Get The App

જગત પર છવાયેલા અમેરિકન વર્લ્ડ ઓર્ડરના હવે વળતા પાણી

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
જગત પર છવાયેલા અમેરિકન વર્લ્ડ ઓર્ડરના હવે વળતા પાણી 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- બીજા વિશ્વયુદ્ધ બાદ

- વિશ્વ પર દાદાગીરી કરતું અમેરિકા ઇ.સ. ૧૭૭૬ સુધી બ્રિટનની કૉલોની હતું

જગતમાં પ્રભાવક વર્લ્ડ ઓર્ડર કેટલી ઝડપથી બદલાય છે તે જાણી આશ્ચર્ય થાય છે. ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધના અંત બાદ જગત પર અમેરીકન વર્લ્ડ ઓર્ડર છવાઈ ગયો છે અને બ્રીટન તદ્દન હાંસિયામાં ધકેલાઈ ગયું છે. બ્રીટન કેન્દ્રી વર્લ્ડ ઓર્ડર બે સદી સુધી ચાલ્યો જે ૧૯૪૫મા બીજા વિશ્વયુદ્ધના અંત બાદ સમાપ્ત થયો. અમેરીકન વર્લ્ડ ઓર્ડરની શરૂઆત ૧૯૪૫ પછી શરૂ થઇ અને તે છેલ્લા ૮૦ વર્ષથી અત્યાર સુધી ચાલુ છે.

ભૂતકાળમાં ઇન્કા એમ્પાયર, રોમન એમ્પાયર, ગુપ્ત અમ્પાયર, મુઘલ અમ્પાયર, ઓટોમેન અમ્પાયર અને બ્રીટીશ અમ્પાયર ઉભા થયા અને કાળક્રમે નાશ પણ પામ્યા. અમેરીકન અમ્પાયર ૧૯૪૫ પછી શરૂ થયું કારણ કે બીજા વિશ્વયુદ્ધમા તેને કોઈ પ્રત્યક્ષ નુકશાન ના થયું સિવાય કે તેના દેશની બહાર તેની હકૂમત નીચેના પર્લ હાર્બર પર જાપાને હુમલો કર્યો. અન્યથા બીજા વિશ્વયુદ્ધમા ઘણા યુરોપીયન દેશોનો કચ્ચરઘાણ વળી ગયો અને અમેરીકાના ઉદયની શરૂઆત થઇ કારણ કે ઔદ્યોગીક ક્રાંતિની શરૂઆત આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલા ભલે બ્રીટને કરી પરંતુ જેને આપણે માસ પ્રોડક્સન, એસેમ્બલી લાઈન પ્રોડકશન માસ ડીસ્ટ્રીબ્યુશનની શરૂઆત કહીએ છીએ અથવા સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીવોલ્યુશન કહીએ છીએ તેની શરૂઆત અમેરીકાએ કરી છે. યાદ રહે કે એસેમ્બલી લાઈન ઉત્પાદનની પધ્ધતિ અમેરીકામા હેન્રી ફોર્ડે મોટરકારના જંગી ઉત્પાદન માટે ખોળી હતી. તે પછી જેને આપણે ડીજીટલ રીવોલ્યુશન તેમજ એઆઈ રીવોલ્યુશન કહીએ છીએ તે અમેરીકાએ એકલા પંડે એક જમાનામાં એવું કહેવાતું કે બ્રીટીશ સામ્રાજ્ય પર સૂરજ કદી આથમતો નથી તેની આજના વૈશ્વીક રાજકારણમા ભારતની સરખામણીમા કોઈ ગણતરી નથી. અમેરીકા અને બ્રિટન તથા ફ્રાંસ અને જર્મનીને એવો ભય લાગવા માંડયો છે કે જગતમા સત્તાનુ કેન્દ્ર જે અત્યાર સુધી અમેરીકા સહિત યુરોપના દેશોમા હતુ તે હવે એશિયાના બે સૌથી મોટા દેશો ચીન અને ભારતમા તો નહી ચાલ્યું જાય ને ? ઇ.સ. ૧૫૦૦ પછી યુરોપનો ઉદય થયો તે પહેલા ભારત સોનેકી ચીડીયા ગણાતું હતું !! બ્રીટનની તે વખતે જહાજી તાકાત (નેવલપાવર) જગતમા શ્રેષ્ઠ હતી એટલે તેણે તેના તે વખતના જહાજી તાકાતના હરીફો સ્પેન, પોર્ચુગલ, ફ્રાંસ અને હોલેન્ડ (નેધરલેન્ડ) તે હરાવી દીધા અને તે વર્લ્ડ ઓર્ડરના ટોપમા આવી ગયું. યાદ રહે કે અમેરીકા જે અત્યારે જગતમા દાદાગીરી કરે છે તે પોતે જ ઇ.સ. ૧૭૭૬ સુધી બ્રીટનની કોલોની હતું. આથી અમેરીકા જગતમા પોતાની કોલોનીઝ સ્થાપવામાં માનતુ નથી પરંતુ જગતમા ઠેકઠેકાણે પોતાની કઠપૂતળી સરકારો કે કહ્યાગરી સરકારોની રચના કરવા માગે છે. અમેરીકા પાસે જબરજસ્ત મીલીટરી પાવર છે. તેનુ મીલીટરી બજેટ જગતના પ્રમુખ દસ દેશોના મીલીટરી બજેટના સરવાળા કરતા વધારે છે. અમેરીકા યુરોપ, આફ્રીકા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ વગેરેથી ભૌગોલિક રીતે ઘણું દૂર છે તેથી વીજળીની ઝડપે નજીકથી કલાક કે બે કલાકમાં જગતના કોઈપણ દેશ પર હવાઈ કે જહાજી હુમલો કરવા તેણે જગતભરમા ૭૦૦થી વધુ મીલીટરી બેઝ સ્થાપ્યા છે. આ તમામ મીલીટરી બેઝ અમેરીકાના સૈનીકો અને હિંસક શસ્ત્રોથી સુસજ્જ છે. એશિયામા તેનું મુખ્ય મથક ડીઆગો ગાર્સીયા છે. પોતાના મીલીટરીના બળ પર મુસ્તાક અમેરીકા જગત પર અપ્રત્યક્ષ રીતે રાજ કરવા માગે છે. હવે બીજા દેશો પર પ્રત્યક્ષ રાજ કરવાનો જમાનો જતો રહ્યો છે. એટલે જગતના રાજકારણ હેજીમોનીનો કન્સેપ્ટ ઊભો થયો છે. હેજીમોની એટલે બીજા દેશોનો પ્રત્યક્ષ કબજો લેવાને બદલે તેના પર પ્રભુત્વ ભોગવવું અને જે તે દેશોની સરકારોએ અમેરિકાના હીતો સાચવવા કે વધારવા માટે અમેરિકાની તાબેદારી સ્વીકારવી. પરંતુ હવે જગત એક ધુ્રવી રહ્યું નથી.