બજારની વાત .
‘HiPPO’..એટલે શું?
હિપો એ વિશાળકાય હિપોપેટેમસ સાથે સંકળાયેલું નામ નથી. ઉંચા પગાર ધરાવતા લોકોને હાઇલી પેઇડ ઇન્ડિવીડયુઅલ્સને ‘HiPPO’ યાદીમાં મુકાય છે. આ એલોકો છે કે જેમના ઓપીનીયન પર કંપની પ્રગતિ કરતી હોય છે અને વિકાસ માટે નિર્ણયો લેતી હોય છે. આ લોકો કંપનીના બોર્ડ પર પ્રભુત્વ ધરાવતા હોય છે. અનેક કંપનીઓમાં નિર્ણયો લેતા લોકો પૈકી કેટલાક વિષયો પર અપૂરતું નોલેજ ધરાવતા હોવા છતાં પોતાનો ઓપિનીયન આપતા હોય છે. આ લોકો વધુ પડતા ઉત્સાહી હોય છે કામનો બોજ લઇને ફરતા હોય છે અને પોતાની પાસે વધુ કામ છે તેવો દેખાડો કરતા હોય છે. કંપનીમાં ઉંચા પગાર લેતા લોકોને આમ તેમ દોડતા જુઓ તો તેમના પર ‘HiPPO’નું લેબલ મારી શકાય.
પાણીચાના ટ્રેન્ડથી બચવાના ત્રણ સૂત્રો
ટાટા કન્સલટન્સીએ ૧૨,૦૦૦ જેટલા લોકોને પાણીચું આપવાનો નિર્ણય લીધો તેમાં મોટા ભાગના મધ્યમ કદ એટલેકે ક્લાર્ક કે એકાઉન્ટ કક્ષાના સ્તરે કામ કરતા લોકો છે. ઇન્ટરનેટ પર ટીસીએસના નિર્ણયની ટીકા થઇ રહી છે પરંતુ સાથે સાથે પાણીચું આપવાના વેવમાં નોકરી કેવી રીતે ટકાવી રાખવી તેની ટીપ્સ પણ અપાય છે. લે ઓફ કે પાણીચુંમાં બહુ મોટો ફેર નથી. પરંતુ આજના સમયમાં નોકરી ટકાવવા માટે ત્રણ મુદ્દા પર ધ્યાન આપવાની સલાહ અપાય છે.૧. કંપનીમાં બીજા કરતાં વધુ કામ આપો. ૨..તમે જે કામ કરતા હોય તે વિશે વધુ ને વધુ જાણવા પ્રયાસ કરો..૩...જોબ છોડવાનું માંડી વાળો એક જગ્યાએ સ્થિર થશો તો અન્ય કંપની સામેથી બોલાવશે.
બલ્યૂ સ્ટાર નાદારીની લાઇનમાં
જેને ઉબેરનો વિક્લ્પ કહેવાતી હતી અને જેની તમામ ગાડીઓ ઇલેક્ટ્રીક વ્હીકલ હતી તે બ્લ્યૂ સ્માર્ટ મોબીલીટી કંપની આજે દેવાળીયા જાહેર થવા જઇ રહી છે. રોકાણકારોને તે પૈસા ચૂકવી શકી નથી કેમકે તેની તમામ કાર ધૂળ ખાતી પડી રહી છે. તેના પ્રમોટર જેન્સોલ એન્જીન્યરીંગે હવે હાથ ઉંચા કરી દીધા છે. જેન્સોલ જગ્ગી બ્રધર્સ ચલાવતા હતા. તેમણે રોકાણકારોનો પૈસો કંપનીના ઉપયોગના બદલે લકઝરી ફ્લેટો ખરીદવામાં વાપરતા કાયદાના સાણસામાં આવી ગયા હતા. એક સમયે જે જગ્ગી બ્રધર્સની બ્લ્યૂ સ્ટારની જાહેરમાં પ્રશંસા થતી હતી તે આજે તે દેવાદાર બની ગયા છે. તેમની ધૂળ ખાતી બ્લ્યૂ સ્ટાર કારનો વિડીયો ૯,૯૧,૦૦૦ લોકોએ જોયો છે.
