Get The App

બજારની વાત .

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

મેનસ્ટ્રુએશન કપનું ઉત્પાદન વધારાશે

કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હેઠળની કંપની એચએલએલ લાઇફ કેર લિમિટેડે વિવિધ પ્રોજેક્ટ હેઠળ મેન્સટ્રૂએશન કપનું ઉતાપાદન વધારવાનું નક્કી કર્યું છે. એચએલએલએ મેન્સટ્રૂએશન હાઇજીન પર ભાર મુક્યો છે  અને ઉત્પાદન પચાસ લાખ કપ સુધી લઇ જવાયું છે. આ ઉત્પાદન ના ૬૦ ટકાતો કેરળમાં વિતરણ માટે વપરાશે. ઉત્પાદનની ક્ષમતા વધારવા થિરૂવંથપુરમની ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતા ૩૦ લાખ કપની કરાઇ છે. એચએલએલએ એક નિવેદનમાં કહ્યું છેકે ગરીબ મહિલાઓમાં મેન્સટ્રૂએશન કપનું વિતરણ વિનામૂલ્યે કરવામા ંઆવે છે. એચએલએલ કંપની બ્રાન્ડનું નામ થીકલ કપ છે. મેન્સટ્રૂએશન હાઇજીન બહુ મહત્વનું છે. પહેલીવાર આ પ્રોજેક્ટ ૨૦૧૮માં પુર આવ્યું ત્યારે અલપુઝા મ્યુનિસિપાલીટીમાં શરૂ કરાયો હતો.

બજારની વાત                          . 2 - image

કેરળમાં નવતર પ્રયોગ..વૃધ્ધો માટે અલગ મંત્રાલય

રાજકારણમાં કહેવાય છે કે આજે જે કેરળ કરે છે તેનું અનુકરણ કાલે ભારત કરશે. કેરળમાં કોંગ્રેસની નવી સરકારે વૃધ્ધો માટે એક ખાસ મંત્રાલય ઉભું કર્યું છે. જેમાં વૃધ્ધોને સન્માન પૂર્વક રાખવા, તેમને રક્ષણ આપવું, સમાજમાં તેમની સક્રીય ભાગીદારી ઉભી કરવી , તેમના માટે વિવિધ યેજનાઓ કરવી વગેરેેનો સમાવેશ થાય છે. કેરળમાં ફર્ટીલીટી રેટ ઘટયો છે પરંતુ લોકો લાંબુ જીવતા થયા છે. કહે છે કે કેરળ વૃધ્ધ બની રહ્યું છે. તેમાં વૃધ્ધોની સંખ્યા અન્ય રાજ્યો કરતા વધુ થવા જઇ રહી છે. કેરળમાં વૃધ્ધો માટે અલગ મંત્રાલય ઉભું કરીને તેમના સુધી સવલતો પહોંચાડવાનો આઇડયા ગુજરાત સરકારે પણ અપનાવવા જેવો છે.

બજારની વાત                          . 3 - image

વિયેટનામની ગ્રીન ટેક્ષી સર્વિસ ભારતમાં 

વિયેટનામનું વીન ગૃપ ભારતમાં આવી ગયું છે. ભારતમાં તે ટેક્ષી બિઝનેસમાં પ્રવેશ્યું છે. ગ્રીન એસએમ નામની આ સર્વિસમાં તમામ ટેક્ષી ગ્રીન કલરની ઈલેક્ટ્રીક કાર છે. ભારતમાં બ્લ્યૂ સ્માર્ટ ટેેક્ષી સર્વિસને તાળા વાગ્યા બાદ વિયેટનામના વીનગૃપને ચાન્સ મળી ગયો હતો. તેણે ૧૦૦૦ જેટલી ગ્રીન કલરની ટેક્ષી ઉતારી છે. દિલ્હી-એનસીઆરથી કંપનીએ શરૂઆત કરી છે.કંપની પોતાના કોર્પોરેટ ગ્રાહકો ઉભા કરી રહી છે. બ્લ્યૂ સ્માર્ટ બંધ પડી તેનો સોથી મોટો લાભ ગ્રીન એસએમએ ઉઠાવ્યો છે. વિયેટનામ, લાઓસ, ઇન્ડોનેશિયા અને ફિલીપીન્સમાં ગ્રીન એસ એમ જોવા મળે છે. કંપની પહેલા બે મહિના માટે ડ્રાઇવરોને ફિક્સ પગાર પર રાખે છે. ભારતના એરપોર્ટ પર વધતા પ્રવાસીઓનો લાભ કંપનીને મળી રહ્યો છે.

બજારની વાત                          . 4 - image

નાદારીનેા બહુ ચર્ચાસ્પદ કેસ 

એસલ ઇન્ફ્રા પ્રોજેક્ટની નાદારીનો કેસ બહુ ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કે નેશનલ કંપની લેા એપેલેટ  ટ્રીબ્યુનલ (શભન્છ્)ના ચુકાદાના દસ્તાવેજો ખોેટા કે બનાવટી હોવાનો આક્ષેપ કરાયો છે. આક્ષેપોના પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલાં એક કમિટી બનાવીને આક્ષેપોની તપાસ કરો અને પછી પ્રોસીડીંગ આગળ વધારીયે. શભન્છ્ના ચુકાદાજ બનાવટી હોવાનો આ પહેલો કેસ હોવાનું મનાય છે. કંપનીના સસ્પેન્ડ કરાયેલી ડીરેક્ટર પૂજા રમેશ સિંહે કરેલી અરજી પરનો ચુકાદા કોર્ટે હાલ પુરતો મૂલતવી રાખ્યો છે.

બજારની વાત                          . 5 - image

રસોડાની વ્યાખ્યા બદલી નાખતી એપ

ભારતના રસોડામાંથી ચૂલો તો ક્યારનોય અદ્રશ્ય થઇ ગયો છે. હવે રસોડામાં અત્યંત આધુનિક ઉપકરણો જોવા મળે છે. મલ્ટી કુકર (એકસાથે જમવાની અનેક આઇટમો રાંધી શકે), ઓેટોમેટીક રોટી મેકર વગેરે જોવા મળે છે. રસોડામાં ફેરફારની શરૂઆત મિક્સચર ગ્રાઇન્ડર સાથે થઇ હતી. પછી માઇક્રોવેવનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ કોફી મેકર વગેરે સામાન્ય બની ગયું હતું. પરંતુ હવેની નવી ટેકનોલોજી કદાચ રસોડાની વ્યાખ્યા બદલી નાખશે. હવે નવા ટચ સ્ક્રીન કુકર આવી રહ્યા છે. નવી એપ્લીકેશનો આવી છે જે તમારા સ્વાદ પ્રમાણે દાળ શાકમાં મસાલા ભભરાવે છે. વઘાર કરવા માટે જે વસ્તુ ઉમેરવી  હોય તે એપમાં લખવાનું હોય છે. રોટલીનું મશીન ઘરની ગૃહિણીનું ટેન્શન હળવું કરી નાખશે તે નક્કી છે. જર્મને કીચન રોબોટ બનાવ્યો છે. 

બજારની વાત                          . 6 - image

ગણિતના ટીચરની આવક 187 કરોડ રૂપિયા

ગણિતના ટીચરની વાર્ષિક આવક ૧૮૭ કરોડ રૂપિયાની હોય તે વાત કોઇ રીતે ગળે ઉતરે એવી નથી. પરંતુ સાઉથ કોરિયાના ગણિતના એક ટીચરની આવક તેમના દેશના સ્ટાર ફૂટબોલર કરતાં પણ વધુ છે. કોરિયાના અહેવાલો અનુસાર કોરિયાના સ્ટાર ફૂટબોલ પ્લેયર સોન હેંગ સિમ કરતાં પણ ટીચર હોયન વોન જીનની આવક વધારે છે. ન્યૂરોન નામની તેમની ટેક્સટ બુક સિરીઝની કોપી વર્ષે ૧૦ લાખથી વધુ વેચાય છે. ટીચર હોયન વોન જીમની લાઇફ સ્ટાઇલ પણ તેમની આવક પ્રમાણેની છે. સાઉથ કોરિયાના વિદ્યાર્થીઓ ટીચરોને સેલિબ્રીટી કરતાં પણ વધુ માન આપતા જોવા મળે છે. સાઉથ કોરિયામાં ૭૮ ટકા કોરિયન વિદ્યાર્થી પ્રાઇવેટ એજ્યુકેશને લે છે.