Get The App

બજારની વાત .

Updated: Aug 10th, 2025

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

ટેરરની એ પંદર સેકન્ડ

ગુરૂગ્રામના લકઝરી વિસ્તાર જ્યાં ફેલેટના ભાવ ૩ કરોડથી શરૂ થાય છે ત્યાં પંદર સેકન્ડના આતંકની ધટના બની હતી. સાંજે ફ્લેટના લોકો નજીકના બગીચામાં લટાર મારવા નિયમિત નીકળ્યા હતા. પરંતુ એક મહિલા પાસેનું પાળેલું હસ્કી પ્રકારનું ડોગી અચાનકજ નજીકથી પસાર થતી મહિલા પર ત્રાટકીને તેનો હાથ જડબામાં લઇ લીધો હતો. મહિલાએ ચીસા ચીસ કરતાં આજુબાજુ ઉભેલાઓ દોડી આવ્યા હતા અને ડોગીને ભગાડવા તેેને મારવાનું શરૂ કર્યુ ંહતું. પરંતુ ડોગી હાથ છોડવા તૈયાર નહોતો. માંડ માંડ ડોગીએ મહિલાનો હાથ છોડયો હતો. મહિલાએ પોતાને થયેલા અનુભવ વિશે સોશ્યલ નેટવર્ક પર લખ્યું હતું કે ટેરરની એ પંદર સેકન્ડ હું ક્યારેય નહીં ભૂલું..

બજારની વાત                          . 2 - image

NSDL Vs CDSL

નેશનલ સ્ક્યોરિટી ડિપોઝીટ (NSDL) અને સેન્ટ્રલ  ડિપોઝીટ સર્વિસ  (CDSL) એ બંને વચ્ચે કોણ વધુ વળતર આપે છે તેની ચર્ચા ચાલી રહી છે. એનએસડીએલ ભારતની સૌથી જુની અને સૌથી બહોળી ડિપોઝીટરી સ્કીમ છે.ગઇ છ ઓગષ્ટે તેનું લીસ્ટીંગ ૮૮૦ રૂપિયા પર થયું હતું જે ઇસ્યુ પ્રાઇસ કરતાં દશ ગણું ઉંચું ખુલ્યું હતું. જ્યારે સીડીએસએલના ભાવ સ્થિર રહ્યા હતા. જ્યારે NSDL નું લીસ્ટીંગ થયું ત્યારે સીડીએસએલના ભાવ ૧.૪૬ ટકા વધીને ૧૫૭૩ પર પહોંચી હતી. બંને ભરોસા પાત્ર સંસ્થાઓ છે પરંતું આપણે ત્યાં રોકાણકાર દરેક કંપનીની ક્ષમતા જોઇને આગળ વધે છે. NSDL Vs CDSLએ કોલ્ડ વોર પાર્ટ ટુ સમાન છે.

બજારની વાત                          . 3 - image

આઇસ બકેટ ચેલેન્જ ફરી માથું ઉંચકે છે

આઇસ બકેટ ચેલેન્જ યાદ છે ને? કેટલાક સમય પહેલાં ૨૦૧૪માં લોકો બરફ ભરેલી ડોલ પોતાના માથા પર રેડીને તેનો ફોટો સોશ્યલ મિડીયા પર મુકવા હોડ જોવા મળી હતી. #SpeakYourMIND  હેશટેગ હેઠળ તે સોશ્યલ નેટર્ક પર  જોવા મળતું હતું. કહે છેકે ત્યારે ન્યુરોડીજનરેટીવના પગલે થતા રોદ બાબતે જાગૃતિ ફેલાવવા આ પગલું ભરાયું હતું. ૨૦૨૫માં ફરી આ આઇસ બકેટ ચેલેન્જ જોવા મળી છે જે મેન્ટલ હેલ્થ ઇસ્યુ પ્રત્યે જાગૃતિ ઉભી કરવાનો છે. અહીં એટલે મેન્ટલ ઇલનેસ નીડ્સ ડીસ્કશન એમ સમજવું. ફરી વારની આઇસ બકેટ ચેલેન્જમાં અમેરિકાના વિધ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.

