મેટા ગ્લાસીસમાં લાંચ રેકાર્ડ થઇ
ટેકનોલોજી કેવી કમાલ કરી શકે છે તે અહીં બતાવ્યું છે. આપણે વારંવાર કહેતા આવ્યા છીયેકે ચોરી કરશો તો ઉપર વાળો બધું જુવે છે. હવે હાઇ ફાઇ ટેકનોલોજીના જમાનામાં ઉપર વાળો જુવે છે તે વાત સાચી પડી રહી છે. જાપાનના એક ટુરીસ્ટ પાસે ગુરૂગ્રામના પોલીસે ૧૦૦૦ રૂપિયાની લાંચ લીધી તે ટુરીસ્ટે પહેરેલાં મેટા ગ્લાસીસમાં લાઇવ રેેકોર્ડ થઇ ગઈ હતી. ટુરીસ્ટે હેલ્મેટ નહોતી પહેરી માટે તેને રોકવામાં આવ્યો હતો. પોલીસે કાર્ડથી પેમેન્ટ સ્વિકારવાની ના પાડી હતી અને પૈસા લીધાની પહોંચ પણ નહોતી આપી. પોલીસે દમ મારીને પૈસા લીધા હતા તે રેકોર્ડ થઇ ગયું હતું. ઉપરી અધિકારીને વિડીયો બચાવતાં લાંચીયા પોલીસને સસ્પેન્ડ કરાયો હતો. ટેકનોલોજી આરીતે પણ ઉપયોગી બની શકે છે.

યુરોપનું સુપર કોમ્પ્યુટર
AI ની વૈશ્વિક સ્તરની રેસમાં આગળ વધવા યુરોપે સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું છે અને ગયા શુક્રવારે જર્મની ખાતે તેને ખુલ્લું પણ મુક્યું છે. સૌથી ઝડપી કહેવાતું આ સુપર કોમ્પ્યુટર જ્યુપીટરના નામે ઓળખાય છે. AI ના પાયોનીયર તરીકે અમેરિકા અને ચીનના નામ ચર્ચામાં છે પરંતુ હવે અમે પણ મેદાનમાં છીયે એમ જર્મનીના ચાન્સેલર ફેડ્રીક મર્જે કહ્યું હતું. આ સુપર કોમ્પ્યુટર ૧૦ લાખ જેટલા સ્માર્ટ ફોનના ડેટા જેટલી ક્ષમતા ધરાવે છે. પશ્ચિમ જર્મનીના જ્યુલીચ સુપર કોમ્પ્યુટીંગ સેન્ટર ખાતે તે તૈયાર કરાયું છે. સુપર કોમ્પ્યુટર એટલે એક ક્વિનટીલોનની ગણત્રી (એક અબજ અબજ) એક સેકન્ડમાં કરી નાખે છે.તેમાં અનેક પ્રોસેસર્સ છે. ૨૪,૦૦૦ જેટલી એનવિડીયાની ચીપ્સ છે અને તે ફૂટબોલના અડધા મેદાન જેટલી જગ્યામાં રખાયું છે.

બેંગલુરૂના કપલનો મહિનાનો ખર્ચ ૫.૯ લાખ
બેંગલુરૂના એક યુગલે પોતાના મહિનાનો ખર્ચ ૫.૯ લાખ દર્શાવીને સોશ્યલ નેટવર્ક પર લોકોને વિચારતા કરી દીધા છે. તેમના ખર્ચમાં તેમણે ૩.૫ લાખ રૂપિયાતો ખાલી ટ્રાવેલ બુકીંગ્સનો બતાવ્યો છે. સોશ્યલ નેટવર્ક પર પ્રકૃતિ અને આશિષ અરોરાએ પોતાને ટ્રાવેલ કપલ કહ્યા છે. તેમના ખર્ચાને ૩ મિલીયન લોકોે જોયો છે. હીસાબમાં લખ્યું છે કે ૪૨,૦૦૦ ભાડું ભરીયે છીયે, બંનેના પર્સનલ ટ્રેઇનર અલગ છે તેના ૪૦,૦૦૦ રૂપિયા થાય છે. કરિયાણું તેમજ પ્લાન કરાલા ડાયટના ૨૦,૦૦૦ થાય છે. એક લાખ રૂપિયાનું રોકાણ કરીયે છીયે. સોશ્યલ નેટવર્ક પર લોકોએ લખ્યું છેકે તમારી આવકનો તો ઉલ્લેખ કરો..

De-dollarization અને સોનામાં તેજી
વૈશ્વિક સ્તરના બિઝનેસ ટેન્શન, નબળો પડતો ડોલર અને સેન્ટ્રલ બેન્કની સોનાની ખરીદીના કારણે સોનાનો ભાવ નીત નવા રોકોર્ડ કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે ૬ સપ્ટેમ્બરે સોનાના ભાવ ૧,૧૧,૦૦૦ને ટચ થઇ ૈગયા છે. કહે છેકે આગામી દશેરા ( ૨ ઓક્ટોબર)અને ધનતેરસ(૧૮ ઓક્ટોબર) સુધીમાં સોનું તેજીનો વધુ ચળકાટ બતાવી શકે છે. સોનાના ભાવમાં છેલ્લા દશ મહિનામાં ૩૫ ટકા જેટલા વધ્યા છે. જાણકારો કહે છે કે ૧૬-૧૭ સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક વ્યાજ દર ધટાડશે તો સોનામાં ચળકાટ વધશે. કહેવાય છેકે વ્યાજદર ધટાડવા સિવાય કે જૈસે-થે રાખવા સિવાય ફેડરલ પાસે કોઇ વિકલ્પ પણ નથી.

ગેમીંગ માર્કેટ ઉંઘતું ઝડપાયું છે
ભારતનું ગેમીંગ માર્કેટ ઉંધતું ઝડપાયું છે. તેમાં રોકાણ કરનારા પણ ્અટવાયેલા છે. ગેમીંગ માર્કેટમાં રોકાણકારો નઝારા ટેકનોલોજીસમાં વધુ રસ લેતા હતા. નઝારાએ ૨૦૧૮થી અત્યારસુધીમાં ૧૭ કંપનીઓ ખરીદી છે. પરંતુ સરકારે ગેમીંગ માર્કેટ પર પ્રતિબંધ મુકતા નઝારામાં રોકાણ કરનારા અટવાયા હતા. ભારતમાં રીયલ ગેમીંગ પર પ્રતિબંધ મુકાતા અનેક ગેમીંગ વાળાના શટર પડી ગયા હતા અને અનેક લોકો બેકાર પણ થયા હતા. જોકે કેટલીક કંપનીઓએ ઇ સ્પોર્ટમાં પણ રોકાણ કર્યું હતું. ઓનલાઇન ગેમીંગ સાથે સંકળાયેલી કંપનીઓ હવે ઇસ્પોર્ટ તરફ વળી છે.તેમના માટે વિશાળ તકો ઉભી થઇ છે.

ગુટકાની પીચકારીનો આતંક
પાન અને ગુટકા ખાઇને તેની ખૂણે ખાંચરે પીચકારી મારનારા કેવું નુકશાન કરી શકે છે તે અહીં દર્શાવ્યું છે. કોલક્તાની ઓળખ સમાન હાવરા બ્રીજ મજબૂતાઇ પૂર્વક છેલ્લા નવ દાયકાથી ઉભો છે. બીજા વિશ્વયુધ્ધ દરમ્યાનના બોંબ હુમલા તેમજ ધરતીકંપ દરમ્યાનના કંપન હાવરા બ્રીજ પચાવી શક્યો છે. રોજ લાખો લોકો તેનો ઉપયોગ કરે છે છતાં કોઇ આંચ નથી આવી. પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર બ્રીજ પર પાનની પીચકારીના કારણે તેના બોલ્ટ પર કાટ લાગવો શરૂ થયો છે. એક જણે પ્રતિભાવમાં લખ્યું છે કે જાપાનના બોંબ જે ના કરી શક્યા તે ગુટકા કરી શક્યા. જો ગુટકા હાવરા બ્રીજ પર કાટ લાવી શકતા હોય તે શરીરમાં જાય તો કેવું ભયાનક નુકશના કરી શકે તે પાન- ગુટકા ખાનારાઓેે વિચારવાની જરૂર છે.


