બજારની વાત .
રામકપુરે કઇ દવાથી વજન ઉતાર્યુ?
ભારેખમ શરીર ધરાવતા અભિનેતા રામ કપુરે નોંધપાત્ર વજન ઉતારતાં તેમમે કઇ દવા લીધી તે જાણવા લોકો પ્રયાસ કરે છે. વાતો એવી ઉડી હતી કે ટાઇપ-ટુ ડાયાબીટીસમાં દર્દીને વજન ઉતારવા અપાતી ટેબલેટ ઓઝીમ્પીકનો ઉપયોગ રામ કપુરે કર્યો હતો. વિવાદ લાંબો ચાલ્યો હતો કે રામ કપુરે લાઇફ સ્ટાઇલ બદલીને વજન ઉતાર્યું છે કે ઓઝીમ્પીકનો ઉપયોગ કરીને? બહ મોડે રામ કપુરે ખુલાસો કર્યો છે કે મારો ડોક્ટરનું સાંભળવું કે સોશ્યલ મિડીયાનું? તેણે કહ્યું કે જીંદગી એક વાર મળે છે જે રસ્તે વહેલું રીઝલ્ટ મળે તે લેવું જોઇએ. જ્યારે ડોક્ટર કોઇ દવા કહેવાનું કહે તો શા માટે ના લેવી?
ભંગારની લારી ચલાવનારની દિકરીને 55 લાખનું પેકેજ
તેના પિતા રોજ જારખંડના બદાઉ ગામમાં લારીમાં ભંગાર ખરીદવા ફેરી કરતા હતા અને તેને મોટા વેપારીને વેચીને રોજના માંડ ૩૦૦ રૂપિયા કમાતા હતા. આજે તેમની ૨૧ વર્ષની દિકરીને માઇક્રોસોફ્ટે રોજના ૧૫,૦૦૦ના પગારે જોબ આપી છે. પિતાનું નામ રાજેશ છે અને દિકરીનું નામ સિમરન છે. તેની બે બહેના ૧૨માં ધોરમમાં છે તો એક ભાઇ ૮માં ધોરણમાં અભ્યાસ કરે છે. સિમરન નાનપણથીજ ભણવામાં હોંશિયાર હતી. ૧૭ વર્ષની ઉંમરે તેણે પરીક્ષા પહેલી ટ્રાયલેજ પાસ કરી દીધી હતી. માઇક્રોસોફ્ટમાં ૩૦૦ ઇન્ટર્નમાં તે પહેલો નંબરે આવતા માઇક્રોસોફ્ટે તેને વાર્ષિક ૫૫ લાખના પગાર પર નોકરીએ રાખી છે.
ક્રિપ્ટો કરંસી ઉંચકાતી નથી
ભારતના ટોપના પાંચ ક્રિપ્ટો એક્સચેન્જ સામે સતત સાયબર એેટેકનું જોખમ રહેલું છે. આ પાંચ એક્સચેન્જમાં મુદ્રેક્સ, કોઇન ડીએક્સ, કોઇન સ્વીચ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિપ્ટોમાં ચાલતી મોટી ઉથલપાથલનો કારણે સાયબર હુમલા કરતા હેકર્સ ફાવી જાય છે. બિટકોઇનમાં સંભવિત તેજી પર પણ અલ્પ વિરામ મુકાયેલું છે. ભારતમાં ક્રિપ્ટો કરંસીના વ્યહાર પર પ્રતિબંધ છે છતાં લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકામાં સત્તા પર ડોનાલ્ટ ટ્રમ્પ આવ્યા પછી બિટકોઇનનો ભાવ એક લાખની ઉપર પહોંચી ગયો હતો જોકે ત્યારબાદ તેના ભાવ તૂટયા હતા. શનિવારે જ્યારે આ લખાય છે ત્યારે બિટકોઇનના ભાવ ૯૨,૫૨,૬૬૧ છે.
ભારતની મેડિકલ ફેસિલીટીની પ્રશંસા
ભારતમાં મેડિકલ ફેસિલીટી કેટલી સસ્તી છે તેની વાત ન્યૂઝિલેન્ડની એક નિવૃત નર્સે કરી છે. તેમણે લખ્યું છે કે ન્યૂઝિલેન્ડમાં થાપાની સર્જરી માટે ક્યાંતો વર્ષો સુધી રાહ જોવી પડે કે ૮૦,૦૦૦ ડોલર ખર્ચવા પડે છે. આ સર્જરી ભારતમાં રોબોટીક સિસ્ટમ હેઠળ ૨૦,૦૦૦ ડોલરમાં કરવાની તે પરત ફર્યા છે. તેમણે લખ્યું છે કે ભારતની હોસ્પિટલો અદ્ભત કામગીરી કરે છે. ૬૫ વર્ષના આ નર્સે કહ્યું છે ભારતમાં ત્વરીત મેડિકલ સારવારની સાથે તે પરવડે એવી પણ હોય છે. તે સર્જરી બાદ બે દિવસમાં ચાલતા થઇ ગયા હતા અને ત્રણ અઠવાડિયામાં તો તે સારવાર લઇને પરત પણ ફરી ગયા હતા.
શંકાનો કીડો ખતરનાર હોય છે
ભારત હોય કે અમેરિકા શંકાનો કીડો સર્વત્ર જોવા મળે છે. કેપટાઉનમાં કામ કરતી ૨૮ વર્ષની એક સાઉથ આફ્રિકન મહિલાએ સેકન્ડ હેન્ડ કાર ખરીદી તે જોઇને તેમના બોસે એવી શંકા કરી કે આ કાર કેવી રીતે ખરીદી શકે? એટલા પૈસા ક્યાંથી આવ્યા ? ચોક્કસ હિસાબમાં ગોટાળા કર્યા હશે અને તેના પૈસા કાર ખરીદી હશે. કાર ખરીદવું તેનું સપનું હતું. પૈસા બચાવી અને પ્લાનીંગ કરીને તેણે સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી. તેણે સોશ્યલ નેટવર્ક પર પોતાની આપવીતી લખી છે કે મેં ખરીદેલી કાર લઇને હું ઓફિસ ગઇ તે મારા બોસની નજરમાં આવી ગયું હતું. તે લખે છે કે મને કાર મળી પણ નોકરી ગઇ.
યુનિયન કાર્બાઇડના મલબાનો નિકાલ
ભોપાલની યુનિયન કાર્બાઇડનો ઝેરી મલબો છેલ્લા ચાર દાયકાથી નિકાલની રાહ જોતો હતો. જંતુનાશક દવાઓનો બનેલો આ મલબો નજીકની ખેતીની જમીન માટે બહુ નુકશાનકારક સાબિત થઇ રહ્યો હતો. મધ્યપ્રદેશના પીથમપુર ખાતેના ડિસ્પોઝલ પ્લાન્ટમાં આ ઝેરી રસાયણ યુક્ત કચરાની પ્રોસેસ કરીને તેને ન્યૂટ્રલ બનાવાયો છે. શરૂઆતમાં ૩૩૭ ટન કચરાની પ્રોસેસ કરવામાં આવ્યો હતો. ૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ઝેરી મિથાઇલ આઇસોસાઇનેટ ગેસ લીક થયો તેમાં બિનસત્તાવાર આંક અનુસાર ૨૦,૦૦૦ના મોત થયા હતા. ચાર દાયકા પછી હવે જ્યારે ા ઝેરી મલબાનું નિરાકરણ થઇ રહ્યું છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ચક્રવાતની હાજરીમાં લગ્ન
ચક્રવાત બહુ ખતરનાક હોય છે. પવનના વેગની તીવ્રતા એટલી હોય છેકે તેની નજીક જનારા હવામાં ઉંચકાઇને દુર ફંગોળાઇ જાય છે. આવાજ એક ચ્રકવાતમાં અમેરિકના એક યુગલે લગ્ન કર્યા હતા.બ્રયાસ શેલ્ટડાઉન નામના યુવકે તેની પ્રમિકા પેજ બારડોમાસને ચક્રવાતના એપી સેન્ટરની નજીક ઉભા રહીને લગ્ન કર્યા હતા. ગઇ ૨૮ જુને સાઉથ ડેકોટા ખાતેના ચક્રવાતમાં તેમણે લગ્ન કર્યા અને તેનો ફોટો સોશ્યલ નેટવર્ક પર મુકતાંજ તેમની વાહ વાહ થઇ ગઇ હતી અને તેમની હિંમતને બિગદાવાઇ હતી.૧૭ મિલીયન લોકોએ તેમનો વિડીયો જોયો હતો.