વિશ્વમાં પ્રથમ AI આધારીત વેક્સીન
પ્રાણીઓમાંથી માનવજાતમાં પ્રવેશતા રોગને અટાકાવવાની જટીલ સમસ્યા હવે નિવારાઇ શકાશે. વિશ્વમાં પ્રથમ AI આધારીત વેક્સીન કેમ્બ્રિજ યુનિવર્સિટીના રીસર્ચરોએ તૈયાર કરી છે. તેનું ટેસ્ટીંગ પણ ચાલુ કરાયું છે. આ સીંગલ વેક્સીનનો ડોઝ અનેક પ્રાણીઓ સામે રક્ષણ આપી શકસે. પ્રાણીમાંથી માનવ શરીરમાં પ્રવેશતા વાઇરસ સતત જોખમી બની રહ્યા હતા. રીસર્ચ કરનારાઓએ AI સિસ્ટમથી વાઇરસ સ્કેન કરીને વિવિધ પ્રાણીઓના વાઇરસ માનવ શરીરમાં પ્રવશે ત્યારે તેનો સામનો કરી શકે તેવી વેક્સીન બનાવવામાં સફળતા મેળવી છે. પ્રાણીઓના શરીરમાં રહેલા વાઇરસ વિવિધ રીતે માનવ શરીરમાં પ્રવેશતા હોય છે. તેનું ડાયગ્નોસીસી બહુ મુશ્કેલ બની જાય છે ત્યારે નવું સંશોધન માવજાત માટે મહત્વનું બની શકે છે.

યુટયુબરને સાયબર ચોરો ભટકાયા
યુટયુબ અને સોશ્યલ નેટવર્ક પર ઘણાને પોતાની જાતને હાઇલાઇટ્સ કરવાનો શોખ હોય છે. પોતાના ઘેર શું જમવાનું બનાવાય છે, પોતાના ઘેર સાડીનો સ્ટોક કેટલો છે જેવા વિડીયો જોવા મળે છે. જોકે સાયબર ગઠીયાઓ પણ આવા વિડિયો પર નજર રાખીને બેઠા હોય છે. મધ્ય પ્રદેશના શિવપુરીના એક મહિલા યુ ટયબુરના ઘરેણા અને રોકડ ચોરેા લૂંટી ગયા હતા. પોલીસ તપાસમાં જણાયું કે તે યુ ટયુબ પર પોતાની પાસેના ઘરેણા વગેરે બતાવતા હતા. ચોરોએ તેમના વિડીયો પરથી સરનામું શોધીને ઘરમાંથી ચોરી કરી હતી. પોતાની પાસે કેટલું સોનું છે અને સોનાના કેટલા ઘરેણા છે તે બતાવવું યુ ટયુબરને બહુ મોંઘુ પડયું હતું. સાયબર ચોરોની નજરમાંથી બચવું મુશ્કેલ હોય છે.

ઉત્તરપ્રદેશ દેશનું ડિફેન્સ હબ
સંરક્ષણ ક્ષેત્રના ઉત્પાદનોમાં ઉત્તર પ્રદેશની સરકાર હરણફાળ ભરી રહી છે. ડિફેન્સ અને એરોસ્પેસમાં ઉત્તરપ્રદેશ એક ટ્રિલીયન રૂપિયાના રોકાણ મેળવવાનો ટાર્ગેટ રાખીને આગળ વધી રહ્યું છે. યોગી સરકાર સીંગલ વિન્ડો ક્લીયરન્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ઉભા કરીને રોકાણકારોને આકર્ષી રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં સ્થાનિક કંપનીઓને પ્રોત્સાહન યોગી સરકાર આપી રહી છે. ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ઉભો કરીને યોગી સરકારે ૩૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ઉભા કરવાની દરખાસ્ત પણ મેળવી છે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે લખનૌ, કાનપુર, ઝાંસી, અલીગઢ જેવા સ્થળો પર જગ્યા ફાળવવામાં આવી છે. આવી વ્યવસ્થાના કારણે ઉત્તરપ્રદેશ દેશનું ડિફેન્સ હબ બની રહ્યું છે.

દર રવિવારે ફ્રી બિરીયાનીની સજા
પુડીચેરીની એક રેસ્ટોરામાં ગયેલા ગ્રાહકે બિરીયાની મંગાવી હતી. પરંતુ હોટલની સ્વચ્છતા સાવ ખાડે ગયેલી હતી. તેના પીરસેલા ખાણામાં જીવાણુ મળી આવ્યું હતું. ગ્રાહક ન્યાય માટે ગ્રાહક સુરક્ષામાં ગયો હતો. કોર્ટે ચુકાદો આપતા હોટલને આદેશ આપ્યો હતો કે તમારે સતત પાંચ રવિવાર સુધી ફરિયાદી ગ્રાહકને મફત બિરીયાની આપવી પડશે. જોકે ગ્રાહકે વિવિધ કારણો બતાવીને ૧.૩ લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. કોર્ટે ગ્રાહકને પડેલી મુશ્કેલી બદલ હોટલને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો ઓડર્ર પણ કર્યો હતો. હોટલોમાં પ્રસરેલી ગંદકી બાબતે ગ્રાહકો જાગૃત રહે તે જરૂરી છે.

19મી સદીની ડિસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમ
ગરમીનો મારનો સામનો કરવા સિંગાપુર ૧૯મી સદીમાં વપરાતો આઇડયા અમલી બનાવવા તરફ જઇ રહ્યો છે. ૧૪૦ વર્ષ જુનો આ કોન્સેપ્ટ ડીસ્ટ્રીક્ટ કૂલીંગના નામે ઓળખાય છે. વિશ્વના અન્ય સ્થળો કરતા વધુ સિંગાપુર ગરમીથી ધખધખતું હોય છે. સિંગાપુરના ઉત્તર પૂર્વીય પનગોલ જીલ્લામાં પાંચ કિલોમીટર લાંબી પાઇપો મારફતે ઠંડુ પાણી પમ્પ કરાય છે જેના કારણે ઓફિસો અને સ્કુલના ક્લાસરૂમોનો ટોપને ઠંડા કરાય છે. અંડર ગ્રાઉન્ડ સાથે સંકળાયેલી આ સિસ્ટમ અન્ય બિલ્ડીંગો સુધી પહોંચાડાઇ છે. કહે છે કે ૨૦૩૪ સુધીમાં આ સિસ્ટમનો બિઝનેસ ૬૦ અબજ ડોલર પર પહોંચવાની સંભાવના છે. ડિસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમ હેઠળ ૮૦૦૦ ઘરોને કૂલીંગ હેઠળ આવરી લેવાયા છે.

૨૧,૦૦૦ રોકો, ૩૦ લાખ મેળવો ..ચેતતા રહેજો
૨૧,૦૦૦ રૂપિયા રોકો અને ૩૦ લાખ રૂપિયા મેળવો જેવી અતિ લોભામણી જાહેરાત નાણા પ્રધાન નિર્મલા સીતારામનને ઉલ્લેખીને બનાવાઇ છે. જ્યારે નાણાપ્રધાન પોતે કહેતા હોય કે ૨૧,૦૦૦ની સામે ૩૦ લાખ મેળવો ત્યારે રોકાણકારો આકર્ષાય તે સ્વભાવિક છે. પરંતુ સરકારે ચેતવણી આપી છેકે આવી કોઇ સ્કીમ નથી અને નાણાપ્રધાનનો ખોેટી રીતે ઉલ્લેખ કરાયો છે. આ એઆઇ જનરેટેડ વિડીયો છે. ઓફર પર ક્લીક કરનારા સીધાજ સાયબર ગઠીયાની પકડમાં આવી જાય છે માટે ચેતતા રહો. રોકાણ માટેના તમામ વિડીયો શંકાથી જોવા જરૂરી છે.


