ લાખ ૮૦થી ૮૧ હજાર ટન થયું છે. જ્યારે લસણ, આદુ, સુંઠઑ, હળદર વિ.નું ઉત્પાદન વધતાં વિવિધ મસાલાઓનું કુલ ઉત્પાદન વધી ૧૨૪થી ૧૨૫ લાખ ટનને આંબી ગયું છે. બિયારણોની ગુણવત્તામાં સુધારો તથા અદ્યતન ટેકનોલોજીનો વપરાશ વધતાં બજારમાં માગ પણ વધતાં હોર્ટીકલ્ચર ક્ષેત્રમાં ઉત્પાદન વધતું જોવા મળ્યું છે. કૃષી વૈજ્ઞાનિકોએ પણ આમાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે.  જોકે પશ્ચિમ બંગાળમાંથી મળતા સમાચાર મુજબ ત્યાં બટેટાના વાવેતરના વિસ્તારમાં ઘટાડો થવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા છે. ત્યાં ૨૦૨૪-૨૫માં આવું વાવેતર ૪ લાખ ૯૦ હજાર હેકટર્સમાં થયું હતું તે ૨૦૨૫-૨૬માં આવા વાવેતરનો  વિસ્તાર ઘટવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા ૨૦૨૪-૨૫માં બટાટાનું ઉત્પાદન બમ્પર થતાં તથા ભાવ નીચા ઉતરતાં  ૨૦૨૫-૨૬ માટે બટાટાના વાવેતરનું આકર્ષણ બંગાળમાં ઘટયાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. હુગલી વિસ્તારમાં ખેતરોમાં પુરના પાણી ભરાતાં વાવેતરને અસર પડી છે.