Get The App

GSTR1-GSTR3Bના તફાવત માટે સાંભળવાની તક આપવી અનિવાર્ય

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
GSTR1-GSTR3Bના તફાવત માટે સાંભળવાની તક આપવી અનિવાર્ય 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સપ્લાયરે GSTR1 હેઠળ બીલ-વાઇઝ પોતાના બાહ્ય સપ્લાયની માહિતી આપવાની છે અને જે તે વેરો ભરવાનો થતો હોય તે GSTR3B હેઠળ ભરવાનો થાય. ઘણી વખત GSTR1 અને GSTR3B વચ્ચે કોઈ ખામીના કારણે આંકડા અલગ હોય છે. સરકારના મતે અને CGST કાયદાની કલમ ૭૫(૧૨)ના ખુલાસા મુજબ તારીખ ૧.૧.૨૦૨૨ થી જે દાખલ કરેલ છે, આવો તફાવત સીધેસીધો વસુલ કરવાપાત્ર છે અને વેપારીઓ ભરી દેવાનો થાય. આવો બનાવ ગૌહાટી હાઈકોર્ટ (કોહીમા બેન્ચ) સમક્ષ મેં આઈ.ટી.આઈ. લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડીયા (WPCC)/150/2024) તારીખ ૨૦.૦૩.૨૦૨૬ આવ્યો હતો.

કેસની હકીકત

અરજદારના કેસમાં GST ના અધિકારી દ્વારા તારીખ ૩૦.૪.૨૦૨૪ના રોજ કલમ ૭૩ હેઠળ આદેશ પસાર કરવામાં આવેલ જેમાં GSTR1 અને GSTR3B વચ્ચોના તફાવતની રકમની માંગણી કરવામાં આવી હતી. નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે. અરજદાર દ્વારા GSTR1 પત્રક ભરતી વખતે વેરાનો દર ભૂલથી ૧૮ ટકા દર્શાવી દીધો હતો. ૧૨ ટકાના બદલે. પરંતુ જ્યારે GSTR3B  ભરવામાં આવેલું તે સમયે અરજદાર દ્વારા સાચા દરે વેરો બતાવીને પત્રક ભરવામાં આવેલ અને વેરાકિય જવાબદારી ચૂકવેલ. આના લીધે GSTR1 માં ભરવાપાત્ર વેરો વધુ આવ્યો અને  GSTR3B માં તેના કરતા વેરો ઓછો ભરાયો. કલમ ૭૩ હેઠળ ઓછી ભરાયેલ રકમ માગતા આદેશ વિરૂદ્ધ અરજદાર ગોહાટી હાઈકોર્ટમાં રીટ દાખલ કરી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા ખાસ દલીલ કરવામાં આવી કે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટે કલમ ૭૫(૧૨)નું અક્સ્પ્લનેેશન લાગુ પડે નહી, તદ્ઉપરાંત પ્રસ્તુત કેસમાં એક બોનાફાઈડ ભૂલ થઈ છે અને તમામ હકીકત રેકોર્ડ ઉપર છે. વધુમાં માન. સુપ્રિમ કોર્ટ દ્વારા ભમ્ૈંભ વિ. મે એબરેડર ટેકનોલોજીઝ પ્રા.લી. (૨૦૨૫ (૪) ્સ્ૈં ૧૦૧)  તેમ ઠરાવેલ છે. 

સરકારની દલીલ

સરકારે આદેશ યોગ્ય ઠરાવવા દલીલ કરી.

ગોહાટી હાઈકોર્ટનો ચૂકાદો

માન. હાઈકોર્ટ દ્વારા માન. સુપ્રિમ કોર્ટના ચૂકાદાને ધ્યાને લેતા ખાસ નોધ કરી સરકારશ્રીએ અરજદારની જેન્યૂઇન ભૂલ માટે સુધારવાની તક આપવી જોઈએ અને GSTR1 અને GSTR3B ના તફાવત માટે કારણો માગ્યા વગર સીધો આદેશ કરવો ના જોઈએ. આમ, આદેશ ફગાવી નાખ્યો અને અરજદારને તથ્થો રજૂ કરવાની ૩૦ દિવસની તક આપી.