Get The App

અસ્તિત્વ નાબૂદ થયા બાદ કંપનીની આકારણી ના થાય

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
અસ્તિત્વ નાબૂદ થયા બાદ કંપનીની આકારણી ના થાય 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ અધિકારીને આકારણી કરવાની સત્તા આપી છે. સામાન્ય રીતે દરેક નોંધાયેલ વ્યક્તિએ સ્વઆકારણી પ્રમાણે પત્રકો ભરી પોતાની વેરાકિય જવાબદારી અદા કરવાની થાય. જ્યારે ખાતાના અધિકારીને તેમ લાગે કે અથવા તો માનવાને કારણ હોય કોઈ નોંધાયેલ વ્યક્તિઓ પોતાની વેરાની જવાબદારી યોગ્ય રીતે અદા નથી કરી તે સમયે તેઓ કલમ ૭૩ અથવા કલમ ૭૪ હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે અને નોટીસ ફટકારવામાં આવતી હોય ઘણી વખત કંપનીનું અસ્તિત્વ પૂર્ણ થઈ જાય છે અને ધંધો બંધ થઈ જાય છે તેવા કિસ્સામાં જ્યારે અમાલગમેશન અથવા લીકવીડેશન થઈ જાય છે તે પછી જો આકારણીની નોટીસ આપવામાં આવે તો તે યોગ્ય ગણાય ખરી ? ખાતાના મતે તે યોગ્ય છે પણ આ બાબતનો વિવાદ માન. ગુજરાત હાઈકોર્ટની સમક્ષ પ્રતીક સુરેન્દ્રકુમાર શાહ વિ. સ્ટેટ ઓફ ગુજરાત (SCA No. 2489 & 2496/2024) ઉપસ્થિત થયો અને માન. વડી અદાલત દ્વારા ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

પ્રસ્તુત કેસમાં અરજદારની કંપની દ્વારા ધંધો બંધ કર્યો હોવાથી માન. NCLT સમક્ષ કંપનીને લીકવીડેટ કરવાની અરજી કરવામાં આવેલી હતી. કેસના ગુણદોષ જોતા અને હકીકત પ્રમાણે માન. NCLT  દ્વારા ફડચાની અરજી હેઠળ તમામ સત્તાધીશોને પોતાના કલેમ રજૂ કરવા પૂરતો સમય અને તક આપવામાં આવી હતી. આમ, લીકવીડેટર દ્વારા ખાતાના અધિકારીને લેખીત જાણ કરી હતી કે કંપની ફડચામાં જઈ રહી છે સ્વૈચ્છિક રીતે અને તેના અનુસંધાનમાં અધિકારી દ્વારા કોઈ જવાબ અથવા તો દાવો રજૂ કરવામાં આવ્યો ન હતો. કંપનીનું અસ્તિત્વ NCLT દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને GST નો નોંધણી નંબર રદ્દ કરવામાં આવ્યો જે ખાતાના અધિકારીએ સ્વિકારી લીધું. તારીખ ૧૩-૧૧-૨૦૨૦થી નોંધણી નંબર રદ્દ થયો અને ત્યારબાદ ખાતાના અધિકારી દ્વારા તારીખ ૨૮-૯-૨૦૨૩ના રોજ નોટીસ પાઠવી કલમ ૭૩ હેઠળ. કંપનીના રજિસ્ટ્રાર (ROC) દ્વારા NCLT નો તારીખ ૩૦-૯-૨૦૨૨ નો વિસર્જનનો આદેશની નોંધ તારીખ ૭-૧૦-૨૦૨૨ના લીધી હતી. ખાતાની કલમ ૭૩ હેઠળ નોટીસ અન્વયે આદેશને માન. ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો.

અરજદારની દલીલ

જે સમયે લીકવીડેશનની કાર્યવાહી ચાલુ હતી તે વખતે ખાતાને સંપૂર્ણ જાણ કરાઈ હતી અને તે સમયે કોઈ પણ પ્રતિસાદ ખાતા દ્વારા આપવામાં આવેલો ન હતો. સરકાર દ્વારા SCN નો જવાબ બંધા ધ્યાને લીધા નથી અને જેનું અસ્તિત્વ જ ન હોય તેની આકારણી થઈ ના શકે.

સરકારની રજૂઆત

અરજદાર દ્વારા ભGST ને જાણ કરી હતી પરંતુ ક્ષેત્રફળ અધિકારી તો સ્ટેટ GST છે માટે નોટીસ આવી હોત તો NCLT સમક્ષ તમામ દાવા રજૂ કર્યા હોત. વધુમાં SCN ના મુદ્દા માટે કોઈ ખુલાસો કર્યો નથી માટે આદેશ યોગ્ય છે.

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધ્યું કે જ્યારે કંપનીનું અસ્તિત્વ જ રહેતું નથી તેની આકારણી ના થાય તે સેટલ્ડ લો છે અને સિદ્ધાંત છે. આમ, આદેશ ફગાવી નાખ્યો અને રકમની વસૂલાત પણ સ્થગીત કરી.

Tags :