Get The App

વેરાના દર માટે લેવાની થતી અગત્યની કાળજી

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
વેરાના દર માટે લેવાની થતી અગત્યની કાળજી 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ વર્ષના મધ્યાહનમાં GST ના દરમાં ખૂબ જ મોટા ફેરફાર કર્યા છે. આ સુધારાના લીધે અનેક માલનો ભાવ ઘટાડો થાય તેવો ઉદ્દેશ સરકારનો હતો. કોઈ માલની MRP ઓછી થાય તે ગ્રાહકને તેટલો ફેર પડે. 

GST એક એવો કાયદો બનાવ્યો છે કે તેમાં સરકારને ભાવ ઘટાડાનો લાભ આપેલ ન હોય ગ્રાહકને તો તે આકરા પગલા લઈને લાભ વસુલી શકે છે. ખાસ નોંધ લેવી કે લાભ ગ્રાહકોને માટે છે કે નહીં કે વેપારી માટે આનાથી જેટલા સ્ટોકિસ્ટ કે ડિસ્ટ્રીબ્યુટર તેવા ભ્રમમાં જીવતા હોય છે કે તેમનો નફો વધવાનો તેવું થાય તેમ જ નથી કારણ કે તે કોઈ આખર ગ્રાહક નથી. 

આજના લેખમાં GST ૨.૦ ના લીધે વેચાણ કિંમત બાબતે સુધારાની ચર્ચા અને આવું ન કરવાથી સરકાર દ્વારા પગલા લેવામાં આવશે જેના લીધે પીઠ ભાંગી નાખે તેવી પરિસ્થિતિ થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી છે.

એન્ટી પ્રોફિટિયરિંગની જોગવાઈ

GST કાયદાની કલમ ૧૭૧ સરકારને એન્ટી પ્રોફેટિયરિંગ બાબતે સત્તા આપી છે જે હેઠળ કાર્યવાહી હાથ ધરતા વેપારીઓ ઉપર ખૂબ જ માઠી અસર થાય તેમ છે. વેપારી ઉપર ફરજ છે કે વેરાના દરમાં ફેરફારને લીધે જેટલો અંશ વેચાણ કિંમત (MRP) માં ઘટાડો કરવાનો થાય તેટલો કરવો અનિવાર્ય છે અને તેટલી રકમનો ખોટો લાભ ખાઈ લીધો હોય તે રકમ ૧૮% વ્યાજ સાથે ગ્રાહકને આપવાના થાય. વધુમાં કન્સ્યુમર વેલફેર ફંડમાં રકમ જમા કરાવવાની થાય. તદઉપરાંત ૧૦% દંડ પણ ચૂકવવો પડે. સરકારને GST નોંધણી નંબર રદ કરવાની પણ સત્તા આપી છે.

લીગલ મેટ્રોલોજી હેઠળ ફરજ

વેપારીએ લીગલ મેટ્રોલોજી હેઠળ ભાવ ઘટાડાની માહિતી આપવાની છે અને જૂની નવી ભાવની યાદી પોતાની પાસે પુરાવા સ્વરૂપે રાખવાની છે. ફેર વેચાણ કરનાર વેપારી ઉત્પાદક દ્વારા વેરા ઘટાડાના લીધે સુધારેલ વેચાણ કિંમતથી વધારાની વેચાણ કિંમત વસુલી શકતા નથી. લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડિટીઝ) નિયમ ૨૦૧૧ના નિયમ ૧૮ મુજબ

૩૧.૩.૨૦૨૬ સુધી જૂના પેકિંગ વપરાય

તા. ૨૨-૯-૨૦૨૫ પહેલાનો વેચાયા વગરનો પેક્ડ માલ ઉપર પોતે નવું સ્ટીકર લગાડી વેચી શકે છે આવું કરવું પ્રવર્તમાન ફરજીયાત નથી પણ માલ ઘટાડેલા ભાવે વેચવાનો થાય. ઉત્પાદકે ડિલર્સ/ ડિસ્ટ્રીબ્યુટર્સ/ રિટેલરને નવા ભાવની જાણ કરવાની રહેશે અને નવા ભાવના પરિપત્રની નકલ કેન્દ્ર સરકારના લીગલ મેટ્રોલોજી વિભાગના ડાયરેક્ટર તેમજ રાજ્ય કલેક્ટરને આપવાની રહેશે.