Get The App

બજારની વાત .

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image


હિંસક વાઘને કિસાને પુરી દીધો

વાઘ જેવું હિંસક ખતરનાક પ્રાણી જ્યારે ધરમાં પ્રવેશે ત્યારે લોકો ગભરાઇને ચીસો પાડવા લાગે છે અને વાધ એકાદને ઉઠાવીને જતો રહે છે. પરંતુ જારખંડના રાંચી જીલ્લાના મરદુ ગામમાં એક કિસાનના ઘરમાં સવારના પાંચ વાગે રોયલ બંગાલ ટાઇગર ઘૂસી આવ્યો હતો. કિસાન તેને જોયો. હડબટાડીમાં આવ્યા વગર તેણે તેની બે નાની દિકરીઓને અને પત્નીને અવાજ કર્યા વગર બહાર કાઢ્યા હતા. વાધ ધરમાં શિકાર શોધવા ફરતો હતો. તે જેવો એક રૂમમાં ગયો કે કિસાને તે રૂમને બહારથી બંધ કરીને તેને પુરી દીધો હતો. બહાર નીકળવા વાધે ગર્જના શરૂ કરી હતી એટલે ગામ ભેગું થઇ ગયું હતું. અંતે જંગલખાતાએ તેને પકડી લીધો હતો. સમયસૂચકતાના કારણે કિસાનનું કુટુંબ બચી ગયું હતું.

બજારની વાત                          . 2 - image

મહિલાએ રેલ્વે ટ્રેક પર કાર ભગાવી

તેલંગાણાના રંગારેડ્ડી જીલ્લામાં એક ૩૪ વર્ષની મહિલાએ પોતાની કાર રેલ્વેના ટ્રેક પર ચઢાવી દીધી હતી. કીયા સોનેટ કાર તેણે રેલ્વે ટ્રેક પર ચઢાવી અને ટ્રેનની જેમ દોડાવી હતી. લોકો તેની પાછળ પડયા હતા. આગળ કાર અટકતાં તેને ખેંચીને બહાર કાઢવી પડી હતી. તે બહુ ગુસ્સામાં હતી.  લોકો તેને બચાવવા માંગતા હતા કેમકે સામેથી ટ્રેન આવેતો તેનો ખુડદો બોલી જાય એમ હતું. નજરે જોનારે કહ્યું હતું કે મહિલાને કારમાંથી બહાર નીકળવા તૈયાર નહોતી એટલે પાંચ લોકોએ ભેગા થઇને તેને બહાર કાઢી હતી.

બજારની વાત                          . 3 - image

નવી મોટર સાઇકલો આવી રહી છે..

ભારતના બજારોમાં પ્રવેશવા નવી મોટર સાઇકલોની  લાઇન લાગી છે. કહે છે કે તેની કિંમત ૨૩.૫૨ લાખ રૂપિયાથી શરૂ થશે. મોટર સાઇકલ પસંદ કરનારા પોતાને ગમતા મોડલની રાહ જોતા રહે છે.  મોટર સાઇકલની પસંદગી સાથે પાવર, પ્રેસ્ટીજ અને સ્પીરીટ સંકળાયેલા છે. અમેરિકાની હર્લી ડેવિડસન માટે પણ ભારતના દરવાજા ખુલ્યા છે પરંતુ મોટેર સાઇકલના રસીયાઓ સ્ટર્ડી ગાડીની શોધમાં હોય છે. ચેલેન્જર સિરીઝના મોડલ ૩૬ લાખથી શરૂ થશે. નવી તમામ મોટર સાઇકલો બાઇકના રસીયાઓ અને બાઇક પર દુરના પ્રવાસો કરનારા માટે બહુ ઉપયોગી પુરવાર થઇ શકે છે.

