Get The App

ITC ટ્રાન્સફર માટે મુંબઈ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ITC ટ્રાન્સફર માટે મુંબઈ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો 1 - image


- વેચાણવેરો - સોહમ મશરુવાળા

જો કોઈ નોંધાયેલ વ્યક્તિનો વ્યવસાય વેચાણ, મર્જર, ડિમર્જર, એમાલ્ગમેશન, લીજ કે ટ્રાન્સફર થવાથી રચનામાં ફેરફાર થાય, તો તે બાકી રહેલો ITC પોતાના ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી ટ્રાન્સફર કરી શકે છે, યોગ્ય રીતે દર્શાવવાની શરતે તે સ્વાભાવિક છે કે જ્યારે કરદાતાને કોઈ લાભ આપવાનો હોય ત્યારે GST વિભાગ હંમેશા પડકારો ઉભો કરવાનો અને અયોગ્ય માંગણીઓ ઉઠાવવાનો પ્રયાસ કરશે. સરકાર ''એક રાષ્ટ્ર એક કર'' કહેવત વિશે ઉંચા દાવા કરે છે અને તે કેવળ અજાયબી છે. ૨ અલગ-અલગ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કાર્યરત કંપનીઓના વિલીનીકરણના કિસ્સામાં, GST વિભાગ હંમેશા ક્રેડિટ ટ્રાન્સફર અંગે રિઝર્વેશન રાખશે અને કરદાતા માટે એક મોટો પડકાર ઊભો કરશે. આવો જ એક મામલો નામદાર મુંબઈ હાઈકોર્ટ સમક્ષ Umicore Autocat India Pvt. લિ. યુનિયન ઓફ ઈન્ડિયા અને ઓ.આર.એસ. રિટ પિટીશન નં. ૪૬૩ ઓફ ૨૦૨૪, તા. ૧૦ જુલાઈ ૨૦૨૫ જેના વિશે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અર્જદાર મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાયેલ ખાનગી કંપની છે. NCLT, મુંબઈ દ્વારા Companies Act, 2013, હેઠળ કલમ ૨૩૦ થી ૨૩૨ મુજબ ટ્રાન્સફર સ્કીમ Umicore Anandeya India Pvt. જે ગોવા રાજ્યમાં નોંધાયેલ છે, તેની સાથે યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. ટ્રાન્સફરરે GST ફોર્મ ITC-02 દ્વારા ITC ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ GSTN પોર્ટલે તે વિનંતી એ કારણસર નામંજૂર કરી કે ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી એક જ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં હોવા જોઈએ. આ વિવાદ માનનીય મુંબઈ હાઈકોર્ટ સમક્ષ વિચારણા માટે ગયો.

અરજદારની દલીલ

અર્જદારે દલીલ કરી કે CGST અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૮(૩) તથા CGST નિયમો, ૨૦૧૭ના નિયમ ૪૧માં ITC ટ્રાન્સફર માટે રાજ્યોના આધારિત કોઈ મર્યાદા જ નક્કી કરવામાં આવી નથી. સ્કીમ મુજબ બાકી જવાબદારીઓ અને ક્રેડિટ બંને અર્જદારે મેળવવાનું છે અને તે CGST કાયદા તથા બંધારણની કલમ ૨૬૯છ અને ૨૮૯ હેઠળ અધિકૃત છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે CGST અધિનિયમની કલમ ૨૫(૪) મુજબ જુદા જુદા રાજ્યોમાં રજિસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓને અલગ અલગ વ્યક્તિ માનવામાં આવે છે અને તેથી રાજ્યો વચ્ચે ITC ટ્રાન્સફર માન્ય નથી. એ પણ રજૂ કરવામાં આવ્યું કે ગોવા રાજ્યને આવકના નુકશાન થવા સાથે આવું ટ્રાન્સફર સુવિધા તરીકે પોર્ટલ પર ઉપલબ્ધ નથી.

બોમ્બે હાઈકોર્ટ ચુકાદો :

GST એક ડેસ્ટિનેશન આધારિત કરે છે અને ટેક્સ ક્રેડિટના સતત પ્રવાહ માટે રચાયું છે. ટેકનિકલ મર્યાદાઓ કે રાજ્યોના આધાર પર ટ્રાન્સફરનો ઈનકાર કરવો કાયદાનો હેતુ નિષ્ફળ બનાવે છે હાઈકોર્ટે GSTN ને આદેશ આપ્યો કે ટ્રાન્સફરર (ગોવા) તરફથી ટ્રાન્સફરી (મહારાષ્ટ્ર) તરફ ITC ટ્રાન્સફરની પરવાનગી આપવામાં આવે CGST અધિનિયમની કલમ ૧૮(૩) અને નિયમ ૪૧ અનુસાર બોમ્બે હાઈકોર્ટે નિર્ધાયું કે મર્જર/એમાલ્ગમેશનના કિસ્સામાં વિવિધ રાજ્યો વચ્ચે GST ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે CGST કાયદા કે નિયમોમાં કોઈ પ્રતિબંધ નથી.


Tags :