ભારતનો સૈાથી વધુ પૈસાદાર યુ ટયુબર
ભારતના સૌથી પૈસાદાર યુ ટયુબર તનમય ભાટની સંપત્તિ ૬૬૫ કરોડની હોવાનું મનાય છે. તે કોમેડીયન છે અને ભારતની ક્રિયેટર ઇકો સિસ્ટમનો લાભ તેને મળી રહ્યા છે. સામાન્ય રીતે ભારતના કન્ટેન્ટ ક્રીયેટરો કોમેડી, લાઇફ સ્ટાઇલ, ટેકનોલોજી જેવા વિષયોનો ઉપયોગ કરે છે. કન્ટેન્ટની પસંદગી અને તેની રજૂઆત બંને યુ ટયુબ માટે મહત્વના બની જાય છે. યુ ટયુબરોની સંપત્તિ વધી રહી છે. કોમેડીથી માંડીને ટેકનોલોજી સુધીના વિષયો પર યુ ટયુબરો નવા વિષયો મુકતા હોય છે. ડિજીટલ બિઝનેસ સાથે સંકળાયેલા કન્ટેન્ટને જોનારા વધી રહ્યા છે. યુ ટયુબરો વધુ ઉપયોગી માહિતી અને દરેક એપિસોડમાં નવું આપીને વાચકોને જકડી રાખે છે.

ગુગલનો 10 અબજ ડોલરનો ડેટા હબ પ્લાન
ગુગલે વિશાખાપટનમ ખાતે ૧૦ અબજ ડોલરનું (૮૮,૭૩૦ કરોડ રૂપિયા) ડેટા હબ ઉભું કરવાની તૈયારી કરી છે. એક ગીગા વોટની ક્ષમતા વાળું ડેટા હબ સેન્ટર વિશાખા ત્રણ કેમ્પસમાં પથરાયેલું હશે. જુલાઇ ૨૦૨૮માં તેને કાર્યાન્વીત કરવાનો પ્લાન છે. ૧૦ અબજ ડોલર જેવા જંગી રોકાણ સાથે વિશાખાપટનમ હવે ગ્લોબલ ટેકનોલોજી જાયન્ટ બની જશે. જે ત્રણ ડેટા સેન્ટર કેમ્પસ ઉભા કરાશે તે વિશાખાપટનમ જીલ્લાના અદાવીવરન અને તરલુવેદા ગામમાં અને અનકાપલી જીલ્લાના રામબીલી ગામમાં ઉભા કરાશે. તેના માટે સબમરીન કેબલ અને ફાયબર ઓપ્ટીક ઇન્ફ્રાસટ્રક્ચર ઉભું કરાશે. ગુગલના અધિકારીઓ અને આન્દ્ર પ્રદેશના આઇટી પ્રધાન નારા લોકેશ વચ્ચે આવતીકાલે નવી દિલ્હી ખાતે કરાર થવાના છે.

ડોક્ટરોના ગરબડીયા અક્ષરો
ડોક્ટરોના ગરબડીયા અક્ષરો હંમેશા વિવાદમાં રહ્યા છે. કેટલીકવાર તો આવા અક્ષરોને ખુદ લીખે ખુદા પઢે જેવું થાય છે. ડોક્ટરે એટલી ઉતાવળમાં પેન ચલાવી હોય છેકે પોતે શું લખ્યું છે તે ઉકેલી શકતા નથી. તેમના ગરબડીયા અક્ષરોવાળા પ્રિસ્ક્રીપશન દવાની દુકાનો વાળા પણ ઓળખી શકતા નથી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં મેડિકો લીગલ કેસમાં જજ પણ ડેકટરના અક્ષરો ઉકેલી શક્યા નહોતા. મેડિકલ સ્ટોર્સવાળા ડોક્ટરોના અક્ષરો નહીં ઉકેલી શકવાના કારણે દર્દીને પૂછે છે કે તમને શું થયું હતુ? દર્દીનો હિસ્ટ્રી જાણીને ડોક્ટરે લખેલી બ્રાન્ડ સિવાય તેવીજ અન્ય કંપનીની દવા દર્દીને અપાય છે. કોર્ટે કહ્યું હતું કે ડોક્ટરોને મેડિકલ એજ્યુકેશનમાં હેન્ડ રાઇટીંગનો વિષય પણ રાખવો જોઇએ. બે વર્ષમાં ડોક્ટરોએ કોમ્પ્યુટર પર પ્રિસ્ક્રીપશન લખતા કરવા જોઇએ.

નો ફોન, નો આલ્કોહોલ,નો ડ્રગ
નો ફોન, નો આલ્કોહોલ,નો ડ્રગ વાળા જીંદગીના મંત્ર સાથે દુબઇના એક પૈસાદાર જીવી રહ્યા છે. જેની આસપાસ ૧૭ અબજ ડોલરની સમૃધ્ધિ આંટાફેરા મારતી હોય તે જ્યારે ફોન ના વાપરે, દારૂને હાથ ના અડાડે કે ડ્રગ્સની એક ફૂંક ના મારે ત્યારે તેને રીયલ સુપર હીરો કહી શકાય. સોશ્યલ નેટવર્ક ટેલિગ્રામના ફાઉન્ડર પેવલ દુરોવે અથાગ પરિશ્રમ કરીને સફળ સોશ્યલ નેટવર્ક ઉભું કર્યું છે. તે ૧૧ વર્ષના હતા ત્યારથી મહેનત કરે છે. તે માને છેકે કોઇ ધ્યેય સિધ્ધ કરવો હોય તો કેફી દ્રવ્યોથી દુર રહો. તે તમારી કામ કરવાની ક્ષમતાને ખાઇ જાય છે. આવા કેફી દ્રવ્યો તમારા બ્રેન સેલ્સને નબળા પાડી દે છે. જીંદગી જીવવાના તમારા પોતાના નિયમો બનાઓ. કોઇ પીવાનો આગ્રહ કરે ત્યારે ના પાડતા શીખો.

28 વર્ષના ને 14 અબજ ડોલરનો પગાર
૨૮ વર્ષના એલેકઝાન્ડર વેન્ગનું નામ એટલા માટે ચર્ચામાં છેકે મેટાના માલિક માર્ક ઝુકરબર્ગે તેને ૧૪ અબજ ડોલરનો પગાર આપીને મેટાની સુપર ઇન્ટેલીજન્સ વેબનું સુકાન સોંપ્યું છે. આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સની રેસમાં દરેક કંપની ઉતરી છે. દરેક કંઈક નવું કરવા માંગે છે અને પોતાના સબસ્ક્રાઇબરો વધારવા માંગે છે. મેટા, માઇક્રોસોફ્ટ,ગુગલ અને એપલ જેવી જાયન્ટ કંપનીઓ તેમની છૈં ટીમ માટે ટેલેન્ટની શોધમાં વ્યસ્ત રહે છે. આ કંપનીઓમાં મેટા સૌથી વધુ સ્પીડ કરી રહ્યું છે. જે એલેકઝાન્ડરને ૧૪ અબજ ડોલરનું પેકેજ અપાયું છે તે ૧૯ વર્ષનો હતો ત્યારથી છૈં સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલો હતો. ત્યારબાદ તેના મિત્ર સાથે મળીને સ્કેલર શરૂ કર્યું હતું. તેની સફળતા જોઈને માર્ક ઝુકરબર્ગની આંખો ચઢી ગઇ હતી અને તેને જંગી પેકેજની ઓફર કરી હતી.

જાહેરમાં પીપી કરવાની ચેલેન્જ
ભારતમાં ટિકટોક સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ છે. પરંતુ અમેરિકામાં આ ચીનની એપ ધૂમ ચાલે છે. ટિકટોકે તાજેતરમાં પીપી ચેલેન્જ જેવું ડેન્જરસ નાટક કર્યું છે. અમેરિકામાં લોકો ટિકટોકના દિવાના છે. પીપી ચેલેન્જ એટલેકે છેકે તમે જાહેરમાં યુરીન (પીપી) કરો અને ફોટો અપલોડ કરો. અમેરિકા જેવી વિકસીત દેશમાં લોકો જાહેરમાં યુરીન કરીને પોતાના ફોટા મોકલી રહ્યા છે. જાહેરમાં યુરીનથી કેટલી ગંદકી થાય અને આરોગ્ય સામે પણ જોખમ ઉભું થાય તેનું કોઇએ વિચાર્યું નથી. ન્યુ જર્સીના સત્તાવાળાઓએ કહ્યું છેકે કોઇ પણ પીપી ચેલેન્જ ઉપાડીને જાહેરમાં યુરીન કરશે તેની સામે પગલાં લેવાશે. સારૂં છેકે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે નહીંતર ભારતના કેટલાક લોકો જાહેરમાં યુરીન કરવા ટેવાયેલા છે. ચીનમાં બે છોકરાઓેએ જાહેરમાં યુરીન કરીને ફોટો અપલોડ કરતાં ચીનના સત્તાવાળાઓે તેમને ૩૦૦,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો હતો.


