Get The App

બજારની વાત .

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

SSY v/s SIP v/s  PPF

બચત માટે વિવિધ પ્રલોભનો જોવા મળે છે. દરેક વાલીએ પોતાના સંતાનો માટે વિચારવું જોઇએ. દર વર્ષે પૈસા ભરવાની આવી સ્કીમોમાં મધ્યમ વર્ગ પણ રસ લઇ રહ્યો છે. મોટાભાગની સ્કીમો સંતાનો જ્યારે ૨૧ વર્ષના થાય ત્યારે પાકે એવી હોય છે. પોતાના સંતાનોનું ભવિષ્ય આસાન રહે તે માટે દરેક વાલી બચત માટે વિચારે છે. SSY ( સુકન્યા સમૃધ્ધિ યોજના)માં દર વર્ષે દોઢલાખ રૂપિયા રોકવાથી ૨૧ વર્ષે ૭૧.૮ લાખ રૂપિયા મળે છે. SIPમાં (મ્યુચ્યઅલ ફંડ) ૧.૩૭ કરોડ રૂપિયા મળે છે જ્યારે PPFમાં (પબ્લીક પોવિડન્ટ ફંડ) ૭૨.૯ લાખ રૂપિયા મળે છે. ટૂંકમાં SIPમાં વધારે પૈસા મળે છે. આ એક અંદાજ છે. રોકાણ કરતા પહેલાં આર્થિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

બજારની વાત                          . 2 - image

ભરાયેલા પાણીમાં ફૂડ ડિલીવરી

દિલ્હીમાં જ્યારે સખત વરસાદના પગલે પાણી ભરાયા ત્યારે ફૂડ ડિલીવરી કરતા લોકો ભરાયેલા પાણીમાં માંડ માંડ ડિલીવરી કરતા હતા તો કેટલાક દિવાલો કૂદીને ડિલીવરી કરતા નજરે પડતા હતા. સોશ્યલ નેટવર્ક પર આવા ડિલીવરી કરનારાઓ માટે અનુકંપા જોવા મળી રહી છે. આવા વર્કરોનો વિડીયો જ્યારે સોશ્યલ નેટવર્ક પર ફરતો થયો ત્યારે લોકોએ રિસ્પોન્સ આપતા કહ્યું હતું કે આવી રીતે જોખમ સાથે ડિલીવરી કરતા લોકો પ્રત્યે કરૂણા બતાવવી જોઇએ. કેટલાકે લખ્યું છેકે આવા પાણી ભરાયા હોય ત્યારે ઓનલાઇન ફૂડ મંગાવવાનું બંધ કરો જેથી ડિલીવરીમેનને જોખમ ના ઉપાડવું પડે.

બજારની વાત                          . 3 - image

રેલ્વે ટ્રેક પર સોલાર પેનલ

ભારતમાં વારાણસી પહેલું એવું શહેર બનશે કે જ્યાં રેલ્વે ટ્રેકની વચ્ચે સોલાર પેનલ નાખીને વીજળી ઉત્પન્ન કરી શકાશે. બનારસ લોકોમોટીવ વર્કસનું આ સાહસ ૭૦ મીટરના ટ્રેક પર જોવા મળશે. તે રોજ પ્રતિ કિલોમીટર ૮૮૦ યુનિટ વીજ જનરેટ કરી શકશે. રેલ્વે સોલાર ઇનોવેશનની દિશામાં આ મહત્વનું કદમ છે. જેમાં ૨૮ બાઇફેશીયલ મોનો ક્રીસ્ટલાઇન પેનલનો ઉપયોગ કરાશે. ગ્રીન ઇનોવેશનની દિશામાં આ મહત્વનું કદમ સાબિત થઇ શકે છે. એપોક્સી એડહેસીવ અને રબર પેડ્સનો ઉપયોગ કર્યો હોવાથી પેનલ રીમુવેબલ બનશે અને આસાન મેન્ટેનન્સવાળી બનશે. ભારતીય રેલ્વેનો પ્લાન ૨૦૩૦ સુધીમાં ધૂમાડો ઝીરો પર પહોંચાડવાનો છે.

