Get The App

GSTR 9 વખતે વેરાશાખની કાળજી લેવી અનિવાર્ય

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
GSTR 9 વખતે વેરાશાખની કાળજી લેવી અનિવાર્ય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ નાણાકિય વર્ષ 2024-25 માટે વાર્ષિક પત્રક GSTR 9 તથા રિકન્સીલિયેશન સ્ટેટમેન્ટ GSTR 9C  ભરવાની મુદત હાલ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ છે. આ વર્ષે સરકાર દ્વારા  GSTR 9 માં ઘણા સુધારા કર્યા છે અને વેપારી આલમે વધુ કાળજી લઈને પત્રકો ભરવાના છે. આજના લેખમાં વેરાશાખની જોગવાઈ અને વિવિધ તકલીફો તેનો દાવો માન્ય રાખવા માટે વિષે ચર્ચા કરવામાં આવી છે. 

ખાસ નોંધવુ કે એક બાજુ કલમ ૧૬ હેઠળ જોગવાઈ ધ્યાને લેવાની અને બીજી બાજુ વાર્ષિક પત્રકમાં વેરાશાખ કેવી રીતે માંગી તેનુ પણ સચોટ વર્ણન કરવાનું રહેશે. વાર્ષિક પત્રક અન્વયે કોઈ નવો દાવો રજૂ થઈ નથી શક્તો પણ જો કોઈ જવાબદારી ચૂકવવાની રહી ગઈ હોય તો તે દર્શાવીને દંડ વગર ચૂકવણી કરી શકાય છે.

નિયમ ૪૨,૪૩ની કપાત

જો કોઈ કપાત નિયમ ૪૩ અથવા નિયમ ૪૨ હેઠળ કરવાની રહી ગઈ હોય તો તે વાર્ષિક પત્રકમાં બતાવવાની થાય. ખાસ નોંધ લેવી કે નિયમ ૪૨ (૨) હેઠળ માસિક કપાત કર્યા બાદ આખા નાણાકિય વર્ષના આંકડા લઈને બાકી વધધટ સરભર કરવાની થાય. જો આમ બાકી હોય તો તેની કાળજી લઈ વાર્ષિક પત્રકમાં વિગત બતાવવાની થાય.

ઇન્ટ્રા હેડ વેરાશાખ

સરકાર દ્વારા તારીખ ૧.૧.૨૦૨૨ થી CGST કાયદા હેઠળ કલમ ૧૬(૨) (એએ)ની જોગવાઈ દાખલ કરવામાં આવી અને તેની સાથે નિયમ ૩૬(૪) ને લીગલ વર્ચસ્વ આપ્યું. સમગ્ર ભારતમાં નિયમ ૩૬(૪) ની લીગલ વેલીડીટી માટે અનેક રીટ દાખલ થઈ હતી. 

જ્યારે કલમ ૧૬(૨) (એએ) લાવવામાં આવી ન હતી. આના માટે થઈને જ CBIC દ્વારા ૧.૭.૨૦૧૭ થી તારીખ ૩૧.૧૨.૨૦૨૧ સુધીના સમય માટે પરિપત્ર દ્વારા તેમ ખુલાસો કર્યો કે GSTR 2A માં બીલ ના દેખાય તો પણ ભછસર્ટીફીકેટ/ વેપારીના નિવેદન ઉપર વેરો ભરેલો છે તેના આધારે વેરાશાખનો દાવો માન્ય રાખવા સુચન કર્યું. 

હવે તારીખ ૧.૧.૨૦૨૨ પછી GSTR 2B માં જે વેરાશાખ દેખાય તેટલી જ લઈ શકાય તેમ કાયદો પ્રસ્થાપિત થયો. જ્યારે ઇન્ટ્રાહેડ વેરાશાખનો દાવો કરવામાં આવે તે વખતે નિયમ ૩૬(૪) તથા કલમ ૧૬(૨)(એએ)નું ઉલંઘન થાય. જો ઇલેકટ્રોનિક ક્રેડિટ લેજરમાં સઘળુ બેલેન્સ હોય તે વખતે માત્ર વ્યાજના ભાગે તેવો પરિપત્ર છે પણ દાવો માન્ય રહેશે તેવી કોઈ ચોખવટ કે ખુલાસો નથી. આમ GSTR 9 વખતે આ બાબતે કાળજી લેવી અનિવાર્ય છે.