- વેચાણવેરો - સોહમ મશરુવાળા
- કલમ ૭૪ હેઠળ નોટીસ આપવા માટે અધિકારીનું પોતાનું માનવુ અને મંતવ્ય કારણ દર્શક નોટીસમાં લખવો ખૂબ જ જરૂરી છે
GST કાયદા હેઠળ માલની હેરફેર વખતે ઇ-વે બીલ માટે જોગવાઈ કરવામાં આવી છે અને વિશિષ્ટ સંજોગોમાં જ માલની હેરાફેરી વખતે ઇ-વે બીલ ના જોઈએ. ઘણી વખત વેપારી દ્વારા બે વખત ઇ-વે બીલ બનાવી દીધા હોય અથવા તો સમાન દસ્તાવેજ ઉપર ટ્રાન્સપોર્ટર પણ બીજી વખત ઇ-વે બીલ બનાવવામાં આવેલ હોય. હાલમાં ઘણા બધા સપ્લાયરોને ખાતા તરફથી કલમ ૭૪ હેઠળ DRC 01 ફોર્મમાં નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કારણ દર્શક નોટીસ ફટકારી છે. આજના લેખમાં આ નોટીસ બાબતે ચર્ચા કરવામાં આવી છે.
કલમ 74 કયારે લાગુ પડે ?
જે કિસ્સામાં છેતરપીંડી, જાણી-બુઝીને ખોટુ સ્ટેટમેન્ટ આપવુ, અથવા હકીકત સંતાડી હોય તેવા કિસ્સામાં કલમ ૭૪(૧) સરકારને નોટીસ આપવાની સત્તા છે અને કાર્યવાહી કરી રોડ કલમ ૭૪ હેઠળ. બેફામ મન ફાવે તેવી રીતે કલમ ૭૪ હેઠળ નોટીસ ફટકારી ના શકાય. વધુમાં માત્ર વેરાની ચોરીનો સંદેહ હોય તેવા કિસ્સામાં ધારણાના આધારે પણ કલમ ૭૪ હેઠળ નોટીસ આપી ના શકાય. આ બાબતને માન અલ્હાબાદ હાઈકોર્ટના મેં આનંદેશ્વર ટ્રેડર્સ વિ.સ્ટેટ ઓફ યુપી (Writ tax 503/2020) ના ચૂકાદાથી ટેકો મળે છે.
ગુજરાત રાજ્યની વડી અદાલતે નટરાજ રબર્સ/13 STC 575 ના કેસમાં ઇવેઝન કોને કહેવાય તે બાબતે ખુબ જ અગત્યનો ચૂકાદો આપ્યો છે જેના આધારે પણ એમ ફલીત થાય છે કે મનસ્વી રીતે કલમ ૭૪ હેઠળ નોટીસ આપી ના શકાય. ખેર હાલમાં જે નોટીસો, દ્વિતીય ઇ-વે બીલ માટે આપી છે તેમાં કેમ કલમ ૭૪ લાગુ પડતી નથી તે જણાવવુ ખુબ જ જરૂરી છે અને ધારદાર રજૂઆત કરવાની થાય.
ભુલ
જે કિસ્સામાં કોઈ વખત સપ્લાયરની ભૂલના લીધે એક જ બીલ માટે બે વખત ઇ-વેબીલ બનાવામાં આવે અને જે વપરાયુ ન હોય તે ઇ-વે બીલ ૨૪ કલાકમાં રદ્દના કર્યુ હોય તેવા કિસ્સામાં કઈ બે વખત GSTનો વેરો ભરવાનો થાય નહીં. ભુલ અજાણતા થઈ હોય તેવા કિસ્સામાં CBIC ના વર્ષ ૨૦૧૮માં આપેલ પરિપત્ર ક્રમાંક ૬૪ પ્રમાણે ટોકન દંડ લેવાનો થાય. આમ બે વખત એક જ વ્યવહાર માટે ઇ-વેબીલ બનાવા થી કઈ બેવડો વેરો ભરવાનો થાય નહીં.
અધિકારીનુ પોતાનું કારણ
કલમ ૭૪ હેઠળ નોટીસ આપવા માટે અધિકારીનું પોતાનું માનવુ અને મંતવ્ય કારણ દર્શક નોટીસમાં લખવો ખૂબ જ જરૂરી છે. હાલ જે નોટીસ આપી દીધી છે. તેમાં કોઈ પણ અધિકારીની પોતાની શોધખોળ અને પોતાના કારણો લખેલા નથી અને ત્રાહીત વ્યક્તિની શોધખોળના લીધે આપી છે. જે નોટીસ રદ્ ગણવાની થાય.


