બજારની વાત .
બેંગલુરૂમાં દર બુધવારે વર્ક ફ્રોમ હોમ
બેંગલુરૂમાં ટ્રાફિક સમસ્યા એેટલી ગંભીર છે કે શહેરમાં કામ કરતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓએ દર બુધવારે વર્ક ફ્રોમ હોમનો આઇડયા અપાનાવવા વિચારી રહી છે. આઉટર રીંગ રોડ તરીકે ઓળખાતા શહેરના રાજમાર્ગો પરનો ભરચક ટ્રાફિક સમસ્યાગ્રસ્ત છે. આઇડયા શહેરની ટ્રાફિક પોલીસનો છે. ભારતની આઇટી કેપિટલ તરીકે ઓળખાતા બેંગલુરૂની ટ્રાફિક સમસ્યા પ્રતિદિન ગંભીર બનતી જોય છે. પીક અવર્સસમાં લોકો ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. ઘેરથી જોબ માટે સવારે નવ વાગે જોબ પર જવા નીકળેલા બપોરે ૧૨ વાગે ઓફિસ પર પહેંચે છે. જેના કારણે ૫૦૦ રૂપિયાના પેટ્રોલનો ધૂમાડો થાય છે. કોરોનાકાળ વખતે વર્ક ફ્રોમ હોમનો આઇડયા અમલમાં આવ્યો હતો.
લુઇસ વીટન સામે મની લોન્ડરીંગનો આક્ષેપ
લુઇસ વીટનની હેન્ડ બેગ-પર્સ લેડીઝમાં બહુ લોકપ્રિય છે. નેધરલેન્ડની કંપનીની આ બેગ માટે વિયેના ખાતે એક ચીની મહિલાએ ૩.૫ મિલીયન પાઉન્ડ ખર્ચ કરતા સત્તાવાળાઓ આ કંપની મની લોન્ડરીંગ હેઠળ સંડોવણી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સત્તાવાળાઓને શંકા એટલા માટે ગઇ કે આ પર્સની કિંમત ૩.૫ મિલીયન ડોલર રોકડામાં આપવામાં આવી હતી. તેના માટે કોઇ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ નહોતો કરાયો. સામાન્ય રીતે વ્યક્તિગત સ્તરે કોઇ રોકડ ટ્રાન્ઝેકશન ૧૦,૦૦૦ પાઉન્ડથી વધુ નથી હોતું. જ્યારે ખરીદી કરનાર ચીની મહિલાએ ૩.૫ મિલીયન પાઉન્ડ રોકડા આપ્યા હતા.
૩૦,૦૦૦ કરોડની સંપત્તિ વિવાદમાં
સંજયકપુરની ૩૦,૦૦૦ કરોડની સોના કોમસ્ટાર કંપનીનીની સંપત્તિ કાયાદાકીય વિવાદમાં અટવાયેલી છે. સાસુ અને વહુ વચ્ચે સત્તા આંચકી લેવાના પ્રયાસો શરૂ થયા છે. એક બે દિવસમાં થનારી બોર્ડની મિટીંગમાં આ મુદ્દો ચગવાનો છે. સંજય કપુરના મૃત્યુ પછી તેમની માતા રાણી કપુરે કંપનીનો હવાલો સંભાળી લીધો હતો. ગુરૂગ્રામ સ્થિત ઓટો કમ્પોનન્ટ બનાવતી આ કંપની પર કેટલાક અનામી તત્વો કબજો જમાવવા માંગે છે એમ કહીને માતા રાણી કપુરે કંપનીનો હવાલો લઇ લીધો હતો. રાણી કપુર કંપનીના શેરહોલ્ડર પણ નથી તો પછી તે ચેરમેન પદ માટે કેવી રીતે દાવો કરી શકે? સંજય કપુરની કંપની પર કોઇ કબજો જમાવી શકે છે એવી વાતો સાથે પણ કંપનીના શેર હોલ્ડરો સંમત નથી. સંજય કપુરનું મૃત્યુ પણ શંકાસ્પદ હોવાનો દાવો કરાયો છે.