માનવ જેવા લાગતા રોબોટને પીએચડીમાં પ્રવેશ
ચીનમાં હ્યુમોનાઇડ રોબોટે (માનવ જેવા લાગતા) પીએચડીમાં પ્રવેશ મેળવ્યો છે. તે ડ્રામા અને ફિલ્મ વિષય પર પીએચડી કરશે. તેનું નામ ઝુએબા ૦૧ છે. તે સ્ટેજ પરફોર્મન્સ અને સ્ક્રિપ્ટ રાઇટીંગ પર અભ્યાસ કરશે. તે આઈડિયાની આપલે કરશે અને કોરિયોગ્રાફીને આસિસ્ટ કરશે. આ કોઇ સાયન્સની સ્ટોરી નથી પણ હકીકત છે. રોબોટ ઝુએબા ૦૧ - તે ૧.૭ મીટર ઉંચો અને ૩૦ કિલોના વજન વાળો છે. તે શર્ટ ટ્રાઉઝર અને ચશ્મા પહેરીને ક્લાસમાં આવશે. તેના શરીર પરની ચામડી સિલીકોનમાંથી બનાવેલી છે. તે મેન્ડરીન લેન્ગવેજ બોલશે અને તેમાં જવાબો પણ આપશે. ઝુએબા ૦૧ કહે છેકે જોહુ નપાસ થઇશ તો મને કોઇ એેક મ્યુઝિયમના ખૂણામાં ડોનેટ કરી દેવાશે.
ટ્રાય એન્ડ બાય..એન્ડ AI
ક્વિક ફેશન ડિલીવરી સિસ્ટમમાં ટ્રાય એન્ડ બાયના કોન્સેપ્ટ પર વધુ ભરોસો મુકાઇ રહ્યો છે. ઓનલાઈન ખરીદી કરનારા પાસે જ્યારે રીટર્નનો વિકલ્પ હતો ત્યારે ૨૦ ટકા જેટલી ચીજો ખરીદ્યા પછી રીટર્ન આવતી હતી. કેટલીક કંપનીઓને ૪૦થી ૫૦ ટકા ઓર્ડરમાં રીટર્ન મળતું હતું. આ એક સળગતી સમસ્યા હતી. લોકો સામાન્ય ફેરફાર પણ સ્વિકારવા તૈયાર નથી હોતા. હવે ક્વિક ફેશનમાં AI ની એ ન્ટ્રી થઇ છે. જે ખરીદનારને તૈયાર કપડાં કેવા ફીટ થાય છે અને કેવું લાગે છે તે AI ટૂલ્સની મદદથી જાણી શકાશે. જો AI કહે કે ફીટીંગ બરાબર છે તોતે ઓર્ડર આપી શકે છે. એટલેકે રીટર્ન પોલીસીનો છેદ ઉડી ગયો છે.
ભારતીય AI કૃત્રિમ 100ને પાણીચું આપશે
ઓલાના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે શરૂ કરેલ AI કૃત્રિમ તેના જોબ કટના બીજા રાઉન્ડમાં વધુ ૧૦૦ લોકોને પાણીચું આપી રહ્યા છે. પહેલાં તેમણે જુુનમાં લોકોને છૂટા કર્યા હતા અને હવે ઓગષ્ટમાં બીજા ૧૦૦ને છૂટા કરશે. AI આસિસ્ટન્ટ કૃત્રિમ માટે ૮૦ ટકા જેટલી ટ્રેનીંગ લઇ ચૂકેલાઓને પણ તમણે છૂટા કર્યા છે. કહે છે કે કૃત્રિમ પ્રોડક્ટ લગભગ તૈયાર થવાની અણી પર છે એટલે કંપનીને વિવિધ ભાષા સાથે સંકળાયેલા લોકોની જરૂર છે. કૃત્રિમે વિદેશની પ્રોડક્ટ સાથે સ્પર્ધા કરવાની છે. જ્યારે ભાવિશ અગ્રવાલે કૃત્રિમ AI ની જાહેરાત કરી હતી ત્યારે તે ભારતની પ્રથમ પ્રોડક્ટ બની હતી.
ગુરૂગ્રામમાં ફ્લેટોના ભાવનો પરપોટો ફૂટયો
જે ગુરૂગ્રામના ફ્લેટના ભાવ કરોડોમાં અંકાતા હતા તે ભાવોનો પરપોટો હવે ફૂટી ગયો હોય એમ લાગી રહ્યું છે. એક અહેવાલ અનુસાર આ ફ્લેટોના ભાવ ૬૭ ટકા જેટલા તૂટી ગયા છે.ગુરૂગ્રામના ફ્લેટોમાં સવલતોના નામે મીંડુ હતું. અનેક ફ્લેટોના કનેક્શન મેઇન ગટર સાથે અપાયા નહોતા. વરસાદના ભરાયેલા પાણીએ વહિવટકારોની પોલ ખોલી નાખી હતી. તેમણે ફ્લેટો બાંધ્યા પણ ડ્રેનેજનો વહિવટ ના કરી શક્યા કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પણ ના કરી શક્યા. સોશ્યલ નેટવર્ક પર ગુરૂગ્રામનો ચિતાર જોઇને હવે ત્યાં કોઇ ફ્લેટ લેવા તૈયાર નથી એટલે ભાવ પણ તૂટયો છે અને પરપોટો પણ ફૂટયો છે.