Get The App

USની વસતી ઓછી છતાં વિશ્વની કુલ આવકમાં તેનો 27 ટકા હિસ્સો

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
USની વસતી ઓછી છતાં વિશ્વની કુલ આવકમાં તેનો 27 ટકા હિસ્સો 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- અમેરિકાની સરાસરી માથાદીઠ આવક લગભગ ૯૦,૦૦૦ ડોલર નજીક

કુલ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ જગતમાં અમેરિકા નંબર એકનું અને ચીન નંબર બેનું સ્થાન ધરાવે છે. જગતમાં કુલ ૧૯૫ રાષ્ટ્રો છે તેમાંથી ૧૯૩ રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ પ્રમાણિત સભ્યો છે અને બે રાષ્ટ્રો બિન સભાસદ (નોન મેમ્બર સ્ટેટસ) રાષ્ટ્રો છે તેમાં જીડીપીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન અમેરિકાનું અને બીજું સ્થાન ચીનનું છે. આઇએમએફ રિપોર્ટ જણાવે છે કે, જીડીપીની દ્રષ્ટિએ ૨૦૨૫માં જગતની વર્લ્ડ ઇન્કમ અનુમાનિત ૧૧૩.૮ ટ્રીલીઅન ડોલર્સ છે જેમાં અમેરિકાની જીડીપી ૨૦૨૫માં અનુમાનીત ૩૦.૫૧ ટ્રીલીઅન ડોલર્સ, ચીનની ૧૯.૨૩ ટ્રીલીઅન ડોલર્સ, જર્મનીની ૪.૭ ટ્રીલીઅન ડોલર્સ, ભારતની ૪.૧૯ ટ્રીલીઅન ડોલર્સ, જાપાનની ૪.૧૯ ટ્રીલીઅન ડોલર્સ (ભારત જેટલી જ) અને યુ.કે.ની ૩.૮૪ ટ્રીલીઅન ડોલર્સ, ફ્રાંસની ૩.૨૧ ટ્રીલીઅન ડોલર્સ, ઇટાલીની ૨.૪૨ ટ્રીલીઅન ડોલર્સ અને કેનેડાની ૨.૨૩ ડોલર્સ છે. રશિયા જગતમાં પોતાને પણ શક્તિશાળી રાષ્ટ્ર ગણે છે પરંતુ તેની જીડીપી ભારતની જીડીપી કરતા માત્ર અડધી એટલે કે ૨.૧ ટ્રીલીઅન ડોલર્સ છે. 

અમેરિકા જગત પર દાદાગીરી કરે છે કારણ કે હાલમાં જગતની કુલ ૮૨૦ કરોડની અનુમાનિત વસતીમાં અમેરિકાની વસતી માત્ર સવા ચાર ટકા હોવા છતાં તેની વિશ્વની કુલ આવક (વર્લ્ડ ઇનકમ)માં તેનો લગભગ ૨૭ ટકા હિસ્સો છે. જ્યારે ભારતની વસતી ૧૪૬ કરોડ પર પહોંચી ગઈ છે અને જગતની ૮૨૦ કરોડની વસતીમાં ભારતનો હિસ્સો ૧૩થી ૧૮ ટકાની વચ્ચે છે. 

તો જગતની કુલ આવકમાં ભારતની જીડીપી લગભગ ૪ ટકા છે. આથી ભારતની સરાસરી માથાદીઠ આવક માત્ર ૨૮૮૦ ડોલર્સ છે તો અમેરિકાની સરાસરી માથાદીઠ આવક ૯૦,૦૦૦ ડોલર્સની નજીક છે. ક્યાં ભારતની માથાદીઠ આવક ૩૦૦૦ ડોલર્સથી પણ ઓછી છે અને ક્યાં અમેરિકાની ભારતની સરાસરી માથાદીઠ આવક કરતા લગભગ ૩૦ ગણી વધારે ? તે ઉપરાંત અમેરિકાની મીલીટરી તાકાત આગળ જગતનો દરેક દેશ થરથર કાંપે છે. 

રશિયાની માત્ર ૨.૧ ટ્રીલીઅન ડોલરની જીડીપી ભારતની જીડીપીની સરખામણીમાં લગભગ અડધોઅડધ છે અને અમેરિકાની જીડીપીની સરખામણીમાં ૧૪મા ભાગની પણ નથી છતાં શું જોઈને રશિયા અમેરિકા આગળ રોફ મારતું હશે ? અમેરિકા તેની અણુ તાકાતથી અને ગંજાવર રાષ્ટ્રીય આવકથી રશિયાને ચપટીમાં ચોળી નાખી શકે તેમ છે. પરંતુ રશિયા અને ચીન પાસે પરમાણુ બોમ્બની તાકાત હોવાથી જ અમેરિકા પોતાના પર વળતા હુમલાના ભયથી તે સામ્યવાદી દેશો પર હુમલો કરતું નથી.

દુશ્મન પર હુમલો કરવાની અને તેને હરાવી દેવાની બાબતમાં અમેરિકા નોર્થ વીએટનામ અને અફઘાનિસ્તાન બન્નેની સામે નિષ્ફળ નિવડયું છે. અમેરિકાની નામરજી છતાં અફઘાનિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરવાદી તાલીબાન સરકાર છે જે દેશને મધ્યયુગમાં લઈ જવા માગે છે અને નોર્થ અને સાઉથ વીએટનામ એક થઈને હવે વીએટનામ કટ્ટર સામ્યવાદી દેશ બની ગયા છે. ચુસ્ત શીયાપંથી ઇરાન પર તેના ધર્મગુરુ રાજ કરે છે. ૯/૧૧ના હુમલાનો બદલો લેવા અમેરિકા યેનકેન પ્રકારે બીન લાદેનને તેના ઘરમાં ઘૂસીને ખતમ કર્યો તે અમેરિકાનું પ્લસ પોઇન્ટ છે.

૨૦૨૩માં ભારતે અમેરિકાને ૩૬.૧ બીલીઅન ડોલર્સની સેવાઓ પૂરી પાડી જ્યારે અમેરિકાએ ભારતને ૩૫ બીલીઅન ડોલર્સની સેવાઓ પૂરી પાડી તેમાં પણ ભારતનું પલ્લું સરપ્લસ છે. ૨૦૨૩માં સેવાઓની નિકાસમાં ભારતે અમેરિકાના સેવા ક્ષેત્રમાંથી ૧.૧ બીલીઅન ડોલર્સનો સરપ્લસ ઉભો કર્યો. આ આંકડાઓ જોઈને કદાચ ટ્રમ્પે નક્કી કર્યું હશે કે ભારત અમારા માલ પર એટલા બધા કરવેરા (ટેરિફ) નાખે છે કે ભારત સામે ખરેખર અમારે જંગી ટ્રેડ સરપ્લસ હોવો જોઈએ તેને બદલે અમેરિકાને જંગી ટ્રેડ ડેફીસીટ સહન કરવી પડે છે.                  (ક્રમશઃ)