- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ સરકાર દ્વારા રિવર્સ ચાર્જ હેઠળ વિશિષ્ટ સેવાઓ અને માલના વ્યવહાર સૂચિત કર્યા છે જેમા સપ્લાય પ્રાપ્ત કરનારને GST ભરવાનો થાય. ખાસ નોંધ લેવી કે આ જવાબદારી નક્કી કરતી વખતે નોટીફિકેશનમાં સપ્લાય પ્રાપ્ત કરનાર કેવી વ્યક્તિ છે તે જોવુ ખુબ જરૂરી છે. વધુમાં સરકાર દ્વારા GST કાયદા હેઠળ કલમ ૩૧ હેઠળ [CGST કાયદાની] તેમ પણ જોગવાઈ કરી છે કે સેલ્ફ ઈન્વોઈસ સમયસર બનાવવા ફરજીયાત છે અને સ્વાભાવિક છે કે માસિક-ત્રિમાસિક પત્રક GSTR1 માં તેની માહિતી એટલે ક્રમાંક લખવા હિતાવય છે. આજના લેખનાં રિવર્સ ચાર્જ હેઠળ અમુક વિશિષ્ટ પ્રશ્નોની સરળ સમઝૂતી આપવામાં આવી છે.
નોંધણીની જરૂરિયાત
CGST કાયકાની કલમ ૨૪ (iii) પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિને રિવર્સ ચાર્જ હેઠળ જવાબદારી ભરવા ઉપસ્થિત થાય છે તે સમયે ટર્નોવર જોયા વગર GST નો નોંધણી નંબર લેવો ફરજીયાત છે. માટે જ્યારે વ્યવહાર કરવામાં આવે તે સમયે ખૂબ કાળજી લેવાની થાય.
ભાડા-લીઝ ઉપર રિવર્સ ચાર્જની જવાબદારી
GST કાયદા હેઠળ નોટીફિકેશન નં.૧૩/૨૦૧૭-સેન્ટ્રલ ટેક્ષ રેટ હેઠળ વિશિષ્ટ સેવાઓ ઉપર રેસિપિયન્ટ દ્વારા રિવર્સ ચાર્જ ભરવાનો થાય તેમ જાહેર કર્યું છે. તારીખ ૧૩.૭.૨૦૨૨ના રોજ નોટીફિકેશન નં. ૫/૨૦૨૨-સેન્ટ્રલ ટેક્ષ રેટ દ્વારા તેમ જાહેર કર્યું કે જ્યારે રહેઠાણની જગ્યા નોંધાયેલ વ્યક્તિ દ્વારા ભાડા ઉપર લેવામાં આવે છે ત્યારે આવા નોંધાયેલ વ્યક્તિ (GST કાયદા હેઠળ) દ્વારા રિવર્સ ચાર્જ હેઠળ ભાડાના ખર્ચ ઉપર વેરો ભરવાનો છે. વધુમાં CBIC દ્વારા નોટીફિકેશન નં ૯/૨૦૨૪-સેન્ટ્રલ ટેક્ષ (રેટ) દ્વારા ક્રમાંક પરોવી દાખલ કરીને તેમ સૂચવ્યું છે કે જ્યારે કોઈ પણ સ્થાવર મિલકત GST કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિ દ્વારા ભાડે લેવામાં આવે અને સ્થાવર મિલકતના માલિકની પાસે GST નોંધણી નથી તેવા કિસ્સામાં GST નોંધાયેલ ભાડુઆતે રિવર્સ ચાર્જ ઉપર વેરો ભરવાનો થાય ભાડાના ખર્ચ ઉપર. ખાસ નોંધ લેવી કે આ જોગવાઈ કોમ્પોઝીશન હેઠળ વેરો ભરનાર વ્યક્તિને લાગુ પડતી નથી. આ તમામ બન્ને એન્ટ્રીમાં નોટીફિકેશન એવું બતાવે છે કે રિવર્સ ચાર્જ ત્યારે જ ભરવાનો થાય જ્યારે ભાડે લેનાર વ્યક્તિ પાસે GST નોંધણી નંબર હોય. કોઈ એકમ દ્વારા માત્ર કોઈ કોમર્શીયલ જગ્યા ભાડે લીધી હોય પણ GST નંબર ધરાવતા ના હોય તેવા કિસ્સામાં કઈ ક્રમાંક ૫છમ્ હેઠળ રિવર્સ ચાર્જ ભરવાનો વારો આવે નહીં. ભાડા ઉપરનો રિવર્સ ચાર્જની જવાબદારી નક્કી કરતી વખતે તેમ ખાસ ચકાસવું પડે કે GST નો નોંધણી લેવાનો થાય કે કેમ અને ત્યાર બાદ રિવર્સ ચાર્જની જવાબદારી નક્કી કરવાની થાય.


