Get The App

સુપ્રીમ કોર્ટનો પ્રી-ડિપોઝિટ માટે મહત્વપૂર્ણ ચુકાદો

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
સુપ્રીમ કોર્ટનો પ્રી-ડિપોઝિટ માટે મહત્વપૂર્ણ ચુકાદો 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

ભારતીય કર વ્યવસ્થામાં  GST  કાયદો લાગુ થયા પછીથી અપીલમાં પ્રાથમિક ભરણુ માટેની વ્યવસ્થા હંમેશા વિવાદાસ્પદ રહી છે. ખાસ કરીને, CGST  અધિનિયમ,  ૨૦૧૭  ની કલમ ૧૦૭ (૬) હેઠળ અપીલ દાખલ સમયે ૧૦%  પૂર્વ જમા ફરજિયાત છે. પ્રશ્ન એવો ઊભો થયો કે - શું આ પ્રાથમિક ભરણુ "Electronic Cash Ledger (ECL) "  સિવાય "Electronic Credit Ledger (ECL/ITC)"માંથી ૫ણ કરી શકાય ? આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટએ કરદાતા ના પક્ષમાં ચુકાદો આપ્યો. કેન્દ્ર સરકાર આ ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ યશો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (૨૦૨૫) ૩૦ સેન્ટેક્સ ૩૫૨ (એસ.સી) જેની ચર્ચા આજે લેખમાં કરવામાં આવી છે.

કેસની હકીકતો

યશો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક એક્સપોર્ટ કંપની છે. ૨૦૧૮ થી ૨૦૨૧ દરમિયાન કંપનીએ ITC તથા IGST  રિફન્ડ ક્લેઈમ કર્યા હતા. નિયમ ૯૬(૧૦) સીજીએસટી નિયમોને કારણે ITC  નો રિવર્સલ લગભગ રૂ.૩.૩૬ કરોડ જેટલો થયો. આ રકમ DRC-03  મારફતે "Under Protest"  રિવર્સ કરવામાં આવી. ત્યારબાદ કં૫નીએ અપીલ દાખલ કરતી વખતે જરૂરી ૧૦% પ્રી-ડિપોઝિટ Electronics Credit Ledger (ECL) માંથી કરી. સરકારએ આ ડિપોઝિટને નામંજૂર કર્યું અને કહ્યું કે પ્રી-ડિપોઝિટ ફક્ત Electronic Cash Ledger  (કેશ) થી જ કરી શકાય. કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી.

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે કલમ ૧૦૭ (૬) (b) ''માં ચુકવણી કરી છે '' શબ્દનો અર્થ ફક્ત કેશ નથી. વધુમાં કલમ ૪૯ (૪)માટે નિયમ ૮૬(૨) મુજબ આઉટપુટ ટેક્સ જવાબદારી માટે ECL વાપરી શકાય છે. તેથી,  ECL  દ્વારા કરવામાં આવેલ પ્રી-ડિપોઝિટ માન્ય છે. ગુજરાત હાઈકોર્ટે કંપનીના પક્ષમાં ચુકાદો આપ્યો, સરકારે Supreme Courtનો દરવાજો ખટખટાવ્યો.

સરકારની દલીલો

સરકાર મુજબ  "ten percent of the disputed tax"  ની જમા રકમ Cash માં હોવી જોઈએ. ITC  વડે  pre-deposite  કરવાની મંજૂરી આ૫વાથી સરકારને વાસ્તવિક revenue" પ્રાપ્ત થતું નથી.  CBIC એ પણ અલગ-અલગ સર્ક્યુલર દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે પ્રી-ડિપોઝીટ કેશ લેજરમાંથી જ થવો જોઈએ.

યશો ઈન્ડસ્ટ્રીઝ લિમિટડની દલીલો

યશો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા દલીલ કરવામાં આવી કાયદામાં ક્યાંય સ્પષ્ટ નથી કે pre deposite માત્ર cash વડે જ થવી જોઈએ. Electronic Credit Ledger (ITC)  કાયદેસર રીતે  Tax  ચુકવણી માટે માન્ય છે. પ્રથમિક ભરણુ પણ એક પ્રકારનું  tax payment  છે, તેથી ITC  વડે જમા કરવું સંપુર્ણ માન્ય છે.