Get The App

બીડી પીઓ કે પ્રાઈવેટ પ્લેન ખરીદો, બધું સરખું છે !

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
બીડી પીઓ કે પ્રાઈવેટ પ્લેન ખરીદો, બધું સરખું છે ! 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- 40 ટકા જીએસટી છાપ બીડી પીનારા મુરતિયાઓનું તત્કાળ ગોઠવાઈ જશે 

કાલે  ઉઠીને સરકાર વ્યક્તિગત રીતે  સર્વાધિક જીએસટી  ભરનારાની  યાદી  જાહેર કરે તો તેમાં કદાચ આખા દિવસમાં બીડીની  ઝૂડીની ઝૂડી પી  નાખનારા  કોઈનું  નામ આવે  તો  નવાઈ  પામવા  જેવું નહિ હોય. કારણ કે  તેણે એક-એક  બીડી પેટે  ૪૦ ટકા જીએસટી  ચૂકવ્યો હશે. 

બીડી પીવી એ રાતોરાત એક  લક્ઝરીની વ્યાખ્યામાં  આવી  ગયું  છે. થેન્ક્સ ટૂ , જીએસટી  કાઉન્સિલ હવે જીએસટી  રેટની રીતે બીડી પીવાવાળાને પ્રાઈવેટ પ્લેન ખરીદનારાની  પંગતમાં  બેસાડી  શકાશે  કારણ ક ે પ્રાઈવેટ પ્લેન ખરીદો કે  બીડી  પીઓ, બંને  પર  ગ્રાન્ડ  ટોટલ  ૪૦ ટકા  જીએસટી  લાગવાનો  છે. મતલબ  કે બીડીની ઝૂડી પીનાર  તથા  પ્લેન ખરીદનારાનું  રાષ્ટ્રીય  તિજોરી  ભરવામાં  ટકાવારીની  દ્રષ્ટિએ  એકસરખું પ્રદાન હશે. 

હમણા   સુધી શહેરોમા ં સિગરેટ  પીનારા  જુવાનિયા પોતાને  બહુ  તીસમારખાં  ગણતા હતા અને  તેની  સામે  બીડી પીનારા  લઘુતાગ્રંથિ  અનુભવતા હતા. હવે  સરકારે બીડી પર  ૪૦  ટકા  જીએસટી  બાબતે  જાગૃતિ  લાવવાની  જરુર  છે. પોતે  ૪૦  ટકા  જીએસટીવાળી  બીડી પી રહ્યા  છે  તેવો  ખ્યાલ આવ્યા  બાદ તેમની એક એક કશની લિજ્જત વધી જશે. બીડી  પીનારાઓ  પ્રત્યે જોવાની સમાજની દ્રષ્ટિ જ બદલાઈ જશે. ૧૮  ટકા  જીએસટી  ભરનાર  સિડાન કારવાળો  પોતાના  ડ્રાઈવરને  ૪૦ ટકા  જીએસટીવાળી  બીડી  પીવી પોસાય  છે  તે વાતે ઈર્ષા  અનુભવશે. અત્યાર   સુધી કદાચ કોઈ જુવાનિયાંની  સગાઈ એ  મુદ્દે  જ તૂટી ગઈ હશે  કે મુરતિયાને તો સાદી સિગરેટ  પણ પોસાતી નથી  ને નકરી બીડીઓ  જ  ફૂંકે છે. તેને  બદલે કદાચ હવે મુરતિયો રોજની બે ઝૂડી બીડી ફૂંકી નાખે  છે  એવી  વાત પ્રસર્યા પછી તેનું ફટાફટ ગોઠવાઈ જાય તો નવાઈ નહિ. 

જે  વાતે  શરમ  અનુભવવાની  હોય   તે  વાતે પણ ગૌરવ ગાન કરવાની  સરકારી રસમમાં   ગુટખાવાળા  પણ ઉમેરાઈ જશે. અત્યાર  સુધીમાં  બોલીવૂડમાં  ફોરેનની  લક્ઝરી ગાડી કે  બ્રાન્ડેડ ડાયમંડ જ્વેલરી  જેવી  ચીજોની  જાહેરાત  કરનારા  જ  ટોચના  સ્ટાર ગણાતા હતા. પરંતુ, હવે  ગુટખા સ્ટાર અજય  દેવગણ આ યાદીમાં   ટોચના સ્થાને પહોંચી જશે. 

મુન્નાભાઈ  સીરિઝની  ફિલ્મોવાળા  ગાંધીજી  કોઈ ગુટખા ખાઈને  થૂંકે  તો  દોડીને તેના  ડાઘ  સાફ કરવાનું કહી ગયા છે. પણ, શક્ય છે  કે  મ્યુનિસિપાલિટી  કે જીએસટી ખાતાં વાળા  રસ્તે  આવતાં   જતાં સ્પેશ્યલ ડ્રાઈવ  ગોઠવીને  ગમે ત્યાં લાલચટ્ટાક થૂંકી જનારાને  હારતોરા પહેરાવીને  સન્માન  પણ કરી  નાખે. ગુટખા   ખાનારા  કાંઈ  સમાજની મોટી  સેવા નથી કરતા કે તેનું  સન્માન કરવાનું  હોય તેવી દલીલ કરનારાઓએ  આ બાબતે  જ્ઞાાતિ  સમારંભોનું  ઉદાહરણ   યાદ રાખવા જેવું છે. ફક્ત ને ફક્ત સર્વાધિક  ફાળાના  જ  જોરે  જ્ઞાાતિના સ્ટેજ  પર ગોઠવાઈ  ગયેલા  પ્રમુખશ્રી  કે અતિથિવિશેષશ્રીને  કોઈ પૂછવા જતું નથી  કે  તમે  આ દાન કઈ કમાણી પર આપ્યું  છે. એ  જ  ધોરણે  કાલે  ઉઠીન ે  જીએસટી અધિકારીઓ  કોઈ બીડી બહાદૂરનું  જાહેર  સન્માન કરશે  તો કોઈ એમ  નથી કહેવાનું  કે આ તો પાપી ચીજ પર ખર્ચાનો  શરપાવ છે. 

૪૦   ટકાના   સ્લેબમાં   પ્રાઈવેટ પ્લેન અને  એસયુવી ગાડીઓ  પાછળનો  ખર્ચો  લક્ઝરી ખર્ચ  ગણાવાઈ રહ્યો  છે  જ્યારે  આ જ સ્લેબના સિગરેટ, બીડી , ગુટખાને  સિન ગુડ્ઝ  એટલે  કે  પાપી ચીજો ગણાવાઈ રહી  છે. પણ  એમ  તો  ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થતાં  થતાં  કે  સરકારી  શાળાઆ ે અને  દવાખાનાંની હાલત  જોઈને  કે પછી  રોજના  કરોડોના  હિસાબે  ચાલતી  સંસદમાં માનનીય સાંસદશ્રીઓનો  ગોકીરો જોઈને  દરેક કરદાતાને  એમ  જ લાગતું  હશે  કે આપણે  જેના પર  એક રુપિયાનો પણ ટેક્સ ભરીએ  છીએ  તે   બધી ચીજો  પણ સિન ગુડઝ જ  ગણાઈ જવી  જોઈએ  કારણ કે  આ બધા માટે ટેક્સ ચૂકવવો એ પણ મોટુું પાપ છે  !

સ્માઈલ ટીપ 

નવું સરકારી સૂત્રઃ બીડી.. કર ઉઘરાવનારાઓ માટે સ્વર્ગની અનુભૂતિની સીડી