બજારની વાત                          . 4 - image

બિસોઝે લગ્નમાં માત્ર એક ભારતીયને આમંત્રણ આપ્યું

એમેઝોનના ફાઉન્ડર જેફ બિસોઝના ભપકાદાર લગ્ન અનંત અંબાણીના લગ્નને ઝાંખા પાડી દે એવા થવા જઇ રહ્યા છે. આ લગ્નમાં વિશ્વભરના ટોચના સેલિબ્રીટી આવવાના છે. ભારતના ઉદ્યોગપતિઓ અને એશિયાના ટોપ ટેન પૈસાદારોની યાદીમાં આવતા મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીને આંમત્રણ નથી પરંતુ ૪૩ વર્ષના ફેશન ડિઝાઇનર નતાશા પૂનાવાલાને આમંત્રણ મળ્યું છે. નતાશા ફેશન આઇકોન હોવાની સાથે બિઝનેસ વૂમન પણ છે. ૨૦૦ જેેટલા આમંત્રિતોની હાજરીમાં લગ્ન થવાના છે. વિશ્વના ટોચના લોકોને આંમત્રણ અપાયું છે. નતાશા સીરમ ઇન્સટીટયુટના અદાર પૂનાવાલાના પત્ની  છે. બિસોઝે નતાશાને આમંત્રણ આપતા લોકો તેના વિશે સતત જાણવા ઇચ્છે છે. તેની સંપત્તિ ૬૬૦ કરોડની છે. મુંબઇમાં ૭૫૦ કરોડના લીંકન હાઉસ ખાતે તે રહે છે.

બજારની વાત                          . 5 - image

એપલની એડ પાછી ખેંચાઇ 

જાહેરાતોના વિવાદોથી દુર રહેવા એપલ કંપની માંગતી હોય એમ લાગે છે. તાજેતરમાં એપલે તેની એક જાહેરાત પાછી ખેંચી હતી. તેનો થીમ ધ પેરન્ટ પ્રેઝન્ટેશન હતો. જેમાં કોમેડીયન માર્ટીન હેર્લીને દર્શાવાયો હતો જે વિદ્યાર્થીઓને કહેતો હતો કે મા બાપ પાસેથી કોલેજ માટે મેક કેવી રીતે મેળવવું? વિડીયોમાં કહેવાતું હતું કે કોલેજ માટે મેકની માંગણી કરવાના ૪૫ કારણો. ૮ મિનિટ લાંબો આ વિડીયો હતો. તેની બહુ ટીકા થતા તેને યુટયબ પરથી ઉતારી દેવાયો હતો. આ એડનો બહુ વિવાદ નહોતો થયો પણ આગાઉ ૨૦૨૪માં એપલની એડનો બહુ વિવાદ થયો હતો જેમાં એપલે માફી પણ માંગવી પડી હતી.

બજારની વાત                          . 6 - image

મેલોનીના ચહેરાના હાવભાવ અને ઇન્ટરનેટ

૨૦૨૫માં તાજેતરમાં નેધરલેન્ડ ખાતે નાટોની સમિટ યોજાઇ હતી. સમિટમાં શું થયું તે જાણવાના બદલે ઇન્ટરનેટ પરના લોકોને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીના ચહેરાના હાવભાવ જોવામાં વધુ રસ પડયો હતો. વેશ્વિક સમસ્યાના ઉકેલ માટે ભેગા થયેલા વિશ્વના નેતાઓમાં મેલોનીએ રાજકીય સ્તરે કેવી કોમેન્ટ કરી છે તે જોવામાં કોઇને રસ નહોતો પરંતુ ઇન્ટરનેટ પર મેલોનીના હાવભાવ વધુ જોવાઇ રહ્યા છે. જ્યારે વિશ્વના નેતાઓ પત્રકારોને મળ્યા ત્યારના મેલોનીના હાવભાવ ઇન્ટરનેટ પર લાખો લોકેાએ જોયા છે. તેમને શેનું ટેન્સન હશે તે સમજી શકાયું નથી.

બજારની વાત                          . 7 - image

આઇપીઓમાં સુનામી

આગામી મહિનાઓમાં ૭૪ કંપનીઓને આઇપીઓ લાવવા સેબીએ મંજૂરી આપી છે. આ ૭૪ કંપનીઓમાં એનએસડીએલ, જેએસડબલ્યુ સિમેન્ટ હિરો ફિન કોર્પ વગેરેનો સમાવેશ થાય છે. મે માસમાં એથર એનર્જીના આઇપીઓેએ રોકરાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું ત્યારબાદ જુનમાં ૧૫ આઇપીઓ જોવા મળ્યા હતા. હવે જુલાઇના પહેલા સપ્તાહમાં કેટલાક આઇપીઓ જોવા મળશે. સારો વરસાદ અને રિઝર્વ બેંકના વ્યાજદર કપાતના પગલાં આઇપીઓના માર્કેટને ચેતનવંતુ બનાવી શકે છે. મધ્યમ વર્ગ આઇપીઓમાં વધુ રસ લઇ રહ્યો છે.

Tags :