દવાના પેકેટ પર ગુજરાતીમાં નામ
દવાની સ્ટ્રીપ પર ગુજરાતીમાં નામ નહીં હોવાથી ગામડામાં લોકો દવાના નામ અંગ્રેજીમાં વાંચી શકતા નથી, દવાની કંપનીઓ વાળા અનેક ભાષામાં દવાના નામ બોક્સ તેમજ સ્ટ્રીપ પર લખે છે પરંતુ ગુુજરાતીમાં નામ લખતા નથી. વિરાર-પાલધરના જોષી ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. હેમંત જોષીએ અનેક ફાર્માસ્યુટીકલ કંપનીઓને લખ્યું કે ગુજરાતીમાં પણ દવાના નામ લખવા જોઇએ. ગામડામાં લોકો લાલ ગોળી અને પીળી ગોળી કહીને ડોઝ લે છે પરંતુ તેમાં જાનનું જોખમ રહેલું છે. તેમને અને તેમના પરિવારને ગુજરાતી વાંચતા આવડે છે. પરંતુ ફાર્માસ્યુટીક કંપનીઓ ડો. જોષીની વાતને પ્રતિભાવ નથી આપતી. જોકે તાજેતરમાં બે કંપનીઓએ તેમની માગ સ્વિકારી છે. બ્લ્ડ પ્રેશર માટે વપરાતી ટેબલેટ ટેલવાસ અને અન્ય એક ટેબલેટ ગેસ્ટ્રાફ્લોરન પર ગુજરાતીમાં દવાનું નામ લખાયું છે.

અઝીમ પ્રેમજી વિરુદ્ધ સિદ્ધારમૈયા
શાંત અને સૌમ્ય પ્રકૃતિના વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી અને કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રાફિક બાબતની હૂંસા તૂંસીએ કોર્પેારેટ દુનિયાનુ ધ્યાન ખેંચ્યું છે. મુખ્ય પ્રધાને એક પત્ર લખીને અઝિમ પ્રેમજીને કહ્યું કે બેંગલોરની ટ્રાફિક સમસ્યા હલ કરવા તમારા કેમ્પસમાંથી રસ્તો કરી આપો. અઝિમ પ્રેમજીએ સામે લખ્યુંું છે કે મારી કંપનીનું સંકુલ પ્રાઇવેટ છે. તેમાંથી ટ્રાફિકની અવર જવર થઇના શકે. ટ્રાફિકનું નિયમન કરવા કોઇ નિષ્ણાતની સલાહ લેવી જોઇએ. સિદ્ધારમૈયાએ વિપ્રોના સરજાપુર ખાતેના સંકુલમાંથી રસ્તો આપવાની માંગ કરી હતી. સોશ્યલ નેટવર્ક પર સિદ્ધારમૈયાની ઠેકડી ઉડાવાય છે કે કોઇ પ્રાઇવેટ કંપનીમાંથી રસ્તો પાડવાની માગણી કેવી રીતે થઇ શકે?

કાંડા ધડિયાળમાં ઇનેાવેશન
ભારતમાં કાંડા ધડિયાળનો શોખ નવી જનરેશનમાં જોવા મળે છે તેના પગલે તેનું ઉત્પાદન કરનારા પણ વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કાંડા ધડિયાળ બનાવતી અનેક કંપનીઓ જોવા મળે છે. ૨૦૨૦માં દિલ્હી વોચ કંપનીએ દેવનાગરી કોર્નેગ્રાફ અને હેવલોક જવી વોચ બનાવી હતી. દક્ષિણમાં કેરળમાં કોરામંડળ વોચ કંપની શરૂઆત કરાઇ હતી જે ઓછા જથ્થામાં ઉત્પાદન કરતી હતી. મુંબઇમાં ભૂતપૂર્વ કોર્પોરેટ એક્ઝિક્યૂટીવ વિક્રમ નેરૂલાએ ૧૯૨૫ના કાકોરી કાંડની યાદમાં ઇનેાવેશ બતાવ્યું હતું. કાંડા ધડીયાળનો સંગ્રહ કરનારા કેટલાક લોકોએ ઇનેવોશન પર ભાર મુક્યો હતો.

પેરાસિટામોલ પણ ટ્રમ્પનો શિકાર બનશે
પેરાસિટામોલની બ્રાન્ડ ટાયલીનોલ છે. તેનો ઉપયોગ દુખાવો તેમજ તાવ મટાડવા માટે થાય છે. ટ્રમ્પ કહે છેકે સગર્ભા સ્ત્રીઓ પેરાસિટામોલનો ઉપયોગ કરે તો બાળકમાં ઓટિઝમ(મગજનો વિકાસ સાથે સંબંધિત સ્થિતિ) થવાની શક્યતા વધી જાય છે. અમેરિકામાં ઓટિઝમ થયેલા બાળકોની સંખ્યા વધતી જાય છે. ઓેટિઝમના કેસ ઓછો કરવા ટ્રમ્પના પ્રયાસો પ્રશંસનીય છે. પેરાસિટામોલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાથી ઓટિઝમના કેસ ધટી શકે છે એમ એમેરિકાનું હેલ્થ એન્ડ હ્યુમન ડિપાર્ટમેન્ટ પણ માને છે. ટાયલીનોલનો (પેરાસિટામોલ) જો યોગ્ય ઉપયોગ થાય તો તે મહત્વનું ડ્રગ બની શકે છે પરંતુ સગર્ભા સ્ત્રીઓ માટે તે જોખમી છે. ભારતમાં ડોલો,કેલપોલ, ક્રોસીન વગેરે છૂટથી વેચાય છે.

સીંગલ વિન્ડો ક્લીયરન્સ
હવે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઉગામી ચૂક્યા છે ત્યારે ભારતના ઉદ્યોગ સંગઠનો કહે છે કે સરકારે ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર્સ અને સ્ટાર્ટઅપ માટે સીંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ રાખવી જોઇએ. સ્થાનિક સ્તરે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સીંગલ વિન્ડો બહુ ઉપયોગી બની શકે છે. બહુ નિયમો અને બહુ દસ્તાવેજો મંગાવીને મંજૂરી આપનારી એજંસી ઉદ્યોગ સાહસિકને થકવી નાખે છે. સરકારે નવા પ્રોજક્ટને મંજૂરી માટે ઓનલાઇન મંજૂરી આપવાની તૈયારી રાખવી પડશે. ઇનોવેશન માટેની તમામ એપ્રૂવલ એક જ સ્થળેથી મળી રહે તેવા પ્રયાસ સરકાર માટે આસાન છે પરંતુ સરકારી ખાતા વિવિધ મંજૂરી માટે લોકોને ધક્કા ખવડાવે છે.

રિસર્ચ માટે 1 લાખ કરોડનું ફંડ
ભારતમાં રીસર્ચ અને ડેવલોપમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા સરકાર એક લાખ કરોડનું ફંડ ફાળવી રહ્યું છે. ગયા બજેટમાં સરકારે આર એન્ડ ડી પર ભાર મુક્યો હતો.પહેલીવાર ભારત આર એન્ડ ડી ક્ષેત્રને ટેકો આપી રહ્યું છે. વિકસીત દેશોમાં ખાનગી કંપનીઓ આર એન્ડ ડી પાછળ ૭૦ ટકા ખર્ચ કરે છે જ્યારે તેની સરખામણીમાં ભારતની કંપનીઓ માંડ ૩૦ ટકા જેટલો ખર્ચ કરે છે. ટેકનોલોજીમાં ઇનેાવેશન કરવામાં ભારત આગળ વધી શકે છે. ઇન્ટરનેટ સાથે સંકળાયેલા અનેક સંશોધનોમાં ભારતનો ફાળો નગણ્ય છે. ભારતમાં સ્ટાર્ટઅપને ટેકો આપવા ને શનલ ક્વોન્ટમ મિશન ઉભું કરાયું છે.


