Get The App

રશિયાનો US સાથેના વેપારમાં ખૂબ જ ઓછો ટ્રેડ સરપ્લસ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
રશિયાનો US સાથેના વેપારમાં ખૂબ જ ઓછો ટ્રેડ સરપ્લસ 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- 2024-25માં ભારતે વિવિધ દેશમાંથી ૨૫૩ બીલીયન ડોલરની ક્રૂડની આયાત કરી

અમેરીકાની જંગી વ્યાપાર ખાધ અમેરીકાની વિદેશપ્રધાન રૌલીને તેમજ તેના અધધધ યુદ્ધ બજેટ (ડીફેન્સ બજેટને ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ બજેટ નામ આપ્યું છે) તે કારણે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જગતના અન્ય દેશો સામે એટલે છંછેડાયા છે કે જગતના સૌથી મોટા અર્થતંત્ર પાસે અધધધ ટ્રેડ સરપ્લસ હોવો જોઈએ તેને બદલે અધધધ ટ્રેડ ડેફીસીટ (જગતના કોઈપણ દેશ કરતા સૌથી વધારે ટ્રેડ કેફીસીટ) કેવી રીતે હોઈ શકે ભારત જેવો દેશ પણ અમેરીકા સાથે ૪૫.૭ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ધરાવતો હોય તે કેવી રીતે ચાલે આટઆટલો ટ્રેડ સરપ્લસ અમેરીકા સાથેના વ્યાપારમાં મેળવ્યા પછી પણ ભારત રશિયા અને ચીન જેવા કટ્ટર સામ્યવાદી દેશોના ખોળામાં બેસી જાય તે કેવી રીતે ચલાવી લેવાય તેમ ટ્રમ્પ માને છે.

રશિયા ઓઈલ અને ભારત ઃ ટ્રમ્પને એક બાબત ખૂંચ્યા જ કરે છે અને તે બાબત ભારત રશિયા પાસેથી હેવી ડીસ્કાઉન્ટેડ ક્રૂડ ઓઈલ ખરીદે છે તે અંગે છે. ભારત આ સસ્તુ ક્રૂડ ઓઇલ રીફાઈન્ડ કરીને અન્ય દેશોને વેચીને પુષ્કળ નફો કરે છે તેવો પણ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ છે જે હકીકતની દ્રષ્ટિએ સાચો જણાય છે. 

ડોનાલ્ડ ટ્રમ્પને ચીન માટે પુષ્કળ અણગમો અને ઇર્ષા છે કારણ કે ચીન હવે જગતનું 'પાવરહાઉસ' કે 'વર્કહોર્સ' બન્યું છે. તેણે ૨૦૨૪માં વિદેશી વ્યાપાર દ્વારા અધધધ ૭૮૫.૩ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો છે જેનાથી અમેરીકા સામેના વ્યાપારમાં જ ચીને ૨૬૩ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ઊભો કર્યો છે.

 અમેરીકા વિદેશી વ્યાપારમાં ચીનના ઝડપી ઉદયને સાંખી શકતું નથી. અત્યારે અમેરીકાનું દુશ્મન નંબર ૧ રશિયા નથી પરંતુ ચીન છે. અમેરીકાના વિદેશી વ્યાપારમાં રશિયા સામે પણ ટ્રેડ ડેફીસીટ છે પરંતુ તે માત્ર ૧.૫ બીલીયન જેટલી મામૂલી છે. ચીનની સરખામણીમાં રશિયાનો ટ્રેડ સરપ્લસ નજીવો છે. રશિયાનો સમસ્ત જગત સાથેના વ્યાપારમાં ટ્રેડ સરપ્લસ ૨૦૨૩માં ૧૪૦ બીલીયન ડોલર્સ અને ૨૦૨૪માં ૧૫૦.૯ બીલીયન ડોલર્સ હતો જેની સરખામણીમાં ઉપર જોયું તેવું ચીનનો ટ્રેડ જગત સામેના વ્યાપારમાં ટ્રેડ સરપ્લસ અધધધ ૭૮૫.૩ બીલીયન ડોલર્સ હતો. ક્યા અમેરીકાની ૨૦૨૩માં ટ્રેડ ડેફીસીટ ૧.૧ ટ્રેલીયમ ડોલર્સ એટલે કે ૧૧૦૦ બીલીયન ડોલર્સ અને ક્યા ચીનનો ૨૦૨૪માં ૭૮૫.૩ બીલીયન ડોલર્સનો ટ્રેડ સરપ્લસ ! અમેરીકાની એકલાની ચીન સામેની ટ્રેડ ડેફીસીટ ૨૦૨૪માં ૨૬૩ બીલીયન ડોલર્સ હતી !

રશિયાનો અમેરીકા સાથેના વ્યાપારમાં બહુ જ ઓછો ટ્રેડ સરપ્લસ છે જે માત્ર ૧.૫ બીલીયન ડોલર્સ છે પરંતુ સમગ્ર જગતમાં રશિયાના વિદેશી વ્યાપારની વાત કરીએ તો રશિયાનો ૨૦૨૩માં ટ્રેડ સરપ્લસ ૧૪૦ બીલીયન ડોલર્સ અને ૨૦૨૪માં ૧૫૦.૯ બીલીયન ડોલર્સ હતો જે ચીનના જગત સામેના વ્યાપારમાં ૭૮૫.૩ બીલીયન ડોલર્સની સરખામણીમાં ઘણો ઓછો ગણાય. હવે ફરીથી આંકડાને તપાસો. જો ચીનનો ૨૦૨૪માં અમેરીકા સાથે ૨૬૩ બીલીયન ડોલર્સનો સરપ્લસ હોય અને અમેરીકાના રશિયા સાથેના વ્યાપારમાં પણ રશિયાનો ટ્રેડ સરપલ્સ ભલે મામૂલી પરંતુ ૧.૫ બીલીયન ડોલર્સ હોય તો પણ જગતનું સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર જેની પાસે અધધધ ટ્રેડ સરપ્લસ હોવો જોઈએ તે આ બન્ને સરમુખત્યારશાહી સામ્યવાદી દેશોની સરપલ્સને કેમ સાંખી શકે ? તેથી ટ્રમ્પે બધો ગુસ્સો ભારત પર ઠાલવ્યો છે. યાદ રહે કે ભારતને સારૂ લગાડવા કે શાંત પાડવા રશિયાએ ભારતને હેવી ડીસ્કાઉન્ટેડ ભાવે ક્રૂડ ઓઈલ આપવાનું રશિયાના યુક્રેન પર ૨૦૨૨ના હુમલાઓ પછી શરૂ કર્યું છે. જગતના ક્રૂડ તેલના વપરાશમાં અને તેની આયાતમાં ભારત જગતનો સૌથી ત્રીજો મોટો દેશ છે. ભારતે ૨૦૨૪-૨૦૨૫ના વર્ષમાં જગતના જુદા જુદા દેશોમાંથી ૨૫૩ બીલીયન ડોલર્સના ક્રૂડ ઓઈલની આયાત કરી છે તેવો અંદાજ છે.