Get The App

બજારની વાત .

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

કચરાના નિકાલમાં હૈદ્રાબાદ નંબર વન

દેશમાં દર વર્ષે મ્યુનિસિપાલીટીઓમાં ૬૨ મિલીયન ટન કચરાનું ઉત્પાદન થાય છે. પરંતુ તેના નક્કર નિકાલ માટે કોઇ ચોક્કસ સિસ્ટમ ઉભી કરાઇ શકી નથી. હૈદ્રાબાદ છેલ્લા ૨૫ વર્ષથી કચરાનું રીસાઇકલીંગ કરવાનો પ્રયાસ કરતું હતું જેમાં આજકાલ તેને સફળતા મળી રહી છે. શહેરથી ૫૦ કિલોમીટર દુર જવાહર નગર ખાતે ઉભા કરાયેલા પ્લાંટ ખાતે ઘેર ઘેરથી ઉઘરાવેલો કચરો એરટાઇટ કન્ટેનરમાં લાવવામાં આવે છે. એશિયાની સૌથી મોટી ગણાતી એન્વિયોર્નમેન્ટ મેનેજમેન્ટ કંપનીની સર્વિસ મારફતે વિવિધ ૬૪ ટ્રાન્સફર પોઇન્ટ પર મશીનો મુકાયા છે. કંપનીની જવાબદારી રોજનો ૯૦૦૦ ટન કચરો રીસાઇકલ કરવાનો છે. કહે છે કે કંપનીએ કચરાના નિકાલ માટે જાપાનીઝ મોડલ અપનાવ્યું છે.

બજારની વાત                          . 2 - image

IPO અને FPO વચ્ચે શું ફર્ક છે?

શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ આઇપીઓ અને એફપીઓ વચ્ચેનો ફર્ક સમજી લેવાની જરૂર છે. આઇપીઓને ઇનીશ્યલ પબ્લીક ઓફર કહે છે તો એફપીઓને ફોલોઓન પબ્લીક ઓફર કહે છે. આઇપીઓમાં કંપની પ્રથમ વાર રોકાણકારો પાસે જાય છે. તેનો અર્થ એ કે તે લીસ્ટેડ કંપની છે અને તે પ્રજાને રોકાણ કરવા ઓફર કરે છે. જ્યારે એફપીઓના નામ પરથી જ તો ફોલોઅપ લાગે છે. પહેલાં આઇપીઓ આવે છે અને પછી એફપીઓ આવે છે. એફપીઓ પહેલાં લાવી શકાતો નથી. ટૂંકમાં એફપીઓ એટલે વધારાનો ઇસ્યુ. જેનો ઉપયોગ કંપનીઓ વધારાની મૂડી ઉભી કરવા કરે છે.

બજારની વાત                          . 3 - image

100 વૈશ્વિક કંપનીઓ યુપીમાં રોકાણ કરશે

ફોર્ચ્યુન ૫૦૦ હેઠળ આવતી૧૦૦ જેટલી વૈશ્વિક કંપનીઓેએ ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવામાં રસ બતાવ્યોે છે. ઉત્તરપ્રદેશે કરેલા આયોજન અનુસાર ૨૦૩૦ સુધીમાં રાજ્ય એક ટ્રિલિયનની  ઇકોનોમી બની શકે છે. જે કંપનીઓ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા માંગે છે તેમાં ટેલિકોમ, એનર્જી, રીટેલ, ઇન્સ્યોરન્સ અને ફાયનાન્સ ક્ષેત્રનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયામાં રોકાણ કરવા માંગતા રોકાણ કારોને ટેક્ષમાં સવલતો જેવી ખાસ સવલતો આપવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે એમણે ચીન જેવી પોલીસી અપનાવી છે. તેમણે કહ્યું હતું કે અમે ૨૦૦થી વધુ વૈશ્વિક કંપનીઓના સંપર્કમાં છીએ.

બજારની વાત                          . 4 - image

જેસીબી મશીનથી દાળ હલાવાય છે

ખાણ કામમાં અને બુલડોઝર તરીકે વપરાતા જેસીબી મશીનનો તુવેરની દાળને હલાવવામાં ઉપયોગ કરાય છે તે જોઇને દરેકને અચંબો થયો છે. સોશ્યલ નેટવર્ક પર એક વિડીયો ફરી રહ્યો છે તેમાં એક જેસીબી મશીનનો ઉપયોગ રસોઇમાં મદદનીશ તરીકે થઇ રહ્યો છે. વિશાળકાય જેસીબી મશીનનો પાવડો દાળના તપેલામાં જાય છે અને તેને હલાવીને એક રસ કરી રહ્યા છે. જ્યાં હજારો લોકો જમાવાના હોય અને પંગત સતત ચાલું હોય ત્યારે ઝડપથી રસોઇ બનાવવાની કળા પણ સમજવા જેવી હોય છે. જ્યાં રોટલીઓ ઓટોમેટીક મશીનમાં તૈયાર થાય છે. કેટલાકે ટીકા કરી છે કે જેસીબીથી લોકો આરોગ્ય જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

બજારની વાત                          . 5 - image

ભારતના પૈસાદારો પૈસા ક્યાં વાપરે છે?

ભારતમાં પૈસાદારો અને હાઇનેટવર્થ ધરાવનારાની સંખ્યા વધી રહી છે. આ લોકો તેમના પૈસા ક્યાં ખર્ચે છે તે જાણવા કોમન પીપલ મથતા હોય છે. ૨૦૨૧ કરતાં ૨૦૨૫માં ભારતના પૈસાદારોની સંખ્યા બમણી થઇ ગઇ છે. તાજેતરના વેલ્થ રિપોર્ટમાં જણાવાયું છે કે મોટાભાગના પૈસાદારો દર વર્ષે એક કરોડ પ્રવાસ અને મનોરંજન પાછળ ખર્ચે છે. પુરૂષો કાંડા ધડીયાળ પસંદ કરે છે તો મહિલાઓ ઝવેરાત ખરીદવા પાછળ પૈસા ખર્ચે છે. પૈસાદારો પૈકી અડધો અડધ લોકો પાસે બે કાર હોય છે. ૪૦ ટકા લોકો પાસે છ વર્ષ જુની કાર હોય છે. ૨૭ ટકા જેટલા યોગ પાછળ અને જીમ પાછળ ખર્ચો કરતા હોય છે. સંતાનોને વિદેશમાં ભણવા મોકલવાની ફેશન પૈસાદારોમાં હવે કેામન બનતી જાય છે.

બજારની વાત                          . 6 - image

જુનિયરો કરતાં સિનીયરનો ઓછો પગાર

સોશ્યલ નેટવર્ક પર હાસ્ય, દુખ અને સલાહ સૂચનોનો ખજાનો જોવા મળે છે. તાજેતરમાં એક  આઇટી કંપનીના કર્મચારીએ હૈયાવરાળ ઠાલવતા લખ્યું હતું કે  મારા જુનિયરાનોે મારા કરતાં ઓછો અનુભવ હોવા છતાંં મારો પગાર તેમના પગાર કરતાં ૪૦ ટકા ઓછો છે. પહેલાં તે ટીસીએસ કંપનીમાં હતો અને આ તેની બીજી જોબ છે. જોકે ટીસીએસ કરતાં મને અહીં વધુ પગાર મળ્યો છે પરંતુ મારાથી ઓેછો અનુભવ ધરાવનારને વધુ પગાર મળે છે. જુનિયરો કરતાં હું વધુ સ્ટ્રેસ ઉઠાવું છું. કેટલાકે સલાહ આપી કે કંપનીના એચઆર ને સીધું જ પૂછો, તો કેટલાકે કહ્યું કે તારી કેરીયર પર ધ્યાન આપ અને વધુ સારૂં કામ કરી બતાવ તો કેટલાકે કહ્યું કે બીજી જોબ શોધવા લાગ અપમાન સહન કર્યા કરવાની કોઇ જરૂર નથી.