Get The App

બજારની વાત .

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

જે.પી.મોર્ગને નકાર્યા, બે દિવસમાં જ સિટી ગુ્રપે સ્વીકાર્યા

જેમની પાસે સ્કીલ છે તેમને નોકરી ગુમાવવાથી ડરવાની જરૂર નથી હોતી. ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે જે.પી મોર્ગન જેવી બહુ નામાંકીત કંપનીમાં કામ કરતા વિસ રાઘવન જ્યારે વીકએન્ડની રજા પર હતા ત્યારે કંપનીએ તેમને નોકરી છોડવાનો સંકેત આપી દીધો હતો. પરંતુ માત્ર બેજ દિવસમાં સીટી ગૃપે તેમને ૫૨ મીલીયન (૪૩૫ કરોડ રૂપિયા) ડોલરના પગારથી જોબ આપી હતી. જે.પી.મોર્ગને રાતોરાત રાઘવને ના પાડી અને સિટી ગૃપે તક ઝડપી લીધી હતી. સિટી ગૃપે બેંકીંગ હેડ શોધવા સર્ચટીમ તૈયાર કરી હતી. જે.પી.મોર્ગન એમ માનતું હતું કે રાઘવન અચાનક હટાવીશું તોતે અટવાઇ જશે પરંતુ સિટીગૃપની સર્ચ ટીમે તેમને ઝડપી લીધા હતા. ટૂંકમાં સિટીગૃપે ખેલ પાડી દીધો હતો.

ે શેરડીમાંથી મેળવવા ૩૬૩૦ લીટર પાણીની જરૂર પડે છે.

બજારની વાત                          . 2 - image

જીમ-વેર ચામડીના રોગ નોતરી શકે છે

જે લોકો રોજ જીમમાં જાય છે અને મોર્નિંગ વોકમાં જાય છે તે તેના ખાસ ટ્રેક શૂટ, ટ્રેક શૂઝ વગેરે અલગ રાખે છે. પરંતુ રોજેરોજ પહેરવાના આ કપડાને એક્ટીવ વેર કહે છે. અહીં પ્રશ્ન  એ છે કે આ કપડાં શેમાંથી બનેલા હોય છે તેનું ભાગ્યેજ કોઇ ઘ્યાન રાખે છે. પરંતુ અમેરિકાની એક કંપનીએ જીમ વેરમાં રહેલા ટોક્સિક તત્વોનો ઉલ્લેખ કર્યો ત્યારે ચર્ચા શરૂ થઇ છેકે જીમમાં કે મોર્નિંગ વોકમાં જનારાના સ્પેશ્યલ કપડા ક્યા કાપડમાંથી બને છે. તે શરીરના કમ્ફર્ટ માટે હોય છે પરંતુ તે માટે કાપડને કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરાય છે. તેમાંની કેટલીક સિન્થેટીક ડાઇ પણ શરીરમાં ખંજવાળ ઉપરાંત ઇમ્યુન સિસ્ટમ પર અસર થઇ શકે છે.  ટૂંકમાં ગ્રાહકો વટ મારવાના બદલે જોઇ વિચારીને  OEKO-TEX સ્ટાન્ડર્ડના જીમ વેર ખરીદવા જોઇએ.

બજારની વાત                          . 3 - image

મૂળ ક્રિએશન અને AI

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ અને પ્રભાવ બહુ મોટા પાયે વધી રહ્યો છે. જેના કારણે મૂળ ક્રીએેશન ઢંકાઇ જાય છે. AIના વિવિધ લેન્ગવેજ મોડલના કારણે મૂળ ક્રીયએશન ક્યું છે તે જ ખબર નથી પડતી. ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફેાર્મેશન મંત્રાલયે મૂળ ક્રીએશન ક્યું છે તે જાણવા કોન્ટેન્ટ પર AIનું લેબલ ચીપકાવવાનો આઇડયા અપનાવવા  કહ્યું છે. જોકે તે માટેના નિયમો નહીં હોય ત્યાં સુધી કોઇ તેને અપનાવવાનું નથી.ભારતમાં ૯૫૦ મિલીયન ઇન્ટરનેટ યુઝર્સ છે.  AI ના લેબલ મારવાની વાત કરોડો લોકો સુધી પહોંચાડી શકાય એમ નથી. 

બજારની વાત                          . 4 - image

IIT મદ્રાસની 431 પેટન્ટ

 ૨૦૨૬ના વર્ષમાં ૧૧૨ સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે અને 431 પેટન્ટ નોંધાવી છે. નવી ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકોનો પ્રોત્સાહન આપવા મદ્રાસે સ્ટાર્ટઅપ શતમ મિશન શરૂ કર્યું છે તેના કારણે ૨૦૨૫માં ૧૦૦ સ્ટાર્ટઅપ શરૂ કરાયા હતા.જ્યારે ૨૦૨૬માં પણ નવા ૧૧૨ સ્ટાર્ટઅપ શરૂ કરાયા હતા. કેટલાક ઇનોવેશન પહેલીવાર જોવા મળ્યા હતા. IIT મદ્રાસે શરૂ કરેલા કુલ સ્ટાર્ટઅપની વેલ્યૂ ૭૪,૧૦૦ કરોડ રૂપિયા થવા જાય છે. જેમાંના બે તો યુનિકોર્નની યાદીમાં છે. આ વર્ષે એથર એનર્જીના આઇપીઓ પાછળ IIT મદ્રાસ  છે. તેમના સ્ટુડન્ટ્સ માં એક દિવસની એક પેટન્ટ દાખલ કરવાનું ટાસ્ક સોંપ્યું હતું.

બજારની વાત                          . 5 - image

લેકસસ ઇન્ડિયા કારની ગેરંટી

કારના માર્કેટમાં રોજ નવા મોડલ જોવા મળે છે ત્યારે લેક્સસ ઇન્ડિયાએ નવતર પ્રકારની ગેરંટી આપવાનું શરૂ કર્યું છે. કંપનીએ જાહેર કર્યું છે કે ૧લી એપ્રિલ-૨૦૨૬થી જે લોકો કંપનીની કારનું નવું મોડલ  ખરીદે તેને બે લાખ કિલોમીટર કે આંઠ વર્ષની ગેરંટી આપી છે. ૨૦૧૭થી ભારતના માર્કેટમાં પ્રવેશેલી આ જાપાનની કંપનીએ ગેરંટી આપીને પોતાની પ્રોડક્ટ પર તેમને કેટલો વિશ્વાસ છે તે દર્શાવ્યું છે. કંપનીએ આપેલી ગેરંટીના કારણે ગ્રાહકને પણ ડ્રાઇવ કરતા શાંતિ રહે છે. જ્યારે કોઇ બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ માટે તકેદારી રાખેે ત્યારે તે અન્ય કાર કંપનીઓ  માટેઅનુકરણીય બની રહે છે. કેટલીક કંપનીઓ ફોલ્ટ વાળી ગાડી પાછી ખેંચે છે પરંતુ એડવાન્સમાં ગેરંટી આપનાર લેકસસની ચર્ચા થઇ રહી છે.

બજારની વાત                          . 6 - image

ગૂગલનું AI બજેટ ભારતના સંરક્ષણ બજેટ કરતાં બમણુ

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ક્ષેત્ર પ્રસરી રહ્યું છે. ૨૦૨૬માં ગુગલ AI  ક્ષેત્રે  ૧૯૦ અબજ ડોલર રોકવા જઇ રહ્યું છે. જે ભારતના સંરક્ષણ બજેટ કરતાં બમણું છે. મોટી કંપનીઓ AI પાછળ અબજોનું રોકાણ કરી રહી છે. સિલિકોન વેલીમાં આવેલી કંપનીઓ આલ્ફાબેટ(ગુગલ), માઇક્રોસોફ્ટ,મેટા,એમેઝોને ૨૦૨૬માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રોકાણનો પ્લાન કર્યો છે. ભારતનું સંરક્ષણ બજેટ ૭.૮૫ લાખ કરોડ(૮૭ અબજ ડોલર) જેટલું છે. ગુગલ તેનાથી બમણું રોકાણ  AI માં કરી રહ્યું છે. જ્યારે તે રોકાણ હંગેરી કે ઇક્વાડોરના જીડીપી કરતાં પણ તે વધુ કહી શકાય. ગુગલ ૨૦૨૭માં તો ૨૦૨૬ કરતાં પણ વધુ ખર્ચ પાછળ  AIે કરશે.