રોબોટેક્ષી..જાતે ચલાવવાની ટેક્ષી સર્વિસ
સાનફ્રાન્સિસ્કો ખાતે આગામી અઠવાડિયાથી ટેસ્લા કારની રોબોટેક્ષી આવી રહી છે. જે સેલ્ફ ડ્રીવન ટેક્ષી હશે. ઓેસ્ટીન અને ટેક્સાસ ખાતેે આ સર્વિસ ગયા મહિને શરૂ કરાઇ હતી. ઇલોન મસ્કે કહ્યું હતું કે કેટલાક શહેરોમાં રોબોટેક્ષી ચલાવવાની પરમીશન મળી ચૂકી છે. ટેસ્લાની રોબોટેક્ષી છે આધુનિક પણ તેને ચલાવવા ડ્રાઇવર રાખવો પડશે. પહેલાં દરેક માનતા હતાકે રોબોટેક્ષી ઓટોમેટીક હશે પરંતુ ઇલોન મલ્કે કહ્યું છેકે તે તદ્દન આધુનિક છે પરંતુ તેને ઓપરેટ કરવા માણસ જોઇશે. તેમણે ટેસ્લાના સ્ટાફને કહ્યું છેકે તમારા કોઇ સંબંધીને આ જોબ સોંપી શકાયછે.
૭૨,૦૦૦ ફોટા લીક થયા
મહિલાઓને ડેટીંગની સલાહ આપતી એપ્લીકેશન ટી એપના ૭૨,૦૦૦ જેટલા સેલ્ફી લીક થયા છે. આ એપને ૧૦લાખ લોકોએ ડાઉનલોડ કરેલી છે. ઓપન સોર્સ પ્લેટફોર્મ પરથી ૬૦ જીબી જેટલી ઇમેજો ડાઉનલોડ કરાઇ છે. ૪બરચહ નામના યુઝર્સ પ્લેટફોર્મ પરથી એપને હેક કરી હતી અને તેની માહિતી અન્ય સોશ્યલ નેટવર્ક પર ફરતી પણ કરી હતી. યુઝર્સની કેટલીક ખાનગી માહિતી પણ લીક થઇ હતી. સાઇટ પર રજીસ્ટ્રેશન કરવાની સાથે પાસપોર્ટ સાઇઝ ફોટો પણ અપલોડ કરવાનો હોય છે. જેના કારણે તે ફોટા પણ હેકર્સે સાઇટ પરથી મેળવી લીધા હતા. એપના ફાઉન્ડર કહ્યું હતું કે એપ્લીકેશનને હેક કરવા માટે હેકર્સ પાસે સિસ્ટમને કોઇ ઓથોરાઇઝ એસેસ આવી ગયો હતો.
બોસ્ટોન બ્રાહ્મણ એટલે શું?
ભારતમાં કોઇ શહેરમાં બ્રાહ્મણ હોય તે સમજી શકાય છે. જેમકે તમે અમદાવાદનો બ્રાહ્મણ એમ કહી શકો પરંતુ આજકાલ બોસ્ટનના બ્રાહ્મણની વાત બહુ ચગી છે. અમેરિકાના બોસ્ટનમાં બ્રાહ્મણ ક્યાંથી આવ્યા? હકીકત એ છે કે કોલ્ડ પ્લે કીસ કાંડમાં એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બેરોન તેમની કંપનીના એચ આર ક્રિષ્ટીન કેબોટ સાથે સાથે જે રીતે કીસ કરતા પકડાયા તેમાં બંને પરણિત હતા. આ બંનેના લગ્ન જીવનની ખણખોદ કરાઇ હતી જેમાં ક્રિષ્ટીન જેમને પરણી છે તે બોસ્ટન બા્રહ્મણ કુટુંબ છે. આ લોકો વગદાર અને પૈસાદાર કુટુંબ કહેવાય છે. બોસ્ટનમાં વગદાર લોકોેને બ્રાહ્મણ તરીકે ઓળખવાનું શરૂ કરાયું હતું. બોસ્ટન બ્રાહ્મણને હિન્દુ બ્રાહ્મણ સાથેે કોઇ લેવાદેવા નથી. બોસ્ટનમાં જે વગદાર તે બ્રાહ્મણ એમ કહેવાતું હતું.
IASની જોબ છોડી AI સ્ટાર્ટઅપ શરૂ કર્યું
નિતી આયોગ સાથે નવ વર્ષ કામ કરતા આઇએએએસ ઓફિસરે પોતાનું છૈં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આઇએએસ થયેલાએ દિલ્હીની જોબ છોડીને માઇક્રોસોફ્ટમાં જોબ લીધી હતી અને પછી હવે પોતાનું છૈં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આઇએએસ થયા પછી જોબ છોડીને સ્ટાર્ટઅપ શરૂ કરવાનારને ઇન્ટરનેટ પર શાબાશી અપાઇ રહી છે. લોકો તેને કામ પ્રત્યે ક્રેઝી કહી રહ્યા છે. તેમનું નામ કશિશ મિત્તલ છે.૨૦૧૬માં તે વિદેશ મંત્રાલયમાં પ્રાઇવેટ સચિવ પદે હતા. ૨૦૨૦માં રાજીનામું આપીને તે માઇક્રોસોફ્ટમાં જાડાયા હતા. ત્યારબાદ તેમણે છૈં સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.