Get The App

બજારની વાત .

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image


લાલ કલરની ફરારી ફેરવવી મોંધી પડી

લાલ કલરની ફરારી ફેરવવાનો શોખ બેંગલુરૂની વ્યક્તિને ૧.૪ કરોડ રૂપિયામાં પડયો હતો. ફરારી SF90 મોડલ જ્યારે કર્ણાટકની બેંગલુરૂ આરટીઓ ઓફિસે પકડયું ત્યારે એવી શંકા વ્યક્ત કરી હતી કે ફરારીના માલિક પાસે ગાડીના બધા પેપર હશે. પરંતુ મહારાષ્ટ્ર પાસીંગ વાળી ગાડીના માલિકે કર્ણાટકમાં રોટ ટેક્ષ નહોતો ભર્યો. તે ૧૮ મહિનાથી રોડટેક્ષ ભર્યા વગર બધે ફરતો હતો. ફરારી કિંમત ૭.૫ કરોડથી શરૂ થાય છે. મહાષ્ટ્રના પાસીંગ વાળી આ ગાડી બેંગલુરૂમાં પકડાઇ ત્યારે તેના રજીસ્ટ્રેશનની પોલ પકડાઇ હતી. દંડ અને પેનલ્ટી સહીત ફરારીના માલિકને ૧.૪ કરોડ ભરીને ગાડી લઇ જવાનું આરટીઓએ કહ્યું હતું. ફારરીના માલિક તરતજ ૧,૪૧,૫૯,૦૪૨ ભરીને કાર છોડાવી હતી. એકજ વાહન પાસેથી જંગી દંડ વસુલ કરવાની ધટના છલ્લા અનેક દાયકામાં પહેલીવાર બની છે.

બજારની વાત                          . 2 - image

જ્યારે અક્સ અંબાણીએ માફી માંગી

એશિયાના સૌથી વધુ પૈસાદાર મુકેશ અંબાણી પરિવાર પોતાના સંતાનોને દરેકની સાથે કેવી રીતે વર્તવું તે શીખવાડતા હોય છે તેનો અહીં ઉલ્લેખ કરાયો છે. મુકેશ અને નીતા અંબાણીએ તેમના સંતાનોને માનવતા અને જીવન જીવવાની કળા શીખવાડતા રહે છે. એક ચેટ શો માં નીતાઅંબાણીએ કહ્યું હતું કે એકવાર મારો દિકરો અક્સ મકાનના વોચમેન સાથે ધાંટા પાડીને બોલતો હતો. મુકેશ અંબાણીએ તેને ધાંટા પાડતો જોઇને તેને પાસે બોલાવીને કહ્યું હતું કે આવા ધાંટા પાડીને વાત ક્યારેય નહીં કરવાની. એક્સને કહેવાયું કે તું વોચમેન પાસે જઇને સોરી  કહે અને તેમની માફી માંગ. પિતાના કહ્યા પ્રમાણે અક્સે વોચમેનની માફી માંગી હતી.

બજારની વાત                          . 3 - image

હોસ્પિટાલીટી સેક્ટરની ડિમાન્ડ

હોસ્પિટાલીટી સેક્ટરની ડિમાન્ડ એટલા મોટા પાયે ખીલી  રહી છે કે તેમાં આગામી પાંચ વર્ષમાં ૬૦૦ થી ૧૦૦૦ જેટલા જનરલ મેનેજરોની કે હોટલનું સંચાલન કરતા લોકોની જરૂર પડે છે. હોસ્પિટાલીટી સેક્ટરમાં અનેક નવા પ્રોજક્ટ આવી રહ્યા છે. કેટલાક પ્રોજેક્ટ માટે બે જનરલ મેનેજરોની જરૂર પડતી હોય છે. આગામી પાંચ વર્ષમાં અનેક નવી હોટલ ચેઇન આવી રહી છે. તેના કારણે હોટલ મેનેજરો અને સંચાલકોની જરૂર પડશે. બદલાતી ટેકનોલોજી અને ગ્રાહકોની વધતી ડિમાન્ડને સંતોષવા જનરલ મેનેજરોની જરૂર પડવાની છે.

બજારની વાત                          . 4 - image

HUL એમડી તરીકે પ્રથમ વાર મહિલાને સુકાન

હિન્દુસ્તાન યુની લિવરના એમડી અને સીઇઓે તરીકે પહેલીવાર એક મહિલાની પસંદ કરાઇ છે.તે પ્રિયા નાયરને ૧ ઓગષ્ટથી પાંચ વર્ષ માટે  નિમવામાં આવ્યા છે. એફએમસીજી જાયન્ટ કહેવાતા હિન્દુસ્તાન યુનિલીવર ભારતની બહુ નામાંકીત કંપનીઓમાંની એક છે. અગાઉ પ્રિયા નાયર કંપનીની બ્યૂટી અને વેલબીઇંગ ડિવિઝનના હેડ હતા. પ્રિયા નાયર રોહિત જાવાના સ્થાને કામ કરશે. રોહિત જાવા ૨૦૨૩માં કંપનીના એમડી તરીક નિમાયા હતા. પ્રિયા નાયરની નિમણૂક માટે હજુ શેરહેલ્ડરોની મંજૂરી લેવાની બાકી છે.

બજારની વાત                          . 5 - image

કેરળની વ્યકિત બન્યો લોટરી કિંગ

દુબઇના લોકો મૂળ ભારતીય એવા કેરળના વ્યક્તિના નસીબની ચર્ચા કરી રહ્યા છે. ૪૫ વર્ષના રવીશ કુમાર રવિન્દ્રન નાયર મૂળ કેરળના છે અને દુબઇમાં રહે છે. તેમના નસીબની લોકો ઇર્ષા એટલા માટે કરે છે કે  છ વર્ષમાં તેમને બીજી વાર  દુબઇ ડયુટી ફ્રી ડ્રોમાં નંબર લાગ્યો છે. ૨૦૧૯માં તેમને ૧૦ લાખ અમેરિકી ડોલરની લોટરી લાગી હતી. તાજેતરમાં તેમને લાગેલી લોટરીમાં તે લરઝરી કાર મ્સ્ઉ ૭૪૦ૈ સ્ જીત્યા છે. તેનો ડ્રો ગઇ નવમી તારીખે થયો હતો.એક કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે કેમ કરતાં નાયર ૧૫ વર્ષથી દુબઇમાં રહે છે. પહેલીવાર લોટરી જીત્યા ત્યારે લોકો માનતા હતા કે તે પૈસા લઇને કેરળ પરત જતા રહેશે પરંતુ તેમણે દુબઇમાં રહીને નોકરી ચાલુ રાખી હતી.

મેડી ક્લેમ ચૂકવણીના ધાંધીયા

મેડી ક્લેમ ઉતારતી વખતે વિવિધ પ્રલોભનો આપતા એજન્ટો જ્યારે મેડી ક્લેમની જરૂર પડે ત્યારે ભાગતા ફરે છે. કેમકે મેડી ક્લેમ ઉતારનારા- પ્રિમિયમ લેનારા તેમજ પેમેન્ટની ચૂકવણી કરનારા એમ બંને અલગ લોકો હોય છે. હજારો લોકોના મેડી ક્લેમ વિવિધ વાંધા બતાવીને અટકાવી દેવાય છે. જે લોકો ક્લેમ મુકે છે તેમને અનેક પ્રકારના વાંધા બતાવીને ધક્કા ખવડાવાય છે. સારૂં છેકે ઇનસ્યોરન્સ લોકપાલ છે. જે વીમાં કંપનીઓની કાનપટ્ટી પકડીને પૈસા ચૂકવવનો આદેશ આપે છે. મેડી ક્લેમની જેમ જીવન વીમા ઉતારવામાં લોકોને રસ ઓછો થઇ રહ્યો છે. મેડી ક્લેમ વગેરેની ચૂકવણીમાં ધાંધીયા કરતી કંપનીઓ સામે કડક પગલાં લેવાશે તોજ તે લોકો સુધરશે. પોલીસી ઉતારતી વખતે અને ક્લેમ લેતી વખતે બંને વખતે તેમના વ્યવહાર જૂદા હોય છે.

બજારની વાત                          . 6 - image

ભગવાન શિવને માર્મિક સવાલ

તેલંગાણામાં એક ૨૫ વર્ષના યુવાને આપધાત કરતાં પહેલાં ભગવાન શિવને એક પત્ર લખ્યો હતો જે આજકાલ બહુ વાઇરલ થયો છે. પત્રમાં લખ્યું છેકે હે ભગવાન શિવ, તમે મારૂં નસીબ બહુ ખરાબ લખ્યું છે. જીવવા કરવા મને મરવું સહેલું લાગી રહ્યું છે. તે પોતે ડોક્ટર બનવા માંગતો હતો. તેણે એમએસસી કર્યા પછી બીએડમાં અભ્યાસ કરતો હતો. તેણે પત્રમાં એક માર્મિક સવાલ કર્યો હતો કે શું તમે તમારા પુત્ર માટે આવું નસીબ લખો  ખરા? જો  જવાબ ના માં છે તો શું અમે તમારાં બાળકો નથી?

Tags :