બજારની વાત                          . 4 - image

આશ્ચર્ય પમાડે એવી ગરોળીની વાતો

ગરોળી કોઇને ગમતી નથી. તે જ્યારે ધરની દિવાલો પર જીવ જંતુ તેની લાંબી જીભના ઉપયોગથી શિકાર કરતી જોવા મળે છે.૧. તેની ડિફેન્સની સિસ્ટમ બહુ પ્રભાવી હોય છે. તે હુમલાખોરથી બચવા તેની પૂંછડી છોડી દે છે. કેટલીક ગરોળી રંગ બદલી શકે છે તો કેટલીકને આંખો પર પાંપણ નથી હોતી. ડ્રેકો પ્રકારની ગરોળીને પાંખો જેવી સિસ્ટમ હોય છે જે એકડાળ પરથી બીજી પર જઇ શકે છે. ગરોળી તેની જીભથી સ્મેલને અનુભવી શકે છે. મોટાભાગની ગરોળી ઇંડા મુકે છે તો કેટલાક પ્રકારની ગરોળી સીધાજ બચ્ચાં મુકે છે. મોટાભાગની ગરોળી લાંબા સમય સુધી પાણી પીધા સિવાય રહી શકે છે. તે પોતાની ચામડી મારફતે પાણી શોષી શકે છે.


બજારની વાત                          . 5 - image

ભારત બિન્દાસ્ત બનીને રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇેલ નહીં ખરીદવાની ચીમકી આપી હોવા થતાં ભારતની ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ સપ્ટેમ્બર મહિનામાં પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવા તૈયાર થઇ છે કેમકે ઓઇલ ખરીદી સામે તેમને મોટું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. રશિયા ઓઇલના બેરલ પર ૩ ડોલરનું ડીસ્કાઉન્ટ આપી રહ્યું છે. રશિયાથી મળતું ઓઇલ સસ્તું હોઇ તે ત્યાંથી ઓઇલ ખરીદે છે. ટ્રમ્પે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદવા આપેલી ચીમકી બાદ પણ ભારત સરકાર બિન્દાસ્ત બનીને રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે.

બજારની વાત                          . 6 - image

બિલાયોનર સ્ટ્રીટ એટલે વર્લી

આનંદ રાઠી ગૃપે લોધાના વર્લી પ્રોજેક્ટમાં ૧૦,૦૦૦ સ્કેવરફીટનો લકઝરી ફ્લેટ ૧૩૧.૭ કરોડમાં ખરીદ્યો છે. આ વિસ્તાર વર્લીમાં બિલાયોનર સ્ટ્રીટ તરીકે ઓળખાય છે. હજુ આ ફ્લેટ કન્સટ્રક્શન હેઠળ છે.લોધા સા ફેસ લકઝરી ટાવર ૪૦ માળના છે અને તેના સાત પાર્કીંગ સ્પોટ છે. આનંદ રાઠી ફાયનાન્સીયલ સર્વિસ અને તેમના પત્ની પ્રિતી ગુપ્તાના નામે પ્રોપર્ટી ખરીદાઇ છે.૨૦ ઓગષ્ટે તેનું રજીસ્ટ્રેશન કરાયું છે. ભારતના લકઝરી હાઉસીંગ માર્કેટમાં હવે વર્લીની બોલબાલા જોવા મળી રહી છે. ૨૦૨૪માં વર્લી વિસ્તારમાં ૧૦૦ કરોડના ૧૦ ઘર વેચાયા હતા.

કિર્લોસ્કર Vs કિર્લોસ્કર

ટ્રેડમાર્કની લડાઇમાં કિર્લોસ્કર બ્રધર્સને ધક્કો પહોંચ્યો છે. બેંગલુરૂ કોમર્શીયલ કોર્ટે કિર્લોસ્કર બ્રધર્સનો બ્રાન્ડ પરનો દાવો ફગાવીને તેને ધક્કો પહોંચાડયો છે. કિર્લોસ્કર બ્રધર્સે કોર્ટમાં કહ્યું હતું કે કિર્લોસ્કર ટ્રેડમાર્ક હકીકતેતો અમારો છે પરંતુ ફેમિલી સેટલમેન્ટ અનુસાર અમે તેને કિર્લોસ્કર પ્રોપર્ટી લિમિટેડને  (KPL) ઉપયોગ કરવા આપ્યો હતો.ત્યારે કિર્લોસ્કર બ્રધર્સ (KBL) પણ તેનો ઉપયોગ કરી શકે એવી શરત હતી. પરંતુ કેપીએલ હવે એમ કહે છેકે કેબીએલ લોગો વાપરી શકે નહીં. જોકે કોર્ટે કેબીએલનો દાવો ફગાવતા હવે મામલો સુપ્રીમમાં જશે.