સિવિક સેન્સના ધાંધિયા
સરકારી સંપત્તિને નુકશાન કરવાની સિસ્ટમ હવે ફેશન બનતી જાય છે. કેટલાક બસોમાં સીટ ખોતરીને તેનું રબર બહાર ફેંકીને આનંદ ઉઠાવતા હોય છે. તાજેતરમાં એક વિડીયો એવો નજરમાં આવ્યો છે કે જેમાં ટ્રેનના એક ડબામાં બે છોકરાઓ ડબામાં રહેલી લાઇટ સાથે ચેડાં કરી રહ્યા છે અને સ્વીચથી તેને સતત ચાલુ બંધ કરી રહ્યા હતા. તેમના માટે તે રમત હતી પરંતુ તે લાઇટની સ્વીચ બગાડી શકે એમ હતું. ૧૪ સેકન્ડની આ વિડીયો ક્લીપમાં તોફાની છોકરાઓને કોઇ રોકતું નહોતું. તેમના પેરેન્ટસ પણ નુકસાન કરતા છોકરાઓ સામે જોઇને હસ્યા કરતા હતા. લોકેાએ પ્રત્યાઘાત આપતા લખ્યું હતું કે મા-બાપે સંતાનોમાં સિવિક સેન્સનું જ્ઞાાન સિંચવું જોઇએ.

ડોક્ટર બનવા પોતાનો પગ કાપી નાખ્યો
યેનકેન પ્રકારે ડોક્ટર થવાનો ક્રેઝ ઘણાના મનમાં ચાલતો હોય છે. ઉત્તર પ્રદેશમાં એક યુવાને મેડિકલમાં અપંગોના ક્વોટા પર એેડમિશન લેવા તૈયાર થયો હતો. હકીકતેમાં તે અપંગ નહોતો. પોતે અપંગ છે તે દર્શાવવા તેને સર્ટિફીકેટની જરૂર હતી. તેણે પોતાનો પગ જાતે કાપી નાખ્યો હતો અને અપંગ હોવાનું સર્ટિફીકેટ મેળવવા અરજી કરી હતી. ઉત્તર પ્રદેશના જુનપુરના આ સુરજ ભાષ્કર નામના યુવાને અરજીમાં કહ્યું કે કેટલાક લોકોએ રાત્રે હુમલો કર્યો હતો અને મારો પગ કાપી નાખ્યો હતો. જોકે પોલીસ તપાસમાં જણાયું કે તેણે એનેસ્થેશીયા લઇને પોતાના પગ પર કટર ફેરવી દીધું હતું અને પગ છૂટો કરીને ફેંકી દીધો હતો. પડદા પાછળ પ્રેમ પ્રકરણ હતું.
સુરજ જેને પ્રેમ કરતો હતો તેને લગ્ન કરવા ઇચ્છતો હતો પરંતુ પ્રેમિકાએ કહ્યું હતું કે તું ડોક્ટર બન તોજ હું પરણીશ અને સુરજે અપંગના ક્વોટા પર એડમીશન લેવા પોતાનો પગ કાપી નાખ્યો..

સેલ્યૂટ છે,..સંસ્કૃતિના રક્ષકને
કેનેડાની નાગરીકતાના શપથ લેતી વખતે એક ભારતીય મહિલાએ મરાઠી નવવારી સાડી પહેરીને સૌની પ્રશંસા મેળવી લીધી હતી. મહારાષ્ટ્રીયન નવવારી સાડી અંદાજે નવ મીટર લાંબી હોય છે અને તે પરંપરાગત રીતે તે ધોતીની જેમ પેશવાઇ અને કાષ્ટા જેવી વિવિધ શૈલીમાં પહેરાય છે. તેમણે તેમની સંસ્કૃતિનું જતન કર્યું હોઇ સોશ્યલ મિડીયા તેમના પર આફ્રીન છે. નવવારી સાડી સાથે પરંપરાગત ઘરેણા પણ પહેર્યા હતા. સામાન્ય રીતે પહેરાતી છ મીટરની સાડી કરતા ંનવવારી સાડી લાંબી હોઇ તેને પહેરવાની સ્ટાઇલ ધોતી પહેરવા જેવી હોય છે. આ મહિલાનું નામ દિવ્યા છે. સોશ્યલ નેટવર્ક તેને સંસ્કૃતિના રક્ષક તરીકે નવાજી રહ્યું છે.

કેન્સર સ્પેશ્યલ ટ્રેન
રેલ્વે ડિપાર્ટમેન્ટની યાદીમાં કેન્સર સ્પશેયલ ટ્રેન જેવી કોઇ ટ્રેન નથી છતાં પંજાબમાં આ કેન્સર ટ્રેન બહુ જાણીતી છે. હકીકત એ છેકે પંજાબના ભટીંડાથી રોજ રાત્રે ૯.૩૦ વાગે ઉપડતી ટ્રેન રાજસ્થાનના બિકાનેર સુધીનું ૩૨૫ કિલો મીટરનું અંતર કાપીને સવારે બિકાનેર પહોંચે છે. તેનું નામ કેન્સર સ્પેશ્યલ એેટલા માટે છે કે તેમાં પ્રવાસ કરતા ૧૦માંથી ૭ પ્રવાસી કેન્સરગ્રસ્ત હોય છે અને વિનામૂલ્યે સારવાર માટે બિકાનેર જાય છે. કહે છે કે ૧૯૬૦-૭૦ના દાયકામાં જ્યારે અન્નની અછત થઇ ત્યારે વધુ કૃષિ ઉત્પાદન મેળવવા કેમિકલ વાળા ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરાયો હતો. આ જંતુનાશકો લાંબા ગાળે જમીનમાં પ્રવેશ્યા અને પીવાના પાણીને દૂષિત કરતા હતા. જેના પગલે પંજાબના ગામો કેન્સરનો શિકાર બન્યા હતા.

સામા વહેણે તરનારા
વાર્ષિક ૬૦ લાખ રૂપિયાનું પેકેજ એટલેકે મહિને પાંચ લાખ રૂપિયા કમાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા અમન ગુપ્તાએ જ્યારે તેમની જોબ પોતાનો બિઝનેસ આઇડયા અમલમાં મુકવા છોડી ત્યારે તેમના ફેમિલી સહીત દરેકે તેને મૂર્ખામી ભર્યો નિર્ણય કહીને નિરાશ કર્યા હતા. પરંતુ તમામ ટીકાઓ અને અવરોધો વચ્ચે તેમણે તેમનો વેરેબલ ટેકનોલોજી સાથે સંકળાયેલો પ્રોજેક્ટ ર્મછા અમલમાં મુક્યો હતો. મુશ્કેલીઓ અનેક આવી પણ આજે તે ૭૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે સફળ લોકોની યાદીમાં આવે છે. સામા વહેણે તરીને સફળ થનારામાં અમન ગુપ્તા આવે છે. આજે તે ઓડિયો વેરેબલ બ્રાન્ડ ર્મછાના સાથી ફાઇન્ડર તરીકે ઓળખાય છે. નિયમિત તગડી કમાણી છોડીને સંઘર્ષ અપનાવી અમન ગુુપ્તાએ સફળતા મેળવી છે.

પરીક્ષા ગુમાવી..રેલવે સામે કેસ
લોકો કેટલા જાગૃત અને વિદ્યાર્થીનીઓ કેવી લડાયક મિજાજ વાળી હોય છે તેનું એક ઉદાહરણ અહીં આપ્યું છે. વાત ૨૦૧૮ની છે. જ્યારે બીએસસી બાયો ટેકનોલોજીની એન્ટ્રન્સ પરિક્ષા આપવા જનાર ઉત્તર પ્રદેશની બસ્તી જીલ્લાની વિદ્યાર્થીની સમૃધ્ધિ ઇન્ટર સિટી સુપરફાસ્ટ ટ્રેન અઢી કલાક મોડી પડવાના કારણે પરીક્ષા આપી શકી નહોતી. પોતાની કારકિર્દીને ટ્રેનના કારણે નુકશાન થતાં તેણે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં રેલ્વે સામે કેસ કર્યો હતો. સાત વર્ષ સુધી તેણે કેસ લડયો હતો અને રેલ્વેને જવાબદાર ઠેરવી હતી. તેણે પરીક્ષા માટે સખત્ત તૈયારી કરી હતી અને માત્ર ટ્રેન મોડી આવતાં પરીક્ષા ગુમાવી હતી. તે કેસ જીતી ગઇ હતી. તેણે ૨૦ લાખનું વળતર માંગ્યું હતું પરંતુ કોર્ટે તેને ૯.૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો ચૂકાદો આપ્યો હતો.