બજારની વાત                          . 4 - image

ઉડ્ડયન ઉદ્યોગમાં સ્ટાફની ખેંચા ખેંચી

ઉડ્ડયન માર્કેટમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. ભારતનું ઉડ્ડયન ક્ષેત્રે વિશ્વમાં ત્રીજા નંબરે છે. આંતરીક સ્પેર્ધાના કારણે વિમાન ક્ષેત્રે અનુભવી અને ટેકનીકલ સ્ટાફ મેળવવા દરેક વિમાન કંપનીઓ એજન્ટ રોકતા હોય છે. દરેક વિમાન કંપનીને ચિંતા હોય છેકે તેમનો સ્ટાફ કોઇ પ્રતિસ્પર્ધી વિમાન કંપની વધુ પગારની ઓફર કરીને આંચકીના જાય તેનું ધ્યાન રાખવું પડે છે. પાઇલોટ અને અનુભવી ક્રૂ મેમ્બરોને અન્ય વિમાન કંપની ઉંચા પગાર આપીને ખેંચીના જાય તે માટે ભારતની વિમાન કંપનીઓ કોઈ નક્કર આચાર સંહિતા તૈયાર કરવાની વાત કરે છે. કહે છે કે વિદેશની વિમાન કંપનીઓ ભારતની કંપનીઓનો સ્કીલ સ્ટાફ વધુ પગારની ઓફર આપીને ઉંચકી લે છે. કહે છે કે આગામી ૧૫-૨૦ વર્ષમાં ભારતની વિમાન કંપનીઓમાં ૨૦,૦૦૦ પોઇલોટની જરૂર પડશે.

બજારની વાત                          . 5 - image

અમેેરિકી કંપનીઓના શેર્સ તૂટશે ખરા?

અમેરિકાના પ્રમુખે લાદેલી ૫૦ ટકા ટેરિફના કારણે ગયા શુક્રવારે શેરબજાર ડગમગી ગયું હતું. વિદેશી રોકાણકારો પાછા ફરી રહ્યા છે, રૂપિયા વધુ નબળો પડયો છે તેમજ રોકાણકારોના ૩.૫૩ લાખ કરોડ ધોવાયા છે. આ સંજોગોમાં અમેેરિકાની કંપનીના શેર્સ તૂટશે કે કેમ તે પર ચર્ચા શરૂ થઇ રહી છે. માર્કેટના જાણકારો કહે છે કે અમેરિકી કંપનીના શેર્સ બહુ જોખમી બની જાય તેમ લાગતું નથી. ૫૦ ટકા ટેરિફનું પ્રેશર શેરબજાર પર જોવા મળી રહ્યું છે. સામે છેડે ભારતની કેટલીક કંપનીઓનું ઉત્પાદન ધટશે તે પણ ચિંતાનો વિષય બન્યો છે. માત્ર એક્પસોર્ટ કરતા કેટલાક યુનિટો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

બજારની વાત                          . 6 - image

અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર ટેરિફનો માર

ડેાનાલ્ડ ટ્રમ્પે ભારતથી આવતા માલ પર ટેરિફ લાદીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે દરેક ચીજો મોંધી કરી દીધી છે. દાળથી માંડીને સંભાર અને ચોખા સુધીની ભારતીય પ્રોડક્ટના ભાવ વધી જવાના છે. અમેરિકાના મોટા મોલના ગ્રોસરી કાઉન્ટર પર ગુજરાતી ગ્રોસરીનું ખાસ સેક્શન જોવા મળે છે, તે દરેક સેક્શન પર સંભવીત ભાવ વધારાની જાણ કરવામાં આવી રહી છે. અમેેરિકામાં વસતા ગુજરાતીઓમાં ટેેરિફના કારણે વધતા ભાવોની ચર્ચા અને વિઝાના નિયમોમાં આવી રહેલા ફેરફારો બાબતે ચર્ચા થઇ રહી છે. કહે છે કે પટેલ બ્રધર્સ જેવા નામાંકીત સ્ટોર્સ ભારતના બદલે અન્ય દેશોમાંથી દાળ કે કઠોળની આયાત કરવા વિચારી રહ્યા છે.

બજારની વાત                          . 7 - image

ઇથેનોલ ગેમ ચેન્જર બની શકે છે

ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરીંગ ઓસોસીયેશને કહ્યું છે કે ઇ-૨૦ ઇથેનોલ બ્લેન્ડીંગનો વપરાશ રાષ્ટ્ર હિતમાં છે અને તેનો વપરાશ વધારવો જોઇએ. ઇથેનોલ આધારીત ફ્યૂઅલથી વાહનોને નુકશાન થાય છે તેવા અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે એમ પણ એસોસીયેશને કહ્યું હતું. ઇથેનોલનો વપરાશ વધશે તો ભારત ક્રૂડની આયાત ધટાડી શકસે અને તેથી વિદેશી હૂંડિયામણ પણ બચી શકે છે. કિસાનોને પણ લાભ થશે. ઇથેનોલ મિક્સ પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ હોય છે. બ્રાઝિલમાં ઇથેનોલ મિક્સ પેટ્રોલ છેલ્લા એક દાયકાથી વપરાય છે અને તેની સામે કોઇ ફરિયાદ આવી નથી. ઇથેનોલ ગેમ ચેન્જર બની શકે છે.