બ્રાન્ડેડ ચીજો ઓફલાઇન વધુ વેચાય છે
તૈયાર કપડાં,જ્વેલરી, હેલ્થ અને પર્સનલ કેર પરની બ્રાન્ડ ઇ કોમર્સના પ્લેટફોર્મના બદલે બહાર મોલ અને બ્રાન્ડના સ્ટોર્સમાં વધુ વેચાય છે. સામાન્ય રીતે તૈયાર કપડાંની મોટા ભાગની બ્રાન્ડ ઓનલાઇન જોવા મળતી હતી અને વેચાતી હતી પરંતુ આ ટ્રેન્ડમાં તાજેતરમાં બદલાવ જોવા મળી રહ્યો છે. બ્રાન્ડ બનાવતી કંપનીઓ પોતેજ ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રોડક્ટ વેચવા નથી માંગતા. એટલે કેટલીક બ્રાન્ડ તેમણે ઇ કોમર્સના પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી લીધી હતી. દિલ્હીમાં ૨૬ ટકા ગ્રાહકો શોપીંગ મોલમાંથી બ્રાન્ડ ખરીદવાનું પસંદ કરે છે. બ્રાન્ડેડ ચીજો સામાન્ય પ્રોડક્ટ કરતાં વધુ મોંધી હોય છે. એટલે તે ખરીદનારા પ્રોડક્ટને હાથમાં લઇને ચેક કરે છે અને કાપડ કેટલું મુલાયમ છે-સુંવાળું છે તેનો અનુભવ પણ કરી શકે છે.

1.1 ટ્રિલિયન રોકાણની ખાત્રી
ભારતના ઇલેકટ્રોનિક મેન્યુફેક્ચરીંગમાં રોકાણકારો રસ લઇ રહ્યા છે. ઇલેકટ્રોનિક મેન્યુફેક્ચરીંગ સર્વિસ (EMS) ક્ષેત્રે રોકાણકારોને રસ એટલા માટે છે કે કેન્દ્ર સરકારે આ ક્ષેત્ર માટે પ્રોત્સાહીત કરતા અનેક પગલાં લીધા છે. ૩૦ સપ્ટેમ્બરે જ્યારે રોકાણકારો કેટલું રોકાણ કરશે તે ઓફરની બારી બંધ રહી ત્યારે તેના ટાર્ગેટ ૫૯,૦૦૦ કરોડ કરતાં ડબલ એટલેકે ૧.૧ ટ્રિલિયન રૂપિયા જેટલા રોકાણની ખાત્રી મળી હતી. મોબાઇલ ફોન, કેમેરા, ડિસ્પ્લે મોડલ જેવા કમ્પોનન્ટ માટે રોકાણ કરાશે. ડિક્સન ટેકનોલોજી કેમેરા તેમજ ડિસ્પ્લે મોડયુલમાં રોકાણ કરવા માંગે છે. આ રોકાણોના કારણે ઉત્પાદન કરનારાઓની ઇકો સિસ્ટમ મજબૂત બનશે.

AI માં રોકાણ લાભદાયી કે પરપોટા સમાન?
રોજે રોજ AI ક્ષેત્રે રોકાણ કરનારા જોવા મળે છે. AI માં રોકાણનો ક્રેઝ ક્યાં સુધી ચાલશે તેનો ખ્યાલ નથી. ગયા અઠવાડિયે ઓપન AIના ટોપના જનરેટીવમાં AI ડેટા સેન્ટર ઉભા કરવા ચીપ જાયન્ટ એનવિડિયાએ ૧૦૦ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. આવા જંગી રોકાણનું વળતર તાત્કાલીક મળી શકે એમ નથી. જોકે AI ની ટેકનોલોજી દરેક સ્તરે ઉપયોગી બની હોવાથી રોકાણકારોને તેમાં રસ જાગ્યો છે. રોકાણકારો આ નવા ક્ષેત્રમાંથી કમાઇ લેવા માંગે છે. અમેરિકામાં ૨૦૧૩ થી ૨૦૨૪ સુધીમાં પ્રાઇવેટ રોકાણ ૪૭૦ અબજ ડોલર પર પહોંચ્યું છે. આજની તારીખમાં ઓપનAI સૌથી વધુ વેલ્યૂ વાળી કંપની બની ગઇ છે.

અરાટ્ટાઇ vs વોટ્સએપ
ચેન્નાઇ સ્થિત ઝોહો કાર્પોરેશને બજારમાં મુકેલી અરાટ્ટાઇ મેસેજીંગ સર્વિસ વોટ્સએપને ટકરાઇ રહી છે.અરાટ્ટાઇના વપરાશમાં રાતોરાત ઉછાળો નોંધાયો છે. ગુગલ મીટ અને ઝૂમની જેમ અરાટ્ટાઇમાં મિટીંગ યોજી શકાય છે.અરાટ્ટાઇનું પોક્ટ ફીચર જેવું કશું વોટ્સએપ પાસે નથી. વોટ્સએપ સતત મેટા સાથે સંપર્કમાં રહે છે જ્યારે અરાટ્ટાઇમાં એવા કોઇ કોન્ટેક્ટ નથી હોતા. વોટ્સએપ લોક જીભે ચઢી ગયેલું નામ છે એજ તેનું જમાપાસું હોય એવું લાગે છે. ભારતમાં બનેલા અરાટ્ટાઇ આગામી સમયમાં વોટ્સએપને ટકરાઇ શકે છે.

‘O hey hi Chrome!’
સોશ્યલ નેટવર્ક ક્ષેત્રે અરવિંદ શ્રીનિવાસન બહુ ગાજતું નામ છે. પરપ્લેક્સીટીના સહાયક ફાઉન્ડર અને સીઇઓ અરવિંદે કોમેટ બ્રાઉઝર દરેક માટે વિનામૂલ્યે મુકીને ગુગલને પડકાર ફેંક્યો છે. શ્રિનિવાસને ગુગલને સંબોધીને મેસેજ પણ મુક્યો હતો કે કોમેટ શરૂઆતમાં તે માટે ચાર્જ ફી રાખી હતી પરંતુ હવે દરેક તેને ફ્રી ડાઉનલોડ કરી શકે છે. બે દિવસ અગાઉ શ્રિનિવાસને કોમટ પ્લસની પણ જાહેરાત કરી હતી. પ્રો અને મેક્સના સબસ્ક્રાઇબરો માટે કોઇ વધારાની કિંમત નહીં લેવાય તેવી જાહેરાત કરાઇ હતી. બ્રાઉઝર ક્ષેત્રે વર્ષોથી વર્ચસ્વ ભોગવતા ગુગલ ક્રોમ સામે પડકાર ઉભો થયો છે. કોમેટમાં સર્ચ આધારીત છે. શ્રિનિવાસને ગુગલ ક્રોમને પડકારતાં લખ્યું છેકે O hey hi Chrome!

એરિસ્ટા નેટવર્કના જયશ્રી ઉલ્લાલ ટોપ પર
સૌથી વધુ પૈસાદાર પ્રેાફેશનલ્સમાં સત્ય નડેલા કે સુંદર પિચાઇ નથી આવતાપણ એરિસ્ટા નેટવર્કના જયશ્રી ઉલ્લાલ આવે છે. દેશના સૌથી પૈસાદાર મહિલાઓ ઝોહાના રાધા વામ્બુ અને નાયકાના ફાલ્ગુની નાયરનેપાછળ રાખીને જયશ્રી ઉલ્લાલ ટોપમાં પહોંચ્યા છે. જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ ૫૦,૧૭૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમની કંપની એરિસ્ટા નેટવર્ક કોમ્પ્યુટર નેટવર્કીંગ સાથે જોડાયેલી છે. જયશ્રી ઉલ્લાલનો કંપનીમાં ૩ ટકાનો હીસ્સો પણ છે. સાનફ્રાન્સિસ્કોમાં રહેતા જયશ્રી ઉલ્લાલે સફળ નેટવર્કીંગ કંપનીનું સંચાલન કર્યું હતું.


