સ્વિડનની ઝેનોફોબિક સિસ્ટમનો શિકાર
સ્વિડનમાં પોતાની સ્ટાર્ટઅપ કંપની ચલાવતા ભારતીયે પોતે સ્વિડન શા માટે છોડવું પડયું તે સંદર્ભે કહે છેકે મેં સ્વિડન છોડયું નથી પણ મને ત્યાંથી દુર કરવામાં આવ્યો છે. જેમને સ્વિડન છોડવું પડયું તે ઇન્ડિયન બિઝનેસમેનનું નામ અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમ છે. સ્વિડનમાં ફૂડ સિક્યોરિટી પર સ્ટાર્ટઅપ શરૂ કરનારે કહ્યું હતું કે માત્ર 11 મહિનામાં મારે ઉચાળા ભરવા પડયા હતા. તેણે કહ્યું હતું કે મારી ઉપેક્ષા કરાતી હતી અને હું સ્વિડનની ઝેનોફોબિક સિસ્ટમનો (ભેદભાવયુક્ત વ્યવસ્થા) ભોગ બન્યો હતો. સ્વિડનની ઇમિગ્રેશન સિસ્ટમજ ભેદભાવ વાળી છે. એવા વાંધા વચકા ઉભા કરાય કે તમારે સ્વિડન છોડવુંજ પડે. આ ઘટના જોઇને એમ લાગે કે સ્વિડન સ્ટાર્ટઅપ ફ્રેન્ડલી દેશ હોવાની વાત નર્યો ભ્રમ છે.

ઓહ..નો, કૃત્રિમ ગુમ થઇ ગયું
ગયા અઠવાડિયે જ્યારે દિલ્હી ખાતે ઇમ્પેક્ટ સમિટ યોજાઇ ત્યારે ભારતના પહેલા યુનિકોર્ન સ્ટાર્ટઅપ અને ઓલાનું સાહસ કૃત્રિમ છૈંની હાજરી આખા ભારત મંડપમમાં ક્યાંય નજરે પડી નહોતી. કોઇ પેનલ ડીસ્કશનમાં પણ કૃત્રિમની હાજરી નહોતી. બીજી તરફ ભારતની અનેક લેન્ગવેજ સમાવતું સર્વમ છૈં સર્વત્ર છવાઇ ગયું હતું. ૨૦૨૩માં કૃત્રિમ છૈં દેશનું પહેલું ક્લાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું હતું. તેનું લાર્જ લેન્ગવેજ મોડલ પણ હતું. કહે છે કે કંપનીના ડઝન બંધ કર્મચારીઓ ભાવેશ અગ્રવાલને છોડીને જતા રહ્યા હતા. સિનિયર સ્ટાફ સહીતનો કુલ ૨૦૦ જેટલો સ્ટાફ જતો રહેતા જેેને પહેલું યુનિકોર્ન કહેવાતું હતું છૈં ઠપ થઇ ગયું હતું.

જાપાનની 157 વર્ષ જુની કંપનીમાં ભાગ માટે જંગ
ભારતમાં જેમ વર્ષો જુના બિઝનેસ ગૃહોમાં ભાગલા તેમજ સંપત્તિના વિવાદો ચાલે છે એમ જાપાનની ૧૫૭ વર્ષ જુની કંપનીમાં પણ ભાગ માટે ખેંચાખેંચ ચાલી રહી છે. ૧૯૮૯માં બે ભાઇઓેએ શરૂ કરેલી કંપનીનો આજે તેમની છઠ્ઠી પેઢી પાસે વહિવટ છે. એઇઓન અને ઓએસીસ એમ બે કંપનીઓ પર આ છઠ્ઠી પેઢિના સભ્યો કંપની પર કબજો જમાવવા અને વધુ શેર્સ પોતાના હસ્તગત કરવા લડી રહ્યા છે. કંપની ડ્રગ સ્ટોર ચેઇન ચલાવે છે. કંપનીના ૫૬૦૦ જેટલા સ્ટોર્સ છે. બંને કંપનીઓ ટોકિયો સ્ટોક એક્સચેન્જ પર છે. કંપનીના કેટલાક હીસ્સેદારોએ પોતાના શેર્સ અન્ય પ્રાઇવેટ કંપનીને વેચતા વિવાદ થયો હતો. કંપનીના શેરહોલ્ડરોના હીતને ધ્યાનમાં રાખીને સરકાર કંપનીના હિસ્સેદારોને વહિવટ કરવા કહે છે.

અમેેરિકાની કંપનીમાં શૂઝ બહાર કાઢવાની પોલીસી
કેટલીક કંપનીઓમાં શૂઝ (બૂટ-ચંપલ) બહાર કાઢીને અંદર જવાની સૂચના હોય છે પરંતુ હવેની કોર્પેારેટ કંપનીઓમાં શૂઝ બહાર કાઢવાને જુનવાણી વિચાર કહેવાય છે. જોકે ૨૦૨૨માં શરૂ થયેલી ૨૯ અબજ ડોલરના એક અમેરિકી સ્ટાર્ટઅપ કે જેના એક ફાઉન્ડર મૂળ ઇન્ડિયન છે તે કંપનીમાં નો શૂઝ ઇન ઓફિસ પોલીસી ચાલે છે. એટલેકે ઓફિસમાં શૂઝ પહેરવા નહીં અને બહાર કાઢીને આવવા. એક ઓફિસની બહાર પડેલા ચંપલોનો ફોટો મુકીને એક જણે લખ્યું હતું કે બોલો આ સાનફ્રાન્સિસ્કોની કઇ ઓફિસ છે? અનેક લોકોએ જવાબમાં કંપનીનું નામ કર્સર લખ્યું હતું. તે કોડીંગ કંપની છે. ચાર લોકોએ શરૂ કરેલી કંપનીમાં જે ભારતીય છે તેનું નામ અમન સેંંગર છે. એક વાચકે અન્ય પચ્ચીસ અમેેરિકી કંપનીની યાદી આપીને લખ્યું છે કે આ કંપનીઓમાં પણ નોશૂઝ ઇન ઓફિસ પોલીસી છે.

શી પ્લાનર ઇકોનોમી
ભારતમાં ૧૦માંથી ૭ ટ્રાવેલ ટ્રીપ એવી હોય છે કે જેમાં ઘરની મહિલાઓના આયોજન વધુ હોય છે. એટલેકે હોટલ કઇ છે, જમવાનું શું હશે, સિક્યોરિટી કેવી છે, નાઇટમાં કેટલા કિલોમીટરનો પ્રવાસ છે વગેરે પ્રશ્નોના સંતોષકારક જવાબ મળે પછીજ ટ્રીપને ઓકે કરાય છે. ટ્રીપનું બજેટ વધે નહીં તેનું પણ ઘરની મહિલાઓ ધ્યાન રાખતી હોય છે. મહિલાઓની ખાસિયત હોય છે કે તે ચિવટ પૂર્વક પ્લાનીંગ કરે છે અને કરકસરની સાથે કુટુંબની સલામતીનો વધુ ખ્યાલ રાખે છે.ટૂંકમાં મહિલાઓ ટ્રીપ નક્કી કરે છે અને પોતાના ફેમિલીની સલામતી પહેલાં જુવે છે. માર્કેટીંગના લોકો તેને શી પ્લાનર ઇકોનોમી કહે છે. કહે છે કે મહિલાઓ પુરૂષો કરતાં વધુ સારી રીતે ટ્રાવેલનું પ્લાનીંગ કરી શકે છે.

ઓપન AIને 110 અબજ ડોલરનું ફંડીંગ
ઓપનને ૧૧૦ અબજ ડોલરનું ફ્રેશ ફંડીંગ મળવા જઇ રહ્યું છે જેેના કારણે કંપની ૭૩૦ અબજ ડોલરની બની જશે.એમેઝોન, એનવિડીયા અને સોફ્ટ બેંક તેને ફંડ આપી રહી છે. એમેઝોને પહેલાં ૧૫ અબજ ડોલર આપ્યા હતા તે હવે ૫૦ અબજ ડોલરનું પ્રોમીસ આપી રહ્યા છે.એનવિડીયા અને સોફ્ટ બેંક પણ ૩૦ અબજ ડોલર આપશે જેના કારણે કુલ રકમ ૧૧૦ અબજ ડોલર પર પહોંચી છે. ૧૧૦ અબજ ડોલર જેવું જંગી પ્રાઇવેટ ફંડીંગ મળતાં કંપની હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસ પર પર વધુ ધ્યાન આપશે. આજકાલ જ્યારે ચોમેર ની ડિમાન્ડ છે ત્યારે નવી નવી રિસર્ચ માટે પણ ફંડીંગ મહત્વનું સાબિત થઇ શકે છે.


