Get The App

GSTAT અપીલ : કેટલાક મુખ્ય પાસાઓની ચર્ચા

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
GSTAT અપીલ : કેટલાક મુખ્ય પાસાઓની ચર્ચા 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

ભારત સરકારે તાજેતરમાં GST Appellate Tribunal (GSTAT)  કાર્યરત કર્યું છે. નાણામંત્રીના નિવેદન મુજબ 'GSTAT એ GST વિવાદની ન્યાયપ્રક્રિયા માટેનો આગામી પડાવ છે'.  GSTAT એ એક અપિલીય ટ્રિબ્યુનલ છે જ્યાં પ્રથમ અપીલના ઓર્ડર સામે બીજી અપીલ કરી શકાય છે. અહીંના ઓર્ડર પછી માત્ર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જ અપીલ થઇ શકે. સામાન્ય રીતે, પ્રથમ અપીલનો ઓર્ડર મળ્યાની તારીખથી ૩ મહીનામાં GSTAT માં અપીલ કરવી ફરજિયાત છે. ભારત સરકારે તાજેતરમાં Goods & Services Tax Appellate Tribunal (GSTAT) કાર્યરત કર્યું છે. હવે કરદાતાઓને પોતાના હકો માટે બીજી અપીલ કરવાની સગવડ મળી છે. આજના લેખમાં, GSTAT  ના તાજેતરમાં આદેશની વિગતો અને GSTAT સાથે અપીલના કેટલાક મુખ્ય પાસાઓની ચર્ચા કરવામાં આવી છે.

GSTAT એ એક સ્વતંત્ર ટ્રિબ્યુનલ છે, જે પ્રથમ અપીલ પછી કરદાતા અને વિભાગ (Department) બન્નેને પોતાની ફરિયાદ રજૂ કરવાની સુવિધા આપે છે. જો કોઈ કરદાતાને Appellate Authority નો આદેશ અસ્વીકાર્ય લાગે, તો તે હવે GSTAT માં અપીલ કરી શકે છે.

સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર GSTAT માં અપીલ કરવા માટે ખાસ ફોર્મ્સ તૈયાર કરાયા છે, (i) FORM GST છઁન્-૦૫ થ ખરધઆથઆ ધઅળઆરઆ GSTAT સમક્ષ અપીલ કરવા માટે,  (ૈૈ) ર્ખંઇસ્ GST છઁન્-૦૬ થ GSTAT માં મેમો ઓફ ક્રોસ ઓબજેક્સન દાખલ કરવા માટે (ૈૈૈ) ર્ખંઇસ્ GST છઁન્-૦૭ થ વિભાગ  (Department) દ્વારા અપીલ કરવા માટે. આ ફોર્મ્સ GST  પોર્ટલ પર ઇલેક્ટ્રોનિકલી ભરવાના રહેશે.

પ્રિન્સિપલ બેન્ચ ઃ પુરવઠાના સ્થળ સહિત કોઈપણ બાબત દાખલ કરવી. રાજ્ય બેન્ચ ઃ પુરવઠાના સ્થળ સિવાય કોઈપણ બાબત GSTAT પેન્ડિંગ એન્ટી-પ્રોફિટિયરિંગ બાબતોની સુનાવણી કરશે. જો ઓર્ડર ઇન અપીલ  (ર્ંૈંછ) પુરવઠાના સ્થળ સહિત બહુવિધ મુદ્દાઓને આવરી લે છે, તો તે મુખ્ય બેન્ચને મોકલવી જોઇએ.

પોર્ટલ પર એક સાથે અપીલો આવતા તકલીફ ન પડે તે માટે, અપીલો તબક્કાવાર દાખલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ૦૧-૦૨-૨૦૨૨ થી  ૩૧-૦૧-૨૦૨૨ વચ્ચેની પ્રથમ અપીલ ઓર્ડર્સ - GSTAT અપીલ ૨૪-૦૯-૨૦૨૫ થી ૩૧-૧૦-૨૦૨૫ દરમિયાન કરવી,  ૦૧-૦૨-૨૦૨૨ થી ૨૮-૦૨-૨૦૨૩ સુધીની પ્રથમ અપીલ ઓર્ડર્સ - GSTAT અપીલ ૦૧-૧૧-૨૦૨૫ થી ૩૦-૧૧-૨૦૨૫ દરમિયાન કરવી, ૦૧-૦૩-૨૦૨૩ થી ૩૧-૦૧-૨૦૨૪  સુધીની ઓર્ડર્સ - GSTAT અપીલ ૦૧-૧૨-૨૦૨૫ થી ૩૧-૧૨-૨૦૨૫ દરમિયાન કરવી, ૦૧-૦૨-૨૦૨૪ થી  ૩૧-૦૫-૨૦૨૪ સુધીની ઓર્ડર્સ - GSTAT અપીલ  ૦૧-૦૧-૨૦૨૬ થી ૩૧-૦૧-૨૦૨૬ દરમિયાન કરવી  ૦૧-૦૬-૨૦૨૪ થી ૩૧-૦૩-૨૦૨૬ સુધીની ઓર્ડર્સ -  GSTAT અપીલ ૦૧-૦૨-૨૦૨૬ પછી કરવી. બાકી તમામ ઓર્ડર્સ (૩૧-૦૩-૨૦૨૬ સુધીના) - GSTAT અપીલ  ૦૧-૦૩-૨૦૨૬ પછી કરવી, બધા કેસોમાં અંતિમ સમયમર્યાદા ૩૦-૦૬-૨૦૨૬ સુધી રાખવામાં આવી છે.

રૂ. ૧૦,૦૦૦ પ્રતિ અપીલ ફી ભરવી પડશે સાથે સાથે વિવાદિત કરની  ૨૦% રકમ સુધીનું પ્રિ-ડિપોઝિટ કરવું ફરજિયાત છે (જેમાં પ્રથમ અપીલ વખતે ૧૦% ભરાયું હોય, હવે વધારાના ૧૦%  ભરવાના રહેશે)