Get The App

સમગ્ર વિશ્વમાં અતિરાષ્ટ્રવાદના સ્વરૂપે ફરી વળેલું જમણેરી મોજું

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
સમગ્ર વિશ્વમાં અતિરાષ્ટ્રવાદના સ્વરૂપે ફરી વળેલું જમણેરી મોજું 1 - image

- અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા

- ધાર્મિક રાષ્ટ્રવાદ અને અતિરાષ્ટ્રવાદ ડેન્જરસ

- જગતમાં ધર્મકેન્દ્રી રાષ્ટ્રો વિજ્ઞાાન અને લોકશાહી માટે બાધારૂપ છે

જગતમા જમણેરી, અતિજમણેરી અને ડાબેરી રાજકારણ લોકશાહીને ખતમ કરી રહ્યું છે. જગતના રાજકારણમાં કશું બ્લેક એન્ડ વ્હાઇટ નથી. જગતના રાજકારણમાં ડાબેરી, અતિ ડાબેરી, જમણેરી, અતિજમણેરી, મધ્યમમાર્ગી, આતંકવાદી, લીબરલ ડેમોક્રસી, અરાજકતાવાદી, મીલીટરી કે સીવીલીયન ડીક્ટેટરશીપ વગેરેને પોલીટીકલ સ્પેક્ટરમ એટલે કે (રાજકારણી મેઘધનુષ) કહે છે.

જગતના રાજકારણમાં જમણેરી, અતિ જમણેરી, ડાબેરી, અતિડાબેરી, મધ્યમમાર્ગી અને લોકશાહી પરિબળો કામ કરે છે. રાજકારણમા ડાબેરી અને જમણેરી શબ્દોનો પ્રયોગ ઇ.સ. ૧૭૮૯મા થયેલા ફ્રેંચ રીવોલ્યુશનમાંથી ઉદ્ભવ્યો. તેમા ફ્રેચ એસેમ્બલીમા જે સભ્યો તેના પ્રમુખની જમણી બાજુ બેઠા હતા તે રાજાશાહીના તેમજ રાજાના રાજ્ય કરવાના દૈવી હક્કમા માનતા હતા અને જૂની સમાજ વ્યવસ્થા, મૂલ્યો અને પરંપરાઓના ટેકેદાર હતા. જે સભ્યો ડાબી બાજુ બેઠા હતા તેઓ રાજાશાહીની વિરૂદ્ધ હતા અને સમાન માનવહક્કો તેમજ અન્ય પ્રગતીશીલ વિચારોના સમર્થક હતા.

ધાર્મિક રાષ્ટ્રવાદ અને અતિરાષ્ટ્રવાદ ડેન્જરસ ઃ જગતમા આજે જમણરી મોજુ અતિરાષ્ટ્રવાદના સ્વરૂપમા ફરી રહ્યું છે. અમેરીકામાં રીપબ્લીકન્સ જમણેરી ગણાય છે અને ડેમોક્રેટસ ડાબેરી નહી પરંતુ સુધારાવાદી લીબરલ ડેમોક્રસીના સમર્થક ગણાય છે. જમણેરી વિચારસરણી ક્યારે ભયાનક હિંસક બની જશે તે કહી શકાય તેમ નથી. હીટલર ૧૯૩૩મા અમારી આર્યજાતી શ્રેષ્ઠ છે અને યહૂદીઓને કચડી નાખવા જોઇએ અને અમે જગત પર રાજ્ય કરવા સર્જાયેલા છીએ તે માન્યતાને આધારે તેણે અન્ય દેશો પર હુમલા કર્યા અને યહૂદીઓ માટે કોન્સન્ટ્રેશન કેમ્પ્સની રચના કરીને લાખો યહૂદીઓને ક્રૂર રીત મારી નાખ્યા. હીટલરનો અને મુસોલીનને અતિજમણેરી (ફાર રાઇટ) ગણી શકાય. અમેરીકામા ડોનાલ્ડ ટ્રમ્પ ફારરાઇટ તરફ ગતી (કેઅવગતી) કરી રહ્યા છે. અમેરીકા ફોર અમેરીકન્સ ઓન્લી પોલીસી હેઠળ તેઓએ અન્ય દેશોને તેમના ખંડિયા રાષ્ટ્રો માનવાના શરૂ કર્યા છે. માત્ર અમેરીકામા જ નહી પરંતુ સમગ્ર યુરોપમા વિદેશી વસાહતીઓ સામે પ્રચંડ વિરોધ ચગ્યો છે. બ્રીટનમા, જર્મનીમાં, ફ્રાંસમાં, અને અમેરિકામાં કેટલાક કાયદેસર તેમજ તમામ ગેરકાયદેસર વસાહતીઓને દેશની બહાર કાઢી મુકવાની ઝૂંબેશ શરૂ થઇ છે. અત્યારે રાષ્ટ્રવાદ બહેકી ગયો છે અને તે ઇમીગ્રેન્ટસની સમસ્યા પર અમેરીકન્સ યુરોપમા સર્વત્ર છવાઈ ગયો છે. આજે જમણેરી રાજકારણ ગણી શકાય. કદાચ અતિજમણેરી પણ ગણી શકાય. આ જ મુદ્દા પર બ્રીટન યુરોપીયન યુનિયનમાંથી છૂટું પડી ગયું જેને બ્રેક્ઝીટ કહે છે કારણ કે બ્રીટનમા ફરવા માટે હજારો અને લાખો યુરોપીયનો આવતા હતા. તેમને વીમાની કોઈ જરૂર જ રહેતી નહતી. જગત અત્યારે વસુધૈવ કુટુમ્બકની ભાવનાથી દૂર થતુ જાય છે. ફ્રાન્સમાં લા પેન નામના પક્ષે ઇમીગ્રન્ટસ માટે અતિજમણેરી પોઝીશન લીધી છે. અમેરીકામા કુકલક્સ કાન અતિ જમણેરી રેસીસ્ટ મુવમેન્ટ  હતી.

ફાર રાઈટ જ્યારે ધર્મ આધારિત રાષ્ટ્રવાદ બની જાય છે. ત્યારે તે અહંકારની હદ વટાવી નાખે છે. કેટલાક ઇસ્લામી દેશો જેમ કે અફઘાનીસ્તાન, પાકિસ્તાન, ઇરાન વગેરેએ તેમના નાગરીકો પર ઇસ્લામીક કાયદાઓ કે નિયમો લાદીને માનવસ્વાતંત્ર્યનો હ્રાસ કર્યો છે. ધર્મ આધારિત રાષ્ટ્રવાદ જૂની પૂરાણી ધાર્મિક પરંપરાઓને અમલમાં મુકીને તેમણે માનવસ્વાતંત્ર્યનો હ્રાસ કર્યો છે.

જગતમા ધર્મકેન્દ્રી રાષ્ટ્રો છે તે વિજ્ઞાાન અને લોકશાહી માટે બાધારૂપ છે. ટૂંકમાં ધર્મ પર કે જાતી (જેમ કે આર્યજાતી) કે શરીરના રંગ (બ્લેક વિરૂદ્ધ વ્હાઇટ) પર ઉભા થયેલા રાષ્ટ્રો લોકશાહીનો નાશ કરે છે. હિંસા ફેલાવે છે. અતિજમણેરી સરકારો (જેમ કે ફાંસીવાદ કે નાઝીવાદ સરકાર કે મુસ્લીમધર્મ કેન્દ્રી સરકાર અને હવે કદાચ ટ્રમ્પ સરકાર) છેવટે હિંસક બનીને સર્વનાશ (જેમ કે હીટલર કે મુસોલીની) નોતરે છે. જગતમાં સૌથી ભયજનક સીસ્ટમ સીવીલીયન કે મીલીટરી ડીક્ટેટરશીપ